દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
કુલદીપને ડ્રૉપ નથી કર્યો, તાવ છે એટલે નથી રમ્યો
ભારતના ટીમ મૅનેજમેન્ટે શ્રીલંકા સામે રવિવારે શરૂ થયેલી છેલ્લી ટેસ્ટ માટેની ટીમમાંથી સ્પિનર કુલદીપ યાદવને પડતો મૂકીને નવા સ્પિનર સારાંશ જૈનને ટીમમાં સમાવ્યો છે એવા અહેવાલને ટીમના બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે રવિવારે નકારી કાઢ્યો હતો અને ખુલાસો કર્યો કે `કુલદીપને બીજી ટેસ્ટના સ્થળ ગૉલમાં જ તાવ આવ્યો હતો અને એ કારણસર તેને કોલંબોની ટેસ્ટમાં નથી રમાડ્યો. તે રમવા માટે ફિટ જ ન હોય તો શા માટે રમાડીએ. તેને તાવ છે એ છુપાવવાની કોઈ જરૂર નથી.' જોકે આ સ્પષ્ટતા પહેલાં બોલિંગ-કોચ સાઇરાજ બહુતુલેએ મીડિયાને કહ્યું હતું કે `મુસાફરીને લીધે થાકી જવાથી કુલદીપે પ્રૅક્ટિસમાં ભાગ નહોતો લીધો.'

બાંગ્લાદેશમાં હિંદુ પરિવારના ચાર સભ્યોની હત્યા, બે લોકોની ધરપકડ
બાંગ્લાદેશમાં હિંદુ પરિવારના ચાર સભ્યોની હત્યા કેસમાં પોલીસે નવો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે ચાર સભ્યોની હત્યા કરવામાં આવી છે. તેમજ આ કેસમાં પકડાયેલા બે આરોપીએ કબૂલ્યું છે તે હત્યા બાદ તે છ થી સાત કલાક ઘરમાં રહ્યા હતા. તેમજ જમ્યા હતા અને પછી નહાયા પણ હતા.
વૈભવ અને કિશન ફ્લૉપ, પણ ઘરામી-શાહબાઝની સેન્ચુરી
બેંગ્લૂરુમાં રવિવારે શરૂ થયેલી ચાર-દિવસીય દુલીપ ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલમાં ઈસ્ટ ઝોને નોર્થ ઈસ્ટ ઝોન સામે પ્રથમ દાવમાં છ વિકેટે 355 રન બનાવ્યા હતા. કૅપ્ટન ઇશાન કિશન ચાર રન અને વાઇસ-કૅપ્ટન આઠ રન બનાવીને આઉટ થયા હતા, પરંતુ તેમની ટીમના સુદીપ કુમાર ઘરામી (146 રન) અને શાહબાઝ અહમદ (100 નૉટઆઉટ)એ ટીમની આબરૂ સાચવી લીધી હતી. બીજી ક્વૉર્ટરમાં પશ્ચિમ ઝોનના તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેની ચાર-ચાર વિકેટ લીધી એમ છતાં નોર્થ ઝોન 251 રન બનાવી શક્યું હતું. એમાં અંશુલ કમ્બોઝના 60 રન અને આયુષ બદોનીના 51 રન સામેલ હતા.
ઇસ્ટ બેંગાલ બાવીસ વર્ષે ડુરન્ડ કપમાં ચૅમ્પિયન, રેકૉર્ડની બરાબરી કરી
ઈસ્ટ બેંગાલે બાવીસ વર્ષે એશિયાની સૌથી જૂની ડુરન્ડ કપ ફૂટબૉલ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. એ સાથે, એણે 17 વખત આ ટાઇટલ જીતવાના રેકૉર્ડની બરાબરી પણ કરી લીધી છે. ઈસ્ટ બેંગાલે એડમન્ડ લાલરિન્ડિકાના હૅટ-ટ્રિક ગોલની મદદથી મોહન બગાનને 4-1થી હરાવીને આ વિરલ સિદ્ધિ મેળવી હતી. આ પહેલાં, ઈસ્ટ બેંગાલે 2004માં મોહન બગાનને 2-1થી હરાવીને ડુરન્ડ કપનું ટાઇટલ જીતી લીધું હતું.

FSSAI એ ભેળસેળયુક્ત ઘી ની શ્રધ્ધા, શ્રી સરસ અને ગોકુલ બ્રાન્ડના વેચાણ પર રોક લગાવી
દેશમાં ભેળસેળયુકત અને નકલી ખાધ ચીજ વસ્તુઓ પર સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ ફૂડ સેફ્ટી નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ ઘી બનાવતી બે કંપનીઓ સામે કાર્યવાહી કરી છે. જેમાં શ્રધ્ધા, શ્રી સરસ અને ગોકુલ બ્રાન્ડના ઘીના વેચાણ પર રોક લગાવી
કેન્દ્ર સરકારની કાળા બજારીઓ પર લાલ આંખ, ખાંડના ભાવમાં કિલોએ રૂપિયા પાંચ સુધીનો ઘટાડો
દેશમાં અચાનક વધેલા ખાંડના ભાવ વચ્ચે સરકારે કાળા બજારીઓ પણ લગામ કસી છે. સરકારના આ પગલાંના લીધે ખાંડના ભાવમાં પ્રતિ કિલોગ્રામ પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.આ ઉપરાંત કેન્દ્ર સરકારે પુરવઠાને જાળવી રાખવા માટે બ્રાઝિલથી ખાંડ આયાત કરવાનો નિર્ણય લીધો છે.
સારાંશ જૈને ચોગ્ગા સાથે આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી, ભારતના 5/300
કોલંબોમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટના પ્રારંભિક દિવસે ભારતે બૅટિંગ લીધા બાદ રમતના અંત સુધીમાં પાંચ વિકેટે 300 રન બનાવ્યા હતા જેમાં દેવદત્ત પડિક્કલના 117 રન હાઇએસ્ટ હતા. કૅપ્ટન શુભમન ગિલનું 300 રનમાં 50 રનનું, યશસ્વીનું 45 રનનું અને જાડેજાનું 43 રનનું યોગદાન હતું. 33 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય શરૂ કરનાર સારાંશ જૈને બૅટિંગમાં આવ્યા બાદ પોતાના પહેલા જ બૉલમાં ચોગ્ગો ફટકાર્યો હતો. શ્રીલંકન પેસ બોલર અસિથ ફર્નાન્ડોએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

પડિક્કલે શૂન્ય અને એક રન પરના જીવતદાન પછી ફટકારી સેન્ચુરી
દેવદત્ત પડિક્કલ ભારતનો નવો ટેસ્ટ-હીરો છે અને તેણે રવિવારે બૅક-ટુ-બૅક સેન્ચુરી ફટકારી. શ્રીલંકા સામે ગૉલની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં તેણે 167 રન બનાવ્યા બાદ રવિવારે કોલંબોની બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં 100 રન પૂરા કરીને સેલિબ્રેશન કર્યું હતું. તેને શૂન્ય પર અને પછી એક રન પર જીવતદાન મળ્યું હતું જેનો તેણે લાભ લઈને સદી ફટકારી દીધી છે. 74મી ઓવરને અંતે ભારતનો સ્કોર 3/273 હતો જેમાંથી 112 રન પડિક્કલના હતા જે તેણે 186 બૉલમાં 12 ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા. તેની સાથે જાડેજા 32 રન પર રમી રહ્યો હતો.

ટી-ટાઇમ પછી ભારતના 3/249ઃ પડિક્કલ વધુ એક સદીની નજીક
કોલંબોમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારતે ટૉસ જીત્યા બાદ બૅટિંગ લીધી એ નિર્ણય યોગ્ય પુરવાર થઈ રહ્યો છે, કારણકે આખા દિવસમાં 90 ઓવર રમાય એ પહેલાં ટી-ટાઇમ સુધીમાં ભારતે ત્રણ વિકેટે 187 રન બનાવ્યા હતા અને ત્યાર બાદ 69મી ઓવરના અંતે સ્કોર ત્રણ વિકેટે 249 રન હતો. પ્રથમ ટેસ્ટનો હીરો દેવદત્ત પડિક્કલ 91 રન પર રમી રહ્યો હતો અને સતત બીજી સેન્ચુરીની નજીક હતો. તેની સાથે રવીન્દ્ર જાડેજા 29 રને દાવમાં હતો. એ પહેલા કેપ્ટન શુભમન ગિલ (50 રન) હાફ સેન્ચુરી પૂરી કરીને આઉટ થયો હતો.

બાંગ્લાદેશમાં હિંદુ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા, પોલીસે તપાસ શરૂ કરી
બાંગ્લાદેશમાં હિંદુ પરિવારના ચાર સભ્યોની શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવ્યા છે. જેના પગલે અનેક જાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસે ચારેય વ્યક્તિઓના મૃતદેહનો કબજો લઇને સમગ્ર કેસની તપાસ શરૂ કરી છે.
ભારત- ચીન સરહદ વિવાદ વચ્ચે અજીત ડોભાલનો ચીન પ્રવાસ
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ચીનના પ્રવાસે સોમવારે બેઇજિંગ પહોંચશે. તેમજ મંગળવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ભારત-ચીન સરહદ વિવાદ પર વિશેષ પ્રતિનિધિ સ્તરની 25મી વાટાઘાટો યોજાશે.
જાપાનમાં આવ્યો 5.9 ની તીવ્રતાનો ભૂકંપ, 5 લોકો ઘાયલ
જાપાનમાં ૫.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. રાજધાની ટોક્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જાપાનના દક્ષિણમાં આવેલા ઇબારાકીમાં 70 કિલોમીટરની ઊંડાઈએ હતું. જો કે, સુનામી અંગે કોઈ જાહેરાત કે ચેતવણી આપવામાં આવી નથી. ભૂકંપને કારણે ઇબારાકીમાં પાંચ લોકો ઘાયલ થયા છે. ઇબારાકી, ચિબા અને સૈતામામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.