અમદાવાદ એરપોર્ટ પરથી એક મહિલા ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરની આ મહિલા ડોક્ટરની સ્મગલિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્વાભાવિક છે કે, કસ્ટમ્સ વિભાગ દ્વારા દાણચોરીના અવનવા પેંતરાનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે. વિદેશમાંથી સોનાની ગેરકાયદે દાણચોરી કરવાના કેસમાં કસ્ટમ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ભાવનગરની મહિલા ડોક્ટરની પણ સોનાની દાણચારીમાં અટકાયત કરવામાં આવી છે. ચાલો વિગતે જોઈએ શું છે સમગ્ર મામલો?
કસ્ટમ્સ વિભાગે 499.540 ગ્રામ જપ્ત કર્યું
વિગતે વાત કરવામાં આવો તે, ભાવનગરની 31 વર્ષીય મહિલા ડોક્ટર શારજાહથી ફ્લાઈટમાં અમદાવાદ આવી હતી. આ દરમિયાન કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટને આ મહિલા પર શંકા જતા તેની તપાસ કરવામાં આવી બહતી. તપાસ દરમિયાન મહિલાના હાઈ-નેક સ્વેટરમાંથી 24 કરેટે શુદ્ધ સોનાની ચેન મળી આવી હતી. આ સોનાની ચેઈનનું વજન 499.540 ગ્રામ થયું છે. આ સોનું 24 કેરેટ શુદ્ધ હોવાથી તેની બજાર કિંમત 83,14,843 રૂપિયા થાય છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા આ સોનું જપ્ત કરી લેવામાં આવ્યું અને મહિલા સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ભાવનગરના 31 વર્ષીય મહિલા ડોક્ટરની ધરપકડ
આ કેસમાં મહિલા ડોક્ટર સામે સોનાની દાણચોરી કરવા બદલ ‘કસ્ટમ્સ એક્ટ, 1962’ની કલમો હેઠલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગની પુછપરછમાં જાણવા મળ્યું કે, આ મહિલા ભાવનગરના રહેવાસી છે. 31 વર્ષીય મહિલા ડોક્ટર છે. આ મહિલાએ સોનું કોની પાસે લાવ્યું અને અમદાવાદ કોને આપવાનું હતું? તે દિશામાં કસ્ટમ્સ વિભાગ દ્વારા આગળની તપાસ અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.