અમદાવાદઃ સ્પા કે કૂટણખાનામાં યુવતી સાથે રંગરેલીયા મનાવતા પકડાઓ તો પોલીસ કેસ થાય કે નહીં તે અંગે હાઈ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ-ચાર્જશીટ રદ કરતાં કોર્ટે કહ્યું, સ્પા કે કૂટણખાનામાં પકડાયેલા ગ્રાહક સામે કેસ કરી શકાય નહીં.
શું છે મામલો
ઓલપાડ પોલીસે 20 ડિસેમ્બર 2025ના રોજ એક કૂટણખાના પર દરોડો પાડ્યો હતો. જેમાં એક વ્યક્તિને ગ્રાહક તરીકે દર્શાવીને તેની અટકાયત કરાઈ હતી. અરજદારના એડવોકેટે વિવિધ ચુકાદાઓ ટાંકીને દલીલ કરી હતી કે, ગ્રાહક સેવા લેનાર વ્યક્તિ છે. તે વેશ્યાવૃત્તિ કરાવનાર કે દલાલ નથી, તેથી તેની સામે આ કલમો હેઠળ કેસ ચલાવવો કાયદાકીય રીતે ગેરકાયદે છે. કૂટણખાનામાં ગ્રાહક તરીકે હાજર રહેનાર વ્યક્તિ માનવ તસ્કરીની કે અન્ય કાયદાની કલમો હેઠળ કોઈ ગુનો બનતો નથી.
હાઈ કોર્ટે કહ્યું કે, ઈમ્મોરલ ટ્રાફિલિંગ એક્ટ અને ભારતીય -ન્યાય સંહિતા હેઠળની તસ્કરીની કલમો ગ્રાહક સામે લાગુ કરી શકાય નહીં. કોર્ટે સુરતના ઓલપાડ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ, ચાર્જશીટ અને -નીચલી કોર્ટની તમામ કાર્યવાહી રદ કરવાનો આદેશ આપ્યો હતો.
આ ઉપરાંત હાઈ કોર્ટે કાયદાકીય જોગવાઈઓ અંગે સ્પષ્ટતા કરતા નોંધ્યું હતું કે સ્પા કે કૂટણખાનામાં પકડાયેલો ગ્રાહક માત્ર સેવા લેવા નાણાં ચૂકવે છે. તે વેશ્યાવૃત્તિ કરાવનાર, પિમ્પ કે દલાલ નથી. તેની સામે કૂટણખાનું ચલાવવાનો ગુનો બનતો નથી.