ગ્લોબલ માર્કેટની અસરથી બુધવારે ભારતીય શેર બજારમા મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલ 96 ડોલરની સપાટીએ પહોંચ્યું છે. યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો અને યુએસ-ઇરાન તણાવથી માર્કેટ ક્રેશ થયું છે. એશિયન બજારોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો અને વોલસ્ટ્રીટમા નરમાઇથી માર્કેટમાં દબાણ હજુ વધી શકે છે.
નિફ્ટી ટોપ લૂઝર્સ
નિફ્ટી ટોપ લૂઝર્સની વાત કરીએ તો આઇશર મોટર્સ, શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ટગ્લોબ એવિએશન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગ્રાસિમ, ઓલા ઇલેક્ટ્રિક, સ્વિગી, ફિનોલેક્સ કેબલ્સ, સોના બીએલડબ્લ્યુ, ક્રિસિલ, હીરો મોટો કોર્પ, આઇટી હોટલ્સ, બોશ, ગોદરેજ પ્રોપર્ટીઝ ટોપ લૂઝર્સ શેરોમાં સામેલ છે.
નિફ્ટી ટોપ ગેઇનર્સ
નિફ્ટી ટોપ ગેઇનર્સ પર નજર કરીએ તો કોલ ઇન્ડિયા, ઓએનજીસી, સન ફાર્મા, અદાણી પોર્ટ્સ, ટોરેન્ટ પાવર, સાઇ લાઇફ સાયન્સ, NMDC સ્ટીલ, શિપિંગ કોર્પોરેશન, પોલી મેડિક્યોર, ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ, મીશો, ટાટા પાવરના શેરો ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યા છે.
ગ્લોબલ માર્કેટ્સ
ગ્લોબલ માર્કેટ પર નજર કરીએ તો ડાઉજોન્સ અને નાસ્ડેક રેડ ઝોનમાં છે. ગિફ્ટ નિફ્ટી પણ લાલ નિશાનમાં છે. આ ઉપરાંત, નિક્કેઇ, હેંગસેંગ, તાઇવાન એક ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યા છે. કોસ્પીમાં 3 ટકાથી વધુનો ઘટાડો છે. સેટ કોમ્પોઝિટ, જકાર્તા, શાંઘાઇ લાલ નિશાનમાં વેચવાલી દર્શાવી રહ્યા છે.