ઢાકા: બાંગ્લાદેશના રંગપુરમાં હિંદુ પરિવારના ચાર સભ્યોની હત્યા કેસમાં પોલીસે નવો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે ચાર સભ્યોની હત્યા કરવામાં આવી છે. તેમજ આ કેસમાં પકડાયેલા બે આરોપીએ કબૂલ્યું છે તે હત્યા બાદ તે છ થી સાત કલાક ઘરમાં રહ્યા હતા. તેમજ જમ્યા હતા અને પછી નહાયા પણ હતા.
હત્યા કેસમાં બે પિતરાઈ ભાઈઓની અટકાયત
પોલીસના જણાવ્યા અનુસાર આ બંને આરોપીઓએ પૂછપરછ દરમિયાન હત્યાની કબૂલાત કરી છે. તેમણે મૃતકોમાં નિવૃત્ત શાળા શિક્ષક ગણપતિ ચક્રવર્તી, તેમની પત્ની પ્રીતિલતા ચક્રવર્તી, તેમની પુત્રી અગામી ચક્રવર્તી અને તેમનો 12 વર્ષનો પુત્ર પ્રિયમ ચક્રવર્તીનો સમાવેશ થાય છે. પોલીસે આ કેસ સંદર્ભમાં બે પિતરાઈ ભાઈઓ મુગ્ધો અને સિદ્ધાર્થની અટકાયત કરી છે.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે બંને આરોપીઓ બાજુના મકાનમાંથી ગણપતિ ચક્રવર્તીના ઘરની છત પર પહોંચ્યા હતા. ત્યાં તેઓ 'યાબા' નામના માદક પદાર્થનું સેવન કરી રહ્યા હતા.
ગમછાથી ગળું દબાવી દીધું હતું
તેમજ ધાબા પર અવાજ સાંભળીને ગણપતિ બંને વ્યક્તિઓની પૂછપરછ કરવા માટે ઉપર ગયા હતા. તેમજ ગણપતિ તેમને ઓળખી લેશે તે ડરથી આરોપીઓએ પોતાના ગળામાં પહેરેલા ગમછાથી તેનું ગળું દબાવી દીધું હતું.
ગણપતિની પુત્રી અને પુત્રની હત્યા કરી
જ્યારે ઝપાઝપીનો અવાજ સાંભળીને ગણપતિની પત્ની, પ્રીતિલતા ઉપરના માળે દોડી ગઈ હતી. જ્યારે આરોપીએ ગમછાની મદદથી સીડી પર તેનું પણ ગળું દબાવી દીધું છે. ત્યારબાદ ગણપતિની પુત્રી આગમી અને તેમના 12 વર્ષના પુત્ર પ્રિયમની પણ હત્યા કરી હતી.
દુશ્મનાવટ કે વિવાદના કોઈ પુરાવા નથી મળ્યા
પોલીસને શંકા છે કે પ્રિયમ, આરોપીઓમાંથી એકના નાના ભાઈ, અપૂર્વ સાથે મિત્ર હતો અને આરોપીને ડર હતો કે છોકરો તેમને ઓળખી લેશે. પોલીસને પરિવાર અને અન્ય કોઈ સાથે દુશ્મનાવટ કે વિવાદના કોઈ પુરાવા મળ્યા નથી.