Tue Jan 27 2026

Logo

White Logo

ભારતે અન્ડર-19 વર્લ્ડ કપમાં પણ ન્યૂ ઝીલૅન્ડને હરાવ્યું

3 days ago
Author: Ajay Motiwala
Video

હરારે: ભારતની નૅશનલ ટી-20 ટીમે શુક્રવારે રાયપુરમાં ન્યૂ ઝીલૅન્ડને ઇશાન કિશન (76 રન) અને સૂર્યકુમાર (82 અણનમ)ના ધમાકેદાર પર્ફોર્મન્સથી હરાવી દીધું ત્યાર બાદ હવે અન્ડર-19 (under-19) વર્લ્ડ કપમાં પણ ભારત (India)ના હાથે ન્યૂ ઝીલૅન્ડે પછડાટ ખાવી પડી છે.

ન્યૂ ઝીલૅન્ડની જુનિયર ટીમને માત્ર 135 રનમાં ઑલઆઉટ કર્યા પછી ભારતને ડકવર્થ/લુઇસ મેથડ મુજબ 37 ઓવરમાં 130 રન કરવા કહેવામાં આવ્યું હતું.

ભારતીય જુનિયર ટીમે કૅપ્ટન આયુષ મ્હાત્રે (53 રન) અને વૈભવ સૂર્યવંશી (40 રન)ના મોટા યોગદાનની મદદથી માત્ર 13.3 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 130 રન કરીને સાત વિકેટના તફાવતથી (141 બૉલ બાકી રાખીને) વિજય મેળવ્યો હતો.

એ પહેલાં, ન્યૂ ઝીલૅન્ડ (New Zealand)ને 135 રનમાં આઉટ કરાવવામાં બે પેસ બોલર આર. એસ. અંબરિશ (29 રનમાં ચાર વિકેટ) અને વલસાડના હેનિલ પટેલ (23 રનમાં ત્રણ વિકેટ)ની સૌથી મોટી ભૂમિકા હતી. મોડાસાના ખિલન પટેલ તેમ જ મોહમ્મદ એનાન અને કનિષ્ક ચૌહાણે એક-એક વિકેટ લીધી હતી.