નવી દિલ્હી: દેશમાં વર્ષ 2029માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જોકે, આ દરમિયાન એક મીડિયા હાઉસ દ્વારા આજે લોકસભાની ચૂંટણી યોજાય તો લોકોને કોને વડાપ્રધાન તરીકે પસંદ કરશે તે અંગે એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અનેક રસપ્રદ તારણો પ્રકાશમાં આવ્યા છે.
વડાપ્રધાન માટે પસંદગીના ચહેરા તરીકે નરેન્દ્ર મોદી પ્રથમ ક્રમે
આ સર્વેમાં સૌથી મહત્વની બાબત એ છે કે વડાપ્રધાન પદ માટે પસંદગીના ચહેરા તરીકે નરેન્દ્ર મોદી પ્રથમ ક્રમે છે. તેમના પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો નંબર આવે છે. જ્યારે ત્રીજા સ્થાને તમિલનાડુના સીએમ થલાપતિ વિજયનું નામ આવ્યું છે.
રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં સતત વધારો
આ સર્વે મુજબ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે જનતાની ટોચની પસંદગી છે. રાહુલ ગાંધી બીજા સ્થાને છે. તાજેતરના સર્વેક્ષણોમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં સતત વધારો થયો છે. પરંતુ નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદ માટે પસંદગીના ઉમેદવાર તરીકે આગળ છે.
વડાપ્રધાન મોદીની રાષ્ટ્રીય રાજકારણ પર મજબૂત પકડ
સર્વેક્ષણના આંકડા દર્શાવે છે કે વડાપ્રધાન મોદીની રાષ્ટ્રીય રાજકારણ પર મજબૂત પકડ જાળવી રાખે છે. જ્યારે રાહુલ ગાંધીએ પોતાને વિપક્ષના અગ્રણી ચહેરા તરીકે સ્થાપિત કર્યા છે. ત્રીજા સ્થાને તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયને લોકો પસંદ કર્યા છે.
49 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને પહેલી પસંદગી ગણાવ્યા
સર્વેના ડેટા મુજબ, 49 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે પોતાની પહેલી પસંદગી ગણાવ્યા હતા.જેમાં અસરકારક રીતે લગભગ અડધા લોકોએ તેમના માટે સમર્થન વ્યક્ત કર્યું. રાહુલ ગાંધી બીજા ક્રમે રહ્યા, તેમને 27 ટકા લોકો સમર્થન આપ્યું હતું.
સી. જોસેફ વિજય 9 ટકા મતો સાથે ત્રીજા સ્થાને
આ દરમિયાન તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય 9 ટકા મતો સાથે ત્રીજા સ્થાને રહ્યા છે. વડાપ્રધાન પદ માટે તેમનો ત્રીજા સ્થાને દેખાવ રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પીએમ મોદી અને રાહુલ ગાંધી વચ્ચે પસંદગીમાં 22 ટકાનો તફાવત
આંકડાઓ પર નજર કરીએ તો પીએમ મોદી અને રાહુલ ગાંધી વચ્ચે પસંદગીમાં 22 ટકાનો નોંધપાત્ર તફાવત જોવા મળે છે. જ્યારે મોદીને 49 ટકા લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીને 27 ટકા લોકો દ્વારા સમર્થન મળ્યું હતું. તેમજ જોસેફ વિજયને વડાપ્રધાન પદ માટે 9 ટકા લોકોએ પસંદ કર્યા હતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની સાથે થલાપતિ વિજય રાષ્ટ્રીય રાજકારણમાં પણ સ્થાન જમાવી રહ્યા છે.