Easy Weight Loss Excercise: આજની સમયમાં લોકોની લાઇફસ્ટાઇલ વ્યસ્ત થઈ ગઈ છે. ખાવા-પીવાની અનિયમિતતાને કારણે લોકોના શરીર પર અસર પડી રહી છે. ખાસ કરીને લોકોનું વજન વધી રહ્યું છે. જોકે, ઘણા લોકો વજન ઘટાડવા માટે પ્રયત્ન પણ કરે છે. પરંતુ ધાર્યું પરિણામ મળતું નથી. આવા લોકોએ ઓલમ્પિક ચેમ્પિયન મેરી કોમનો ફિટનેસ મંત્ર અપનાવવા જેવો છે. કારણ કે મેરી કોમે એક દિવસે ચાર કલાકમાં બે કિલો વજન ઘટાડ્યું હતું.
મેરી કોમે કેવી રીતે ઘટાડ્યું વજન?
તાજેતરમાં મેરી કોમે મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં મેરી કોમે પોતાની બોક્સિંગ મેચનો એક પ્રસંગ શેર કર્યો હતો. મેરી કોમે જણાવ્યું હતું કે, "2018માં હું પોલેન્ડમાં સિલેશિયન ઓપન બોક્સિંગ ટુર્નામેન્ટ રમવા ગઈ હતી. તે સમયે હું 48 કિગ્રા વજનની કેટેગરીમાં રમવા માંગતી હતી. પરંતુ મારું વજન ઘણું વધારે હતું. જેથી મેં 48 કિગ્રા વજનની કેટેગરીમાં આવવા માટે વજન ઘટાડવાનું નક્કી કર્યું હતું."
મેરી કોમે પોતાનું વજન ઘટા઼ડવાંનાં સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે, "બોક્સિંગ ટુર્નામેન્ટમાં ડિસક્વોલિફાય ન થવાય તે માટે મેં માત્ર ચાર કલાકમાં બે કિલો વજન ઘટાડ્યું હતું. જેના માટે મેં સ્કીપિંગ રોપ(દોરડા કૂદવા) કરવાનું શરૂ કર્યું હતું. સ્કીપિંગ રોપથી પરસેવો વધારે થાય છે અને શરીરમાંથી પાણી નીકળી જાય છે. જેનાથી ઝડપથી વજન ઘટે છે. આ રીતે ચાર કલાકમાં મારું બે કિલો વજન ઘટ્યું હતું અને હું બોક્સિંગ ટુર્નામેન્ટ રમી હતી."
દોરડા કૂદવાના ફાયદા
સ્કીપિંગ રોપ માત્ર વજન ઘટાડવા માટે જ નહીં, પરંતુ હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ શ્રેષ્ઠ કસરત છે. આ કસરત બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. આ કસરતથી કેલરી ઝડપથી બળે છે. 10 મિનિટ દોરડા કૂદવા એ 8 મિનિટ દોડવા સમાન છે. આ કસરતથી મેટાબોલિઝમ મજબૂત બને છે અને શરીર પર જામેલી વધારાની ચરબી સટાસટ ઓગળે છે.