Tue Jan 27 2026

Logo

White Logo

મહારાષ્ટ્રમાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી માટે 20,718 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી...

2 days ago
Author: vipulbv
Video

મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી માટે 20,718 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, એમ એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
રાજ્યમાં 12 જિલ્લા પરિષદ અને 125 પંચાયત સમિતિઓની ચૂંટણી પાંચમી ફેબ્રુઆરીએ યોજાશે અને મતગણતરી સાતમી ફેબ્રુઆરીએ થશે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, 731 જિલ્લા પરિષદની બેઠકો માટે 7,695 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે 1,462 પંચાયત સમિતિની બેઠકો માટે 13,023 ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા છે.કોલ્હાપુર જિલ્લામાં પંચાયત સમિતિની બેઠકો માટે સૌથી વધુ 1,529 ઉમેદવારો નોંધાયા છે, ત્યારબાદ પુણેમાં 1,482, છત્રપતિ સંભાજીનગરમાં 1,456 અને સોલાપુરમાં 1,371 ઉમેદવારો નોંધાયા છે.

જિલ્લા પરિષદની ચૂંટણી માટે, ધારાશિવમાં 967 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા, ત્યારબાદ કોલ્હાપુરમાં 907 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા.અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉમેદવારોની અંતિમ યાદી 27 જાન્યુઆરીએ પ્રકાશિત કરવામાં આવશે.પાંચમી ફેબ્રુઆરીએ 25,482 મતદાન મથકો પર સવારે 7.30 થી સાંજે 5.30 વાગ્યા સુધી મતદાન યોજાશે.