કરાંચીઃ આદિત્ય ધરની આ વર્ષની સૌથી સફળ ફિલ્મ 'ધુરંધર-ધી રીવેન્જ' વર્લ્ડવાઈડ બોક્સઓફિસ પર રોકડાની સુનામી લાવી છે, પણ હવે ખાસવાત એ છે કે, ફિલ્મે પાકિસ્તાનમાં પણ દમદાર હિટ મેળવી છે. પાકિસ્તાનમાં પણ આ ભારતીય ફિલ્મ ખૂબ જ સફળ થઈ છે. ડીસેમ્બરમાં આવેલી 'ધુરંધર' બાદ બીજાભાગ 'ધુરંધર-ધી રીવેન્જ' ને પણ પાકિસ્તાનના દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. પાડોશી દેશની સરકારે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતા ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ છવાઈ ચૂકી છે અને પાકિસ્તાનના દર્શકોએ જોઈ છે. આ દાવો ખુદ પાકિસ્તાની નાગરિકો કરી રહ્યા છે.
ફિલ્મને સારી સફળતા મળી
પાકિસ્તાનના કોન્ટેટ ક્રિએટર માવિયા ઉમેર ફારૂકીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં પાછળની બાજુ ટીવી સ્ક્રિન પર નેટફ્લિક્સ જોવા મળી રહ્યું છે. એના પર 'ધુરંધર-ધી રીવેન્જ' સ્પષ્ટ દેખાઈ રહી છે. ક્રિએટરે દાવો કર્યો હતો કે, પાકિસ્તાનમાં આદિત્ય ધરની આ ફિલ્મ રીલિઝ થતા જ સૌથી મોટી હિટ પ્રાપ્ત કરી ગઈ હતી.પાકિસ્તાનમાં 'ધુરંધર' પણ ખૂબ સારી ચાલી હતી અને ટ્રેન્ડ કરી રહી હતી.પાકિસ્તાની નાગરિકો કહી રહ્યા હતા કે, આ એક ખોટી ફિલ્મ છે. છેલ્લીવાર પાકિસ્તાનમાં કોઈ ફિલ્મને લઈને આટલો ક્રેઝ અને હાઈપ સ્ક્વિડ ગેમ્સને લઈને જોવા મળ્યો હતો. રિપોર્ટમાંથી એવું જાણવા મળ્યું છે કે, શનિવારે 24 કલાક પૂરા થતા 200 મિલિયન પાકિસ્તાની નાગરિકોએ આ ફિલ્મ જોઈ છે.
હોટસ્ટાર પર આવશે પ્રીમિયર
કોન્ટેટ ક્રિએટરે કહ્યું કે, આપણે સૌ જાણીએ છીએ કે, રણવીરસિંહનું પાત્ર ખોટું છે પણ આદિત્ય ધરે જે રીતે એને રજૂ કર્યું છે. એ જોઈને માની ગયા કે, ભાઈ રણવીરસિંહ પાકિસ્તાન આવ્યા હતા. હવે હું એ દિવસની રાહ જોઈ રહ્યો છું કે આ ફિલ્મ પહેલા ક્રમેથી ક્યારે દૂર થાય છે? ફારૂકીએ આ પહેલા પણ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં દાવો કર્યો હતો કે, પાકિસ્તાનમાં 'ધુરંધર-ધી રીવેન્જ' ફિલ્મથી નેટફ્લિક્સનું સર્વર ક્રેશ થઈ ગયું હતું. ફિલ્મ સ્ટ્રિમ થતાની સાથે જ 12 વાગ્યે લોકો જોવા બેસી ગયા હતા.એક સાથે મોટી સંખ્યામાં લોકોએ ફિલ્મ પ્લે કરી દેતા નેટફ્લિક્સનું સર્વર ક્રેશ થઈ ગયું હતું.માત્ર પાકિસ્તાન જ નહીં અખાતી દેશમાં પણ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકાયો છે. છતાં વર્લ્ડવાઈડ ગ્રોસ ક્લેક્શન 3000 કરોડ રૂપિયા થઈ ગયું છે. 4 જૂનના રોજ હવે આ ફિલ્મનું જીયોહોટસ્ટાર પર પ્રીમિયર આવશે.