Tue Aug 18 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:18 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-08-18 08:26:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-08-18 17:37:59

માનવે બીજી વિકેટ લીધી, ભારત મોટા વિજયની દિશામાં

ગૉલમાં ભારત સામે શ્રીલંકાની ટીમ બીજા દાવમાં 372 રનના લક્ષ્યાંક સામે માનસિક દબાણનો શિકાર થઈ રહી છે, કારણકે તેમણે 50 રન પણ નહોતા કર્યા ત્યાં ચાર વિકેટ પડી ચૂકી હતી. ભારત મોટા માર્જિનથી જીતી શકે. ચારમાંથી બે વિકેટ સ્પિનર માનવ સુથારે તેમ જ એક-એક વિકેટ સિરાજ અને ક્રિષ્નાએ મેળવી હતી. ઓપનર લાહિરુ ઉડારાએ 57 બૉલ રમીને 16 રનની ઇનિંગ્સ માંડ ડેવલપ કરી હતી ત્યાં પોતાના 58મા બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. માનવ સુથારના બૉલમાં લાહિરુએ શૉટ માર્યો એમાં બૉલ ગલીના સ્થાન તરફ ગયો હતો અને ધ્રુવ જુરેલે ખૂબ નીચો કૅચ ઝીલ્યો હતો. તેણે ઘાસથી ગણતરીના સેન્ટિમીટર ઉપર બૉલ ઝીલી લીધો હતો. થર્ડ અમ્પાયરની મદદ લેવામાં આવી હતી જેમણે લાહિરુને આઉટ જાહેર કર્યો હતો.

 

2026-08-18 17:05:20

શ્રીલંકાએ 372ના લક્ષ્યાંક સામે 21 રનમાં ત્રણ વિકેટ ગુમાવી

મેઘરાજા વિઘ્નો ઊભા ન કરે તો ગૉલમાં સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતનો વિજય લગભગ નિશ્ચિત છે, કારણકે શ્રીલંકાએ ચોથા દિવસે 372 રનના તોતિંગ લક્ષ્યાંક સામે ફક્ત 21 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. સિરાજ, ક્રિષ્ના અને માનવ સુથારે એક-એક વિકેટ લીધી હતી. નિશાન ફર્નાન્ડો, પાસિન્દુ સૂર્યાબંદારા અને કામિન્ડુ મેન્ડિસ પૅવિલિયન ભેગા થઈ ગયા હતા. 16મી ઓવરને અંતે શ્રીલંકાનો સ્કોર 3/34 હતો. ભારતનો બીજો દાવ ઋષભ પંતની 66 રનની યાદગાર ઇનિંગ્સ બાદ 193 રનના સ્કોર પર પૂરો થયો હતો.

2026-08-18 14:52:15

ભારતે શ્રીલંકાને આપ્યો આટલા રનનો ટાર્ગેટ

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 193 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતને પ્રથમ ઈનિંગમાં 178 રનની લીડ મળી હતી. શ્રીલંકાને જીતવા ભારતે 372 રનનો ટાર્ગેટ આપ્યો છે. બીજી ઈનિંગમાં ભારત તરફથી પંતે સર્વાધિક 66 રન બનાવ્યા હતા. પડિક્કલે 44 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી ફર્નાન્ડોએ 31 રનમાં 4 વિકેટ લીધી હતી. જયસૂર્યાએ 43 રનમાં 3 વિકેટ ઝડપી હતી.

2026-08-18 13:39:31

પંતે ફિફ્ટી ફટકારી, ભારતની કુલ લીડ 337 પર પહોંચી

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં  ભારતે બીજી ઈનિંગમાં ભારતે 5 વિકેટના નુકસાન પર 159 રન બનાવી લીધા છે. પંત 53 અને જાડેજા 5 રને રમી રહ્યા છે. ભારતની કુલ લીડ 337 રન પર પહોંચી છે.

2026-08-18 12:26:00

સુરતમાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત

સુરતના વરાછામાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું જમ્યા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઇઝનિંગની ગંભીર અસર થઈ હતી. જેમાં 5 વર્ષની દીકરીનું મોત થયું છે. જ્યારે માતા-પિતા અને બે દીકરી ગંભીર છે.

2026-08-18 11:00:10

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 74 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં સિઝનનો સરેરાશ 74.80 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 102.47 ટકા જયારે કચ્છમાં સૌથી ઓછો 29.25 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 56.22 ટકા, પૂર્વ મધ્યમાં 74.41 ટકા તથા સૌરાષ્ટ્રમાં 55.91 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

2026-08-18 10:59:54

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 74 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં સિઝનનો સરેરાશ 74.80 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 102.47 ટકા જયારે કચ્છમાં સૌથી ઓછો 29.25 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 56.22 ટકા, પૂર્વ મધ્યમાં 74.41 ટકા તથા સૌરાષ્ટ્રમાં 55.91 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

2026-08-18 10:35:19

શ્રીલંકા સામે ભારતની લીડ 200 રનને પાર

શ્રીલંકા સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ભારતની લીડ 200 રનને પાર થઈ ગઈ છે. યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાવી શક્યો નહોતો.  હાલ ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 35 રન છે. કેએલ રાહુલ 14 અને પડિક્કલ 18 રને રમતમાં છે. પ્રથમ ઈનિંગમાં ભારતને 178 રનની સરસાઈ મળી હતી.

2026-08-18 08:54:54

બે કલાકમાં 12 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સવારે 6 થી 8ના સમયગાળા દરમિયાન 12 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, ગણદેવીમાં 0.24 ઇંચ, જાંબુઘોડામાં 0.20 ઇંચ, ઉમરપાડામાં 0.20 ઇંચ, સુબીરમાં 0.16 ઇંચ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાત સિવાય સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ ઝરમર વરસાદ નોંધાયો હતો.

2026-08-18 08:28:11

અમદાવાદમાં રિયલ એસ્ટેટ છેતરપિંડી કેસમાં EDની મોટી કાર્યવાહી:કેશવ નારાયણ ગ્રૂપ સહિતના બિલ્ડરોની રૂ.129 કરોડથી વધુની પ્રોપર્ટી સીલ

અમદાવાદમાં ઘર ખરીદનારાઓ, નાના રોકાણકારો અને મધ્યમવર્ગીય પરિવારો સાથે રિયલ એસ્ટેટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે લાલ આંખ કરી છે. ED દ્વારા રોનક રવજીભાઈ સોનાની, વિપુલભાઈ ગોરધનભાઈ ગંગાણી, મેસર્સ કેશવ નારાયણ ગ્રૂપ તેમજ અન્યો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને ₹129.80 કરોડની સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત (Attach) કરવામાં આવી છે.