દ્વારકાઃ દ્વારકામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રાણેશ્વર ફાટક પાછળના વિસ્તારમાં આ ઘટના બની છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 29 વર્ષીય કિશોરભાઈ રાઠોડ અહીંથી પસાર થઈ રહ્યાં હતા. ત્રણ દિવસ પહેલા કિશોરભાઈ રાઠોડ અહીં 60 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયાં હતાં. 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યાં બાદ પણ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી નાખવામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સમયસરની કામગીરીથી કૂવામાં ફસાયેલા યુવકનો જીવ બચી
કિશોરભાઈ કૂવામાં પડ્યા તેની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સત્વરે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફારય રેસ્કયૂ વિભાગ દ્વારા કિશોરભાઈને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યાં હતાં. ફાયર ટીમના જવાનોએ કૂવામાં ઉતરી યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યાં હતા. ફાયર રેસ્ક્યૂ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીના ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યાં છે.
કૂવામાં પડ્યાના ત્રણ દિવસ બાદ યુવકનું રેક્સ્યૂ કરવામાં આવ્યું
આ સમગ્ર ઘટના અંગે વાત કરતા કિશોરભાઈ રાઠોડે જણાવ્યું કે, તેઓ થોડી દિવસ પહેલા 60 ફૂટ કૂવામાં પડી ગયાં હતાં. કૂવામાં પડ્યાના ત્રણ દિવસ બાદ એટલે કે આજે તેમને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યાં હતાં. ફાયર ટીમની સમયસરની કામગીરીથી કૂવામાં ફસાયેલા યુવકનો જીવ બચી ગયો હતો. જેથી આ મામલે કોઈ પણ ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી. કૂવામાંથી બહાર કાઢ્યાં બાદ ફાયર વિભાગની ટીમે યુવકને જામનગર જવા માટેના ભાડાના તેમજ જમવા માટેના પૈસા પણ આપ્યા હતા.