Fri Sep 04 2026

Logo

અમદાવાદના આ પોશ વિસ્તારોમાં રેડીમેડ ગાર્મેન્ટ્સના શોરૂમ પર SGST ત્રાટક્યું

2026-09-02 08:52:46
Author: Mayur Patel
અમદાવાદના આ પોશ વિસ્તારોમાં રેડીમેડ ગાર્મેન્ટ્સના શોરૂમ પર SGST ત્રાટક્યું

Gemini AI generated image


અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારોમાં રેડીમેડ ગાર્મેન્ટ્સના શોરૂમ પર SGST વિભાગની સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવાવાડજ, નારણપુરા, મેમનગર-ગુરુકુલ, વસ્ત્રાપુર-બોડકદેવ અને સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ શહેરમાં રેડીમેડ ગાર્મેન્ટ્સના વ્યવસાય સાથે સંકળાયેલા કરદાતાઓ સામે રાજ્ય GST વિભાગ દ્વારા સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના નવાવાડજ, નારણપુરા, મેમનગર-ગુરુકુલ, વસ્ત્રાપુર-બોડકદેવ અને સેટેલાઇટ સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા રેડીમેડ ગાર્મેન્ટ્સના શોરૂમને તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે. 

SGST વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા શોરૂમ ખાતે પહોંચી દસ્તાવેજો, હિસાબી ચોપડા અને વ્યવસાય સંબંધિત વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. કરચોરી અથવા GST નિયમોના ભંગ અંગે કોઈ ગેરરીતિ મળી આવે છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. હાલ સર્ચની કાર્યવાહી ચાલુ હોવાથી વિભાગ તરફથી સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.