દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ઇન્ડોનેશિયામાં આવ્યો 5.9ની તીવ્રતાઓનો ભૂકંપ
ઇન્ડોનેશિયાના ફ્લોરેસ ક્ષેત્રમાં 5.9ની તીવ્રતાઓનો ભૂકંપ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિમી નીચે જમીનમાં નોંધાયું છે. આ પહેલા ફ્લોરેસમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે અનેક લોકોના મોત થયાં હતાં. તે પછી ફરી અહીં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
કેન્યામાં સફારી હેલિકોપ્ટર ક્રેશ થતા 7 લોકોના દર્દનાક મોત
નૈરોબીઃ આફ્રિકી દેશ કેન્યાથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કેન્યાના પ્રખ્યાત સામ્બુરુ કાઉન્ટી વિસ્તારમાં એક સફારી હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ભયાનક અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 7 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. મૃતકોમાં ઈક્વાડોરની ગુપ્તચર એજન્સીના વડા મિશેલ સેન્સી-કોન્ટુગી, તેમની પત્ની પણ સામેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
