Tue Jan 27 2026

Logo

White Logo

IND vs NZ: T20 વર્લ્ડ કપનું રિહર્સલ! નાગપુરની પિચ કેવી રહેશે અને જાણો મેદાનના આંકડા

6 days ago
Author: Savan Zalariya
Video

નાગપુર: ત્રણ ODI મેચની સિરીઝ બાદ ભારત અને ન્યુઝીલેન્ડની પુરુષ ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ T20I મેચની સિરીઝ રમાવાની છે, આ સિરીઝની પહેલી મેચ આજે નાગપુરના વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ સિરીઝને ફેબ્રુઆરીમાં રમનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટેનું ડ્રેસ રિહર્સલ કહેવામાં આવી રહી છે, કેમ કે વર્લ્ડ કપ પહેલા બંને ટીમો માટે આ છેલ્લી સિરીઝ છે. આ સિરીઝ દરમિયાન તમામ ખેલાડીઓના પ્રદર્શન પર નજર રહશે. 

ODI સિરીઝમાં હાર બાદ ભારતીય ટીમ T20I સિરીઝની પહેલી મેચ જીતીને આત્મવિશ્વાસ પરત મેળવવા ઈચ્છશે. બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમ આજની મેચ જીતીને ભરતીય ટીમ પર દબદબો જમાવવા ઈચ્છશે. આજના મેચમાં પીચ મહત્વનો ભાગ ભજવી શકે છે. વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમ કેવી રહી શકે છે તેના પર એક નજર કરીએ.

બોલર્સ કે બેટર્સ કોને મળશે મદદ: 
વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમની પીચ લાલ માટીથી બનેલી છે. મેચની શરૂઆતમાં પીચથી વધુ બાઉન્સ અને સ્પિડ મળી શકે છે, જેને કારણે ફાસ્ટ બોલર્સને પાવરપ્લે દરમિયાન મદદ મળી શકે છે. પહેલા બેટિંગ કરનારી ટીમના ઓપનીંગ બેટર્સને મુશ્કેલી પડી શકે છે. 

મેચ આગળ વધતા સ્પિન બોલરોને મદદ મળી શકે છે. અહીં બાઉન્ડ્રી પણ લાંબી છે, આથી બેટર્સને સંભાળીને લાંબા શોટ રમવા પડશે. 

નાગપુરમાં હવામાન કેવું રહેશે?
અહેવાલ મુજબ આજે સાંજે નાગપુરમાં તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે, જે ક્રિકેટ રમવા માટે એકદમ યોગ્ય છે. જોકે, બપોરે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી શકે છે, જેને કારણે પિચ થોડી કડક બની શકે છે. રાત્રે પણ ઝાકળ પાડવાની શક્યતા છે, જેનાથી બીજી ઇનિંગમાં બોલિંગ કરતી ટીમના બોલર્સને મુશ્કેલી પડી શકે છે. આમ ટોસ મેચના પરિણામમાં મહત્વનો ભાગ ભજવી શકે છે.

VCA સ્ટેડિયમના આંકડા શું કહે છે?
VCA સ્ટેડિયમમાં રમાયેલા T20 મેચોની પ્રથમ ઇનિંગ્સનો એવરેજ સ્કોર 160 થી 175 ની વચ્ચે રહ્યો છે. વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 13 T20I રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 9 મેચમાં જીત મેળવી, જ્યારે રન ચેઝ કરતી ટીમે 4 મેચમાં જીત મેળવી છે. આ મેદાન પણ એક T20 મેચમાં 250 રન પણ બન્યા છે

VCA સ્ટેડિયમમાં ભારતીય ટીમે કુલ પાંચ T20I મેચ રમી છે, જેમાંથી ભારતીય ટીમે ત્રણ જીતી છે અને બે મેચ હારી છે. આ મેદાન પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે એક જ T20 મેચ રમાઈ છે, જેમાં ન્યુઝીલેન્ડે 47 રનથી જીત મેળવી હતી.