દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
હરિદ્વારમાં કાવડ યાત્રા માટે તૈયારીઓ પૂર્ણ, સાયબર કમાન્ડો તૈનાત
હરિદ્વારમાં યોજાનારી કાવડ યાત્રા માટે તમામ વિભાગો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં અધિકારીઓને ક્ષેત્રવાર તૈનાત કરવામાં આવ્યા છે અને જો કોઈ સમસ્યા ઉભી થાય તો તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે. તેમજ સોશિયલ મીડિયા પર સતત નજર રાખવા માટે સાયબર કમાન્ડો પણ તૈનાત કરવામાં આવ્યા છે.
બિહારના સીવાનમાં પોલીસ કર્મીના AK-47 ફાયરિંગ અંગે સ્પષ્ટતા, જીવ બચાવવા કર્યું હતું ફાયરિંગ
બિહારના સીવાનમાં 25 જુલાઇના રોજ પોલીસ કર્મીએ બંધ દરમિયાન AK-47 રાઈફલથી કરેલા ફાયરિંગ અંગે ખુલાસો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે પોલીસે સ્પષ્ટતા કરી છે કે પોલીસકર્મીએ બંધ સમર્થકોથી જીવ બચાવવા અને જાહેર સંપત્તિના રક્ષણ બેરલ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
કોકરોચ જનતા પાર્ટીની ચેતવણી, એફઆઇઆર રદ કરો નહિ તો આંદોલન
કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. પાર્ટીએ કહ્યું છે કે એફઆઈઆર પરત ખેંચવાની બાંહેધરી આપ્યા બાદ પણ વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ જો આ કાર્યવાહી અને નોંધાયેલી એફઆઈઆર રદ કરવામાં નહિ આવે તો દેશમાં ફરી એકવાર આંદોલન શરૂ કરાશે.
સંસદમાં એન્ટી પેપર બિલ પર ચર્ચામાં વિપક્ષ પણ સામેલ થશે
સંસદમાં ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા સતત હંગામો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ દરમિયાન વિપક્ષી દળો એન્ટી પેપર બિલ પર ચર્ચા માટે સહમત થયા છે. જેમાં સ્પીકર ઓમ બિરલાની પહેલ બાદ મુખ્ય રાજકીય પક્ષો ગૃહમાં એન્ટી પેપર બિલ પર ચર્ચામાં સામેલ થશે.
પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રતિક્રિયા, કહ્યું સ્ટ્રીટ ફાઇટર છું એસીમાં બેસનારો કાર્યકર્તા
નીટ પેપર લીક બાદ કોકરોચ જનતા પાર્ટીએ કરેલી સંસદ માર્ચ અને તેની બાદ થયેલી હિંસાના પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેની બાદ આજે પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસ નેતા જયરામ રમેશને જણાવ્યું છે કે હું એક સ્ટ્રીટ ફાઇટર છું એસીમાં બેસનારો કાર્યકર્તા નથી.
કોકરોચ જનતા પાર્ટી બાદ હવે E20 જનતા પાર્ટીએ સંસદ માર્ચની જાહેરાત કરી
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે દેશના પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવામાં આવી રહ્યું છે. જોકે, આની વિરુદ્ધ દેશના E20 જનતા પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. ત્યારે હવે તેની સરખામણી કોકરોચ જનતા પાર્ટી સાથે કરવામાં આવી રહી છે. આ પાર્ટીએ પણ હવે સંસદ માર્ચની જાહેરાત કરી છે.
વહેલી સવારથી અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને થલતેજ અને સાયન્સ સીટી વિસ્તારમાં 2 ઇંચથી વધારે વરસાદ થયો છે. આ સાથે ઘાટલોડિયા, ચાંદલોડિયા, બોડકદેવ, મેમનગર અને વસ્ત્રાપુરમાં એક ઇંચ વરસાદ થયો છે. જ્યારે નવરંગપુરા, ન્યુ રાણીપ, આશ્રમરોડ, રાણીપ, દુધેશ્વર, મેમકો, ઘુમા, સરખેજ, જોધપુર અને બોપલ સહિતના વિસ્તારોમાં 0.5 ઇંચ વરસાદ થયો છે. હજી પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.