NEET 2026 પેપર લીક બાદ સીબીઆઇ દ્વારા કેસની તપાસ બાદ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર પણ એક્શન આવી છે. તેમજ અનેક વહીવટી ફેરફારો પણ કર્યા છે. જેમાં એનટીએ દ્વારા બે નવા જોઈન્ટ ડિરેક્ટર અને બે જોઈન્ટ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી છે.
આકાશ જૈનને એનટીએમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા
ભારતીય મહેસૂલ સેવાના અધિકારી આકાશ જૈનને એનટીએમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ આદિત્ય રાજેન્દ્ર ભોજગડિયાને જોઈન્ટ ડિરેક્ટરની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ ઉપરાંત અનુજા પબત અને રુચિતા વિજને જોઈન્ટ સેક્રેટરીના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બાબત અંગે કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT)દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
NTA ની પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતાનો પ્રયાસ
આ નિમણૂકોને NTA ની પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને સુધારેલા વહીવટને સુનિશ્ચિત કરવાના વ્યાપક પ્રયાસના ભાગ રૂપે જોવામાં આવી રહી છે. NEET-UG 2026 પરીક્ષા જે મૂળ 3 મેના રોજ લેવામાં આવી હતી. જે પેપર લીકના આરોપોને પગલે રદ કરવામાં આવી હતી. આ પરીક્ષાઓ હવે 21 જૂનના રોજ ફરીથી યોજાવાની છે. હાલમાં આ મામલાની CBI તપાસ ચાલી રહી છે.
સીબીઆઇએ આ કેસમાં બીજા માસ્ટર માઇન્ડની ધરપકડ કરી
NEET 2026 પેપર લીક કેસમાં સીબીઆઇની કાર્યવાહી સતત ચાલુ છે. જેમાં સીબીઆઇએ આ કેસમાં બીજા માસ્ટર માઇન્ડની ધરપકડ કરી છે. સીબીઆઇએ પૂણેની શિક્ષિકા મનીષા ગુરુનાથ મંધારેની દિલ્હીથી ધરપકડ કરી છે. જેની એનટીએ દ્વારા પરીક્ષાના નિષ્ણાત તરીકે નિમણૂક કરી હતી. આ ઉપરાંત મનીષા પાસે બોટની અને જુઓલોજીના પેપરના એક્સેસ હતા. પી.વી. કુલકર્ણી બાદ આ બીજી મોટી ધરપકડ છે.