કોલકાતાઃ તાજેતરમાં સતત બીજા વર્ષે વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયન બનેલા સૌરવ કોઠારી (Saurav kothari)એ લગ્ન કર્યા છે. તે શનિવારે કોલકાતામાં પલ્લવી (Pallavi) નામની મંગેતર સાથે લગ્નગ્રંથિથી જોડાયો હતો.
ભારતના ભૂતપૂર્વ વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયન મનોજ કોઠારીના 41 વર્ષીય પુત્ર સૌરવ કોઠારી 2018માં તેમ જ 2025માં પણ બિલિયર્ડસનો વિશ્વ ખિતાબ જીત્યો હતો. સૌરવે તાજેતરમાં વર્લ્ડ બિલિયર્ડ્સની ફાઇનલમાં ભારતના જ જગવિખ્યાત ચૅમ્પિયન ખેલાડી પંકજ અડવાણીને 1133-477ના તફાવતથી પરાજિત કર્યો હતો.
થોડા દિવસ પહેલાં જ મનોજ કોઠારીનું નિધન થયું હતું અને ત્યાર બાદ વર્લ્ડ ટાઇટલ જીતનાર સૌરવે એ ખિતાબ પિતાને અર્પણ કર્યો હતો.