- હેન્રી શાસ્ત્રી
તમારું બાળપણ જો ગુજરાતી માધ્યમની શાળામાં પસાર થયું હશે અને જો ઘરમાં તમને વડીલો પાસેથી વાર્તા સાંભળવાનો લ્હાવો મળ્યો હશે તો તમે દલા તરવાડીની વાર્તા અવશ્ય સાંભળી હશે. એમાં ભટ્ટ-ભટ્ટાણીની વાત આવે છે. ભટ્ટાણીને એકવાર રીંગણાંનો ઓળો ખાવાની ઇચ્છા થાય છે અને એ ભટ્ટને રીંગણાં લાવવા ફરમાન કરે છે. દલા તરવાડી વાડીએ પહોંચે છે અને જુએ છે તો વાડીનો ધણી દેખાતો નથી. એટલે તરવાડી વાડીને જ પૂછે છે કે ‘રીંગણાં લઉં બે-ચાર?’ વાડી થોડી જવાબ આપવાની હતી. એટલે તરવાડી જ વાડી વતી જવાબ આપે છે કે ‘લ્યોને દસ-બાર’. ચોરી કરતાં તરવાડી અંતે ઝડપાઈ જાય છે એવું વાર્તામાં આગળ આવે છે. આપણે અહીં દસ-બારના ઉલ્લેખની વાત કરવી છે.
આ દસ-બાર કોઈ ચોક્કસ આંકડો નથી, પણ એક અટકળ સંખ્યા દર્શાવે છે જેનો અર્થ જોઈતા હોય એટલા લઈ લો એવો થાય છે. એવી જ રીતે પાંચ-દસ એ કોઈ નિશ્ર્ચિત સંખ્યા નથી, પણ એક અંદાજ કે અટકળ છે. પાંચ-દસ રૂપિયા છે? અથવા કામ નહીં થવાનાં પાંચ-દસ કારણો આપવામાં આવ્યાં એમ કહેવામાં આવે ત્યારે એક અંદાજની વાત હોય છે. પાંચની હાજરી હોય એવી અનેક કહેવતો જાણીતી છે. પાંચ આંગળાં સરખાં ન હોય. મતલબ કે માણસો જાતજાતના અને ભાતભાતના હોય. એમાં ફરક તો રહેવાનો જ. ટૂંક સમયની કે થોડા સમયની જાહોજલાલી માટે પાંચ દહાડાની પાદશાહી કહેવતનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. માંડવાનું સૌંદર્ય જોઈ વરરાજાએ પાંચ વાર લગ્ન કર્યાં એના માટે પાંદડાં દેખી પનોજી પાંચ વાર પરણ્યો એવી મજેદાર કહેવત પણ છે.
કોઈ જાહોજલાલી ધરાવતી કે મોટી સત્તા ધરાવતી વ્યક્તિ હોય એના નાના અમથા કામ માટે પણ કેટલી મોટી વ્યવસ્થા કરવી પડે એના પર કટાક્ષ કરતી કહેવત છે કે પાંચસે મળ્યા પીંજારા ને છસ્સે મળ્યા તાઈ, ઝાંપે જઈને ઘેરો ઘાલ્યો ત્યારે મૂઈ માંખ શાહી. નાની અમથી મધમાખીને મારવા કેવી પળોજણ કરવી પડી, કારણ કે એ શાહી મધમાખી હતી એ વાત કરવામાં આવી છે. પાંચ ત્યાં પરમેશ્વર એટલે ઘણા લોકો કહે એ વાત સાચી. પાંચ-પાંચ શેરની ઝીંકવી એટલે બે છૂટ ગાળો આપવી, અપશબ્દો કહેવા. પાંચ વરસનો ઘરધણી ને સો વરસનો સુથાર કહેવતમાં હક્કને ઉંમર સાથે સંબંધ હોતો નથી એ વાત પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. પાંચ વસાનું આદમી ને વીસ વસાનું વસ્તર કહેવતમાં ચારિત્ર્ય કરતાં પોશાક વધુ અસરકારક હોવાનું કહેવામાં આવ્યું છે.
म्हणी मध्ये पाच
હિન્દી અને મરાઠી એ બંને ભાષા બોલવામાં અને એની રચનામાં ઘણી ભિન્ન છે એ ખરું, પણ બંને ભાષા લખાય છે દેવનાગરી લિપિમાં. देवनागरी लिपीत लिहिली जाणारी मराठी भाषामध्ये संस्कृतपेक्षा टिंब (अनुस्वार) तुलनेने कमी वापरतात। भाषेचा सुटसुटीतपणा आणि बोलण्याची सहजता हे या मागची कारणं आहेत। સંસ્કૃતની સરખામણીમાં મરાઠીમાં ટિંબ એટલે કે અનુસ્વારનો ઉપયોગ ઓછો જોવા મળે છે. ભાષાનો પ્રવાહ જળવાય અને બોલવામાં સહજતા રહે એ ઉદ્દેશ છે. ગુજરાતીમાં પાંચ લખાય, हिंदी में भी पांच लिखते हैं, पण मराठीत पाच लिहिलं जातं। મરાઠીમાં અનુસ્વાર ગાયબ છે. मराठी भाषेमध्ये 'पाच' या अंकाचा वापर करून तयार झालेल्या काही प्रमुख म्हणी खालीलप्रमाणे आहेत, ज्या आपल्या दैनंदिन जीवनातील परिस्थिती दर्शवतात. પાંચની હાજરી હોય એવી મરાઠી ભાષાની કેટલીક જાણીતી કહેવતોથી આપણે વાકેફ થઈએ.
આ કહેવતો આપણા દૈનિક જીવનમાં વણાયેલી પરિસ્થિતિ સંદર્ભે છે. પહેલી કહેવત છે पाचमुखी परमेश्वर - पुष्कळ लोक जे बोलतात ते खरे असते किंवा सर्वांच्या मते जे योग्य आहे तेच खरे. અનેક લોકો બોલતા હોય કે સ્વીકારતા હોય એ સત્ય બની જતું હોય છે એ એનો ભાવાર્થ છે. લોકો કોઈ વાત માની લે ત્યારે આ કહેવતનો સંદર્ભ વપરાય છે. હવે આટલું વાંચીને જો તમને તરત હિટલરનો ગોબેલ્સ સિદ્ધાંત યાદ આવી ગયો હોય તો એમાં તમારો વાંક નથી. पाचवीला पुजणे કહેવત સમજવા માટે પરંપરા જાણવી જરૂરી છે. पाचवीला पुजणे (किंवा पाचवी/सटवाईची पूजा) हा हिंदू धर्मातील एक पारंपरिक विधी आहे, जो बाळ जन्माला आल्यानंतर पाचव्या (किंवा सहाव्या) दिवशी केला जातो. या दिवशी सटवाई देवीची पूजा करून, ती बाळाचे नशीब आणि भविष्य लिहिते, अशी श्रद्धा आहे. હિન્દુ ધર્મમાં બાળકના જન્મ પછી પાંચમા (અથવા છઠ્ઠા) દિવસે એક વિધિ કરવાની પરંપરા છે. બાળક નિરોગી રહે અને એનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે દેવીની પૂજા કરવામાં આવે છે અને દેવી બાળકના વિધિના લેખ લખે એવી માન્યતા - શ્રદ્ધા છે. એ સંદર્ભ લઈ કોઈ બાબત વારંવાર માથે આવી પડે કે પછી નસીબમાં જ છે એવી લાગણી થાય ત્યારે આ કહેવત વાપરવામાં આવે છે. पाच बोटं सारखी नसतात કહેવત તો ખૂબ જ જાણીતી છે. जशी हाताची पाच बोटे सारखी नसतात, तसे सर्व माणसे स्वभावाने सारखी नसतात. હાથની પાંચ આંગળી સરખી ન હોય એમ બધા માણસો પણ સરખા ન હોય એ એનો ભાવાર્થ છે. વિશેષ કરી ઘરના બાળકોના સ્વભાવ - આચરણમાં રહેલા ફરક સંદર્ભમાં આ કહેવત વપરાય છે.
पांच की कहावतें
હિન્દી ભાષામાં સુધ્ધાં પાંચનો આંકડો સ્થાન ધરાવે છે. વિવિધ કહેવતો અને રૂઢિપ્રયોગમાં એની હાજરી જોવા મળે છે. 'पांच' शब्द का उपयोग करने वाली प्रमुख हिंदी कहावतें और उनके अर्थ जानते हैं. આવો પાંચનો ઉપયોગ થયો હોય એવી કહેવતો એના અર્થ સાથે જાણીએ અને ભાષા સમૃદ્ધિ વધારીએ. પહેલી કહેવત છે छीले चार, बघारे पाँच. चार आलू या प्याज छीलकर पकाने की तैयारी करना और फिर गलती से पांच बार या गलत तरीके से उसका बघार (तड़का) लगा देना—यह काम की अव्यवस्था और नासमझी को दर्शाता है। मूर्ख होने पर भी अपने आप को बुद्धिमान समझना। ચાર બટાકા અથવા કાંદાની છાલ ઉતારી એ રાંધવાની તૈયારી કરવી અને પછી ભૂલમાં પાંચ વાર એનો વઘાર કરવો. મૂર્ખ વ્યક્તિ જાતને બુધ્ધિમાન સમજતી હોય ત્યારે આવું બનતું હોય છે. ઢંગધડા વગરનું આયોજન અને ઓછી સમજનું આ પરિણામ છે. टके तीतर महंगा पांच रुपये में सस्ता: निर्धनता में जो चीज़ महंगी मालूम होती है, अमीरी में वही सस्ती लगती है। આ કહેવતની ઐતિહાસિક પાર્શ્વભૂમિ સમજવા જેવી છે. पुराने जमाने में मुद्रा की छोटी इकाई 'टका' (पैसा) हुआ करती थी। पहले के समय में 'तीतर' जैसे पक्षी का दाम बहुत कम होता था, और 'पाँच रुपये' एक बहुत बड़ी रकम मानी जाती थी। અસલના વખતમાં સૌથી નાનું ચલણ 'ટકા' (પૈસો અથવા પાઈ) તરીકે ઓળખાતું હતું. તેતર જેવું પક્ષી નજીવા દામમાં મળતું હતું અને પાંચ રૂપિયા બહુ મોટી રકમ માનવામાં આવતી હતી. આ કહેવતમાં આર્થિક અવસ્થા અનુસાર વસ્તુનું મૂલ્ય માપન થતું હોય છે એની વાત છે. ગરીબીમાં જે વસ્તુ મોંઘી લાગે એ શ્રીમંતીમાં સસ્તી લાગે એ જીવનની વાસ્તવિકતા છે. दस पाँच की लाठी एक जने का बोझ: चंद लोग मिल कर मदद करें तो किसी का काम या ज़रूरत पूरी हो जाती है। कुछ लोग मिल कर ही मदद करें तो किसी का काम या ज़रूरत पूरी हो जाती है. કોઈ પણ કામમાં અન્ય લોકોની મદદ મળે તો એ કામ મુશ્કેલ નથી લાગતું અને બહુ આસાનીથી સમાપ્ત થઈ જતું હોય છે એ એનો ભાવ છે. ગુજરાતી કહેવત ઝાઝા હાથ રળિયામણામાં આ જ ભાવાર્થ છે ને.આજની અંતિમ કહેવતમાં શબ્દાર્થને વિસરી ભાવાર્થને સમજવો જોઈએ, ગ્રહણ કરવો જોઈએ. पांच महीने ब्याह को बीते पेट कहाँ से लाई. લગ્નને તો પાંચ મહિના જ હજી થયા છે ત્યાં પ્રેગ્નન્સી કેવી રીતે? એવો સવાલ કરી અતાર્કિક કે નિયમ વિરુદ્ધ કોઈ બાબત પર ટોકવાની વાત છે. पांचों उंगलियां बराबर नहीं होती: हर कोई एक जैसा नहीं होता. બધા એક સરખા નથી હોતા એ દર્શાવવા આ કહેવત વપરાય છે.
ભાષા વૈભવ
ડાહ્યાભાઈ ધોળશાજીએ શ્રી દેશી નાટક સમાજ માટે ‘વીણાવેલી’ નામનું નાટક લખેલું. નાટકનું સ્વરૂપ પદ્ય છે પણ આ નાટક ગદ્ય સ્વરૂપે પણ ખીલ્યું છે. કથા અનુસાર ચંપાગઢના રાયસિંહને વીણાસુંદરી અને વેલીસુંદરી નામે બે દીકરીઓ હતી. મા ગુજરી ગયા પછી વીણાસુંદરીએ ચતુરાઈ અને વિદ્યાના બળથી પોતાનો સંસાર કેવી રીતે સુધાર્યો તથા વેલીસુંદરી લક્ષ્મીના મદમાં વિદ્યા વિના કેવી પસ્તાઈ એ નાટકનું કથા તત્ત્વ છે. નાટકમાં પીંપળ પાન ખરંતા શીર્ષક સાથે એક હૃદયસ્પર્શી ગીત છે જેમાં શીર્ષકમાં જણાવેલી પંક્તિ આવે છે. આખું ગીત આ પ્રમાણે છે: કાયા કાચો કુંભ છે જીવ મુસાફર પાસ, તારો ત્યાં લગી જાણજે જ્યાં લગી શ્વાસોશ્વાસ. સદા સંસારમાં સુખ દુ:ખ સરખાં માની લઈએ, રાખે જેવી રીતે રામ, રંગે તેવી રીતે રહીએ. પીંપળ પાન ખરંતા, હસતી કૂંપળિયાં, મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં. નહિ જેવી ને તેવી નિત્ય કોઈની નભતી જોઈએ, દશાના ઢંગ ઋતુના રંગ જેવા દેખી લઈએ. કદી મહોલાતો માળિયાં, કોમળ છપ્પર ખાટ, કોઈ દિન એવો આવશે, ભૂખ્યા ન મળે ભાત.