કાઠમંડુ: નેપાળ હાલમાં ઇતિહાસના સૌથી ભયાનક પૂર સંકટનો સામનો કરી રહ્યું છે. ભોટેકોશી નદીમાં પાણીનું સ્તર અચાનક વધી જવાથી રસુવા જિલ્લા સહિતના અનેક વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો છે. આ આફતમાં અત્યાર સુધીમાં ૨૭૦થી વધુ લોકોના મોત થયા છે અને ૮૦૦થી વધુ લોકો ગુમ છે. આ મુશ્કેલ સમયમાં મૂળ નેપાળની અને જાણીતી બોલીવુડ અભિનેત્રી મનીષા કોઈરાલાએ ગંભીર ચિંતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું.
નેપાળ હાલમાં ભયાનક પૂર સંકટનો સામનો કરી રહ્યું છે. અત્યાર સુધીમાં અનેક લોકોના મૃત્યુ અને ગુમ થવાના સમાચાર છે. આ મુશ્કેલીના સમયમાં બોલીવુડની જાણીતી અને મૂળ નેપાળની અભિનેત્રી મનીષા કોઈરાલાએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. કાઠમંડુમાં એક સમિટ દરમિયાન અભિનેત્રી મનીષા કોઇરાલાએ નેપાળમાં આવેલા પૂર સંકટ પર પોતાની ભાવનાઓ શેર કરી હતી. એક ઇન્ટરવ્યૂની વાતચીત દરમિયાન મનીષાએ પૂર અસરગ્રસ્ત લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું હતું અને બધાને મદદ માટે આગળ આવવાની અપીલ કરી હતી.
શું લખ્યું મનીષા કોઈરાલાએ
મનીષાએ કહ્યું હતું કે 'મારો પહેલો વિચાર એ લોકો માટે છે જે પીડિતો છે અને તકલીફમાં છે. તેમના માટે પ્રાર્થના જરૂરી છે. સરહદથી ઉપર, માનવતાના સ્તરે આટલી મોટી માનવીય પીડા જોઈને હૃદય દ્રવી ઉઠે છે.' તેને લખ્યું હતું કે આફત અચાનક આવી અને તેને હચમચાવી નાખનારી હતી. મનીષાએ વર્ષો પહેલા આવેલા ભૂકંપથી આ આફતની તુલના કરતા કહ્યું હતું કે કુદરતનું આવું રૌદ્રરૂપ કદાચ કોઈએ નહીં જોયું હોય. આ દ્રશ્યો, ખબરો અને કહાનીઓ અત્યંત દર્દનાક છે. દરેક લોકોએ પ્રાર્થના કરવી જોઈએ અને મદદ માટે આગળ આવવું જોઈએ.
પૂર વિશે
અભિનેત્રી મનીષા કોઇરાલાનો જન્મ નેપાળમાં થયો હતો. તેના દાદા વિશ્વેશ્વર પ્રસાદ કોઈરાલા નેપાળના વડા પ્રધાન રહી ચુક્યા છે, તેથી તેની માટે આ આફત વ્યક્તિગતરીતે નજીક છે. નેપાળમાં અચાનક આવેલા આ પૂરે ઠેર ઠેર વિનાશ સર્જ્યો છે. ભોટેકોશી નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું હતું. આ પૂર તિબેટની દિશામાંથી આવ્યું તેવું કહેવામાં આવી રહ્યું છે.
રસુવા જિલ્લાના તિમુરે અને આસપાસના સ્યાફ્રૂબેસી વિસ્તારમાં ગામ અને અનેક પ્રોજેક્ટ વહી ગયા હતા. વાહનો, સામાન અને સંપત્તિઓ પાણીમાં ડૂબી ગઈ હતી. લગભગ 270 લોકોના મૃત્યુ થયા છે અને 800થી વધારે લોકો ખોવાયેલા છે.
નેપાળ સેનાએ બચાવ અને રાહતકાર્ય માટે 14 હેલિકૉપ્ટર અને ટીમોને તૈનાત કરી છે. વડા પ્રધાન કાર્યાલય અનુસાર સેના પોલીસ બળ અને નેપાળ પોલીસના જવાનો રસુવા અને આસપાસના વિસ્તારોમાં રાહતકાર્ય યુદ્ધના ધોરણે ચલાવી રહ્યા છે.