Sun May 17 2026

Logo

ડેનિયલ ક્રેગ બાદ જોન અબ્રાહમ બની શકે આગામી જેમ્સ બોન્ડ? કોણે ટ્વિટ કરીને આપી દીધી આ જાણકારી

2026-05-16 22:47:26
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ફિલ્મ નિર્માતા શેખર કપૂરે જેમ્સ બોન્ડ ફ્રેન્ચાઇઝી અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ડેનિયલ ક્રેગ પછી જો કોઈ ભારતીય અભિનેતા 007 બની શકે છે, તો તે જોન અબ્રાહમ હશે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. નવા જેમ્સ બોન્ડની શોધ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન, શેખર કપૂરે તેમના X એકાઉન્ટ પર જોન અબ્રાહમનું નામ સૂચવ્યું. તેમણે લખ્યું, "ડેનિયલ ક્રેગ પછી, આગામી જેમ્સ બોન્ડ જોન અબ્રાહમ હોવો જોઈએ. તેની પાસે તે ચાર્મ છે અને એક્ટ્રેક્શન પણ છે. 

જોને આપ્યો મસ્ત જવાબ
શેખર કપૂરે પોતાની પોસ્ટમાં યાદ કર્યું કે, ફિલ્મ નિર્માતાઓએ તેમની ફિલ્મ એલિઝાબેથ જોયા પછી બોન્ડની ભૂમિકા માટે ડેનિયલ ક્રેગની પસંદગી કરવામાં આવી હતી.પરિણામે, તેમના આ નિવેદને વધુ ધ્યાન ખેંચ્યું. શેખર કપૂરની પ્રશંસાનો તરત જ જોન અબ્રાહમે જવાબ આપ્યો. તેમણે X પર લખ્યું, "સાહેબ, તમારા શબ્દોથી હું ખૂબ જ સન્માનિત છું. તમે બાકીની દુનિયા પહેલાં ડેનિયલ ક્રેગની ક્ષમતાને ઓળખી લીધી. આમ, તમારા આ કહેવાનો મારા માટે ઘણો અર્થ છે." જ્હોને રમતિયાળ સ્વરમાં ઉમેર્યું, "હવે, હું મારી માર્ટીની કેવી રીતે ઓર્ડર કરવી તે પ્રેક્ટિસ કરવાનું શરૂ કરીશ...". નો ટાઈમ ટુ ડાઈ બાદ ડેનિયલ ક્રેગે જેમ્સ બોન્ડ ફ્રેન્ચાઇઝીને અલવિદા કહી દીધું છે. ત્યારથી, નવા 007 વિશે સતત અટકળો ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર, ઘણા લોકો એવું સૂચન કરી રહ્યા છે કે જોન અબ્રાહમ આ ભૂમિકા માટે એકદમ યોગ્ય છે.

પહેલીવાર હર્ષવર્ધન સાથે કામ કરશે
શેખર કપૂરની ગણતરી ભારતીય સિનેમાના પ્રખ્યાત દિગ્દર્શકોમાં થાય છે. તેમણે 'મિસ્ટર ઈન્ડિયા', 'બેન્ડિટ ક્વીન','એલિઝાબેથ' અને 'ધ ફોર ફેધર્સ' જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. તેમની ફિલ્મોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી છે. ફિલ્મી વર્કની વાત કરીએ તો, જોન અબ્રાહમ રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મમાં જોવા મળશે. આ પોલીસ અધિકારી રાકેશ મારિયાની બાયોપિક છે, જેમાં જોન એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવશે. વધુમાં, તે 'ફોર્સ 3'નું શૂટિંગ પણ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે હર્ષવર્ધન રાણે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.