Tue Jan 27 2026

Logo

White Logo

ભારત-EU વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની જાહેરાત; દર વર્ષે યુરોપના €4 બિલિયન બચશે, જાણો ભારતને શું મળશે

4 hours ago
Author: Savan Zalariya
Video

નવી દિલ્હી: લાંબા સમયથી ચાલતી વાટાઘાટો બાદ ભારત અને યુરોપિયન યુનિયન(EU)એ ‘મધર ઓફ ઓલ ડીલ’ તરીકે ઓળખાતા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) ને અંતિમ રૂપ આપ્યું છે, આજે મંગળવારે આ FTAની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. એક પ્રેસ રિલીઝમાં, EU એ જણાવ્યું કે ભારત યુરોપથી આયાત થતા લગભગ 97% માલ પર ટેરિફ ઘટાડવા અને કેટલાક કિસ્સાઓમાં ટેરીફ સંપૂણ દૂર કરવા સંમત થયું છે, જેનાથી દર વર્ષે EUને €4 બિલિયનની બચત થશે.

ભારત-EU સમિટ દરમિયાન યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું: "મારા પ્રતિષ્ઠિત મિત્ર વડાપ્રધાન મોદી, આપણે કરી બાતાવ્યું , આપણે મધર ઓફ ઓલ ડીલને પૂર્ણ કરી. જે 2 અબજ લોકોના બજારને અસર કરશે.”

ભારતે યુરોપથી આયાત થતી કેટલીક દૈનિક ઉપયોગની વસ્તુઓ પર ટેરિફમાં મોટો ઘટાડો કર્યો છે, કેટલીક વસ્તુઓ પર ટેરિફ શૂન્ય કરવામાં આવશે. 

યુરોપથી ભારતમાં આયાત થઇ કાર પર ટેરીફ 110% થી ઘટાડીને 10%  કરવા આવશે કરશે, વાર્ષિક 250,000 કારના ક્વોટા પર આ છૂટ મળશે.

અહેવાલ મુજબ યુરોપિયન યુનિયનના સભ્ય દેશોમાંથી ભારતમાં આયાત થતી વાઇન, સ્પિરિટ્સ, બીયર, ઓલિવ ઓઇલ, માર્જરિન અને અન્ય વનસ્પતિ તેલ, કિવી અને નાસપતી, ફ્રુટ જ્યુસ અને નોન-આલ્કોહોલિક બીયર, પ્રોસેસ્ડ ફૂડ (બ્રેડ, પેસ્ટ્રી, બિસ્કિટ, પાસ્તા, ચોકલેટ, પેટ ફૂડ), ઘેટાંનું માંસ, સોસેજ અને અન્ય માંસની વસ્તુઓ પર ટેરિફ ઘટાડવામાં આવશે. 

આ પગલાને કારણે યુરોપના નિકાસકારોને મોટો ફાયદો થશે, કરાર હેઠળ યુરોપ ભારતમાં તેની નિકાસ બમણી કરશે. ભારતના ગ્રહકોને યુરોપની આ વસ્તુઓ સસ્તા ભાવે મળશે.

ભારતના યુરોપના સર્વિસ સેક્ટર, ખાસ કરીને ફાઇનાન્સ સર્વિસ, મેરીટાઈમ સર્વિસને અન્ય મુખ્ય ક્ષેત્રોમાં  ભાગીદારી વધારશે.

ભારતના કાપડ, દરિયાઈ ઉત્પાદનો, ચામડું અને ફૂટવેર, જવેલ્સ અને જ્વેલરી, રમકડાં અને રમતગમતના સામાન પર યુરોપમાં કોઈ ટેરીફ નહીં લાગે.

FTA હેઠળ સ્ટુડન્ટ વિઝામાં છૂટછાટો આપવામાં આવશે, જેમાં અભ્યાસ પછીના વર્ક વિઝાનો સમાવેશ થાય છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ સ્ટીલ અંગે અલગથી નિર્ણય લેવામાં આવશે. યુરોપિયન યુનિયને કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમમાંકોઈ છૂટછાટ આપી નથી.