Tue Jan 27 2026

Logo

White Logo

ત્રણ વર્ષથી બાળકોથી દૂર  પાકિસ્તાનમાં અટવાઈ રેહાના, ભારત લાવવા પીએમ મોદીને કરી  અપીલ

4 days ago
Author: Chandrakant Kanojia
Video

રાજકોટ : જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે.  આ દરમિયાન ગુજરાતના રાજકોટમાં રહેતી અને મૂળ પાકિસ્તાનની  એક મહિલા  રેહાના છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાનના કરાચીમાં અટવાઈ છે. જ્યારે તેનો પતિ અને બાળકો રાજકોટમાં છે. તેમજ બે દેશો વચ્ચેની જટિલ વિઝા પ્રક્રિયાઓના લીધે તેનું ભારત આવવું હાલ તો આ અશક્ય બન્યું છે. જયારે રેહાનાએ અને તેના પરિવારે તેને  ભારત પરત લાવવા પીએમ મોદીને અપીલ કરી છે. 

2015 માં મૂળ કરાચીની રેહાના સાથે લગ્ન કર્યા હતા

આ અંગે મળતી વિગતો મુજબ, રાજકોટમાં રહેતા એસી મિકેનિક પરવેઝ શેખે વર્ષ  2015 માં મૂળ કરાચીની રેહાના સાથે લગ્ન કર્યા હતા. રેહાનાનો પરિવાર પાકિસ્તાનથી રાજકોટ સ્થળાંતરિત થયો હતો  જ્યાં તેમના લગ્ન થયા હતા. લગ્ન બાદ  રેહાનાએ ભારત સરકારના નિયમો અનુસાર વિઝા અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને તેના પતિ સાથે ભારતમાં રહેવા લાગી હતી. 

 2022 માં રેહાનાના વિઝાની મુદત પૂરી થઈ ગઈ

જેમાં શરૂઆતના વર્ષોમાં બધું સામાન્ય હતું. રેહાનાના વિઝા સમયાંતરે લંબાવવામાં આવતા હતા. આ  દરમિયાન  તેમને બે બાળકો હતા. પરિવાર રાજકોટમાં આરામથી રહેતો હતો. જોકે, 2022 માં રેહાનાના વિઝાની મુદત પૂરી થઈ ગઈ.  ત્યારે સંબંધિત અધિકારીઓએ તેમને વિઝા પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પાકિસ્તાન જવાની સલાહ આપી. જેની બાદ  રેહાના ડિસેમ્બર વર્ષ  2022 ના અંતમાં પાકિસ્તાન ગઈ હતી. તેની સાથે પતિ  પરવેઝ શેખ અને તેના બે નાના બાળકો તેની સાથે કરાચી ગયા હતા.  પાકિસ્તાન પહોંચ્યા પછી  રેહાનાએ વિઝા રિન્યુઅલ પ્રક્રિયા શરૂ કરી. પરવેઝ અને બાળકો લગભગ અઢી મહિના કરાચીમાં રહ્યા હતા. 

 રેહાનાએ  સોશિયલ મીડિયા દ્વારા ભારત સરકારને વિનંતી કરી 

તેમજ ભારતીય નાગરિક હોવાને કારણે  પરવેઝ શેખ અને તેમના બાળકોના વિઝા સમાપ્ત થવાના હતા. ત્યારે  પરવેઝ બાળકો સાથે ભારત પાછો ફર્યો  હતો. જોકે, રેહાનાનો વિઝા રિન્યુ થયો ન હતો અને તે પાકિસ્તાનમાં અટવાઈ ગઈ છે. જોકે, આ દરમિયાન ભારત સરકારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું.  જેના પરિણામે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદો બંધ થઈ ગઈ. તેમજ  દૂતાવાસ સ્તરે પણ પ્રક્રિયા આગળ વધી શકી નહીં. ત્યારે હવે પાકિસ્તાનમાં રહેતી રેહાનાએ  સોશિયલ મીડિયા દ્વારા ભારત સરકારને તેના પતિ અને બાળકો પાસે પાછા ફરવાની મંજૂરી આપવા માટે અપીલ કરી રહી છે. રાજકોટમાં રહેતા પરવેઝ શેખ અને તેના બાળકો પણ ભારત અને પાકિસ્તાન બંને સરકારો પાસેથી મદદ માટે વિનંતી કરી રહ્યા છે.