દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવેદનથી તેમના રાજકીય સંન્યાસની અટકળો તેજ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુર જિલ્લાના કાટોલમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હું છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં સક્રિય છે. હવે હું વધુ કામ કરી શકું તેમ નથી અને નવી પેઢીને તક આપવી જોઈએ.આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં તેમના રાજકીય સંન્યાસની અટકળો તેજ બની છે.
રાજકોટનાં સુપ્રસિદ્ધ લોકમેળા-2026નું નામ જાહેર
રાજકોટનાં સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળા-૨૦૨૬નું નામ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા "વિરાસતથી વિકાસ” નામકરણ કરવામાં આવ્યું છે. આ મેળો આગામી તારીખ 2 થી 6 સપ્ટેમ્બર સુધી યોજાશે, જેમાં લાખોની સંખ્યામાં રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો ભાગ લેશે.
લદ્દાખમાં ગૃહ મંત્રાલયે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો, સીઆરપીએફની 12 કંપની તૈનાત
કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ગૃહ મંત્રાલયે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે. જેમાં લદ્દાખમાં વધુ 12 સીઆરપીએફની કંપની તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થાના અચાનક વધારા અંગે સત્તાવાર રીતે કોઇ માહિતી આપવામાં આવી નથી.
દેશમાં મોબાઈલ સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં આજથી ફેરફાર
દેશમાં કોમ્યુનિકેશનના વધતાં વ્યાપ વચ્ચે મોબાઈલ ફોનનો ઉપયોગ સતત વધી રહ્યો છે. તેમજ મોબાઈલમાં સિમ કાર્ડ મેળવવા માટે ચોક્કસ દસ્તાવેજોની જરૂર પડે છે. જેના થકી સીમ કાર્ડ યુઝર્સની માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત આજ કાલ સિમ કાર્ડના દૂરઉપયોગના કિસ્સા પણ વધી રહ્યા છે. જેના પગલે કેન્દ્ર સરકારે આજથી સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર કર્યા છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં ક્લોરિન ગેસ લીક થયો, 40 લોકોને થઈ અસર
નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં ક્લોરિન ગેસ લીક થવાની ઘટના પ્રકાશમાં આવી છે. ક્લોરિન ગેસ લીક થવાને કારણે ઘણા લોકો બીમાર પડ્યા હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ સમગ્ર ઘટના નાગપુરના ગોધનીનગર પંચાયતમાં બની હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ગેસ લીક થવાના કારણે કુલ 40થી વધારે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર
આજે શ્રાવણ માસનો બીજા સોમવાર છે. સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાત્રે ત્રણ વાગ્યાથી મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા, જ્યારે વહેલી સવારે ચાર વાગ્યાથી દર્શન શરૂ થયા હતા. જય સોમનાથના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
અમરાવતીમાં હોસ્પિટલના બાળકોના વોર્ડમાં લાગી આગ, 3 નવજાત શિશુઓના મોત
મહારાષ્ટ્રના અમરાવતીમાં આજે સવારે મહિલા હોસ્પિટલના નવજાત શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગવાથી ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ. આગમાં દાઝી જવાથી ત્રણ નવજાત શિશુઓના મોત થયાનું પ્રકાશમાં આવ્યું છે. સવારે 3:30 વાગ્યે વેન્ટિલેટરમાં અચાનક વિસ્ફોટ થવાથી આગ લાગી હતી. વોર્ડમાં 39 નવજાત શિશુઓ હતા, જેમાંથી 36 ને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણના મોત થયા હતા.