નવી દિલ્હીઃ નેપાળ પછી ભારતમાં 'જેન-ઝી'ની ચર્ચા વધી છે. દેશ પ્રત્યેના પ્રેમ અંગે 'જેન-ઝી' લોકોમાં ભારોભાર ભાવ ભરેલો છે, પરંતુ તાજેતરમાં એક વીડિયો દેશના સોશિયલ મીડિયાને હલાવી નાખ્યું છે. વાયરલ વીડિયો કાશ્મીરના લદ્દાખ પ્રાંતમાં પહોંચેલા એક જૂથનો છે, જેમાં એક યુવતી જોરજોરથી બોલીને લોકોને ધમકાવી રહી છે.
જોકે, સોશિયલ મીડિયા પર એક યુવતીનો વીડિયો વાયુવેગે વાયરલ થયો છે. આ વીડિયોમાં તે સુરક્ષાકર્મી સાથે દલીલ કરી રહી છે. આ વીડિયો કાશ્મીરનો હોવાનો દાવો કરવામાં આવે છે. સુરક્ષાકર્મીઓએ રસ્તો બંધ કરતા યુવતી ગુસ્સે થઈ ગઈ હતી. એવું પણ જાણવા મળ્યું છે હતું કે ટ્રાવેલ રિસ્ટ્રિક્શન હોવાના કારણે મહિલા સહિત અનેક પ્રવાસીઓ કલાકો સુધી આ જગ્યા પર ફસાયેલા રહ્યા હતા. આશરે 5 કલાક બાદ મહિલાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.
યુવતીએ વીડિયો ઉતારીને નારાજગી વ્યક્ત કરી
આ વીડિયો પર ઘણીબધી પ્રતિક્રિયા આવી રહી છે. જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાએ પણ આના પર પ્રતિક્રિયા આપી છે. તપાસ કરતા એ વાત જાણવા મળી હતી કે, આ વીડિયો કાશ્મીરનો છે જ નહીં. લદ્દાખના મિનીમાર્ગ ચેકપોસ્ટ પાસેનો છે. આ વીડિયો જુલાઈ મહિનાનો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં યુવતી નારાજગી વ્યક્ત કરે છે. ફોનમાંથી વીડિયો રેકોર્ડ કરતી વખતે તે કહે છે કે, અમે GEN-Z છીએ અને કોઈની પણ બકવાસ સહન નહીં કરીએ. વીડિયોમાં ત્યાં રહેલા અન્ય પ્રવાસીઓ પણ પોતાની વાત મૂકીને સમર્થન કરવા માટે અપીલ કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર લદ્દાખના દ્રાસ પાસે મિનિમાર્ગ ચેકપોસ્ટ છે. જ્યાં ટ્રાવેલ રિસ્ટ્રિક્શનના કારણે પ્રવાસીઓને ઘણા લાંબા સમય સુધી રોકી રાખવામાં આવ્યા હતા.
મિનિમાર્ગ ચેકપોસ્ટ જોજીલા પાસથી નજીકનો છે પણ આ વિસ્તારને ખૂબ સંવેદનશીલ માનવામાં આવે છે. આ વિસ્તારમાં સુરક્ષા, હવામાન તથા ઑપરેશનલ જરૂરિયાત અંતર્ગત અનેકવાર ટ્રાફિકને રોકી રાખવામાં આવે છે.
ઓમર અબ્દુલ્લાની ટ્વિટ વાયરલ
આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. અનેક યુઝર્સનું એવું પણ કહેવું છે કે, યુવતી પરેશાન થઈ એટલે ગુસ્સે થઈ ગઈ હતી. પણ GEN Z કહીને આવી રીતે વાતચીત કરવી એ પણ યોગ્ય નથી. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરતા લખ્યું કે,, આ GEN-Z બાબતે હવે નવા દાવા સાથે 'તમે જાણતા નથી કે મારો બાપ કોણ છે' એવું થઈ ગયું છે.
આ વર્ગને જે રીતે લોકોની સહાનભૂતિ મળી રહી છે એને ખતમ કરવા માટેનો સૌથી સરળ રસ્તો એ છે કે, નાનકડી અમથી વાત પર એમને ધમકીરૂપે ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. ઓમર અબ્દુલ્લાની પોસ્ટનો જવાબ આપતા, એક યુઝરે લખ્યું છે કે 'GEN Z' શબ્દ ચોક્કસ વર્ષ પછી જન્મેલા લોકો માટે વપરાતો છે. તે કોઈ વિચારધારા નથી. એવું લાગે છે કે આ મહિલા માને છે કે આ શબ્દ, જેણે રાજકીય દાવો કર્યો છે. તેનો ઉપયોગ તેની બકવાસને ન્યાયી ઠેરવવા માટે થઈ શકે છે.
ખોટા દાવા સાથે વીડિયો ફરે છે
કાઉન્ટર ડિસઇન્ફર્મેશન સેન્ટરે વાયરલ વીડિયો સાથે ફરતા દાવાને ખોટો અને બનાવટી ગણાવ્યો હતો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ભારતીય સેનાએ કાશ્મીરથી લદ્દાખ જવાનો રસ્તો બંધ કરી દીધો હતો, કારણ કે ચીને આ વિસ્તાર પર કબજો કર્યો હતો. કેન્દ્રના જણાવ્યા અનુસાર, "GEN Z મહિલા" સુરક્ષા કર્મચારીઓ સાથે દલીલ કરતી દર્શાવતો એક વીડિયો આ ખોટા દાવા સાથે જોડાઈને ફેલાવવામાં આવી રહ્યો છે.