દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
બિહારના જમુઇમાં સગીર બાળકીની છેડછાડ કેસમાં બે મુખ્ય આરોપીની ધરપકડ
બિહારના જમુઇમાં બુધવારે સગીર બાળકીની જાહેરમાં છેડછાડ કરનારા બે મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જેમાં પોલીસ સાથે અથડામણમાં એક આરોપીને પગમાં ગોળી વાગી છે. જ્યારે બીજો આરોપીના પગમાં ગંભીર ઇજા થઈ છે. આ બંને આરોપીઓના નામ નંદન યાદવ અને હરેરામ યાદવ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી, કહ્યું સમજૂતી કરો નહીંતર સમાપ્ત કરી દઇશું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે અમેરિકા પહેલાં કરતાં વધુ શક્તિશાળી બન્યું છે. તેમજ તેમણે ઈરાનને સમાપ્ત કરવાની સીધી ધમકી પણ આપી હતી.
બંગાળની ખાડીમાં હલચલ શરૂ, ચક્રવાતનું એલર્ટ
બંગાળની ખાડીમાં રચાયેલું ડીપ ડિપ્રેશન તીવ્ર બની રહ્યું છે. જે ઓડિશા તથા ઉત્તર આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે 23 અને 24 સપ્ટેમ્બરે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમજ ચક્રવાત 'અર્નબ'ની પણ ચેતવણી આપવામાં આવી છે.
તહેવારો દરમિયાન મોંધી થશે હવાઈ યાત્રા, સરકાર કોઇ નિયંત્રણ નહિ રાખે
દેશમાં તહેવારોની શરૂઆત થવાની છે. ત્યારે સામાન્ય રીતે એરલાઇન કંપનીઓ દ્વારા હવાઈ ભાડામાં વધારો કરવામાં આવતો હોય છે. જોકે, આ દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટતા કરી છે કે સરકારે ઈંધણ અને વધતાં ખર્ચના પગલે સરકાર કોઇ ભાડાની અપર કેપ નક્કી નહિ કરે. પરંતુ એરલાઇન કંપનીઓને યોગ્ય એર ફેર રાખવા સલાહ આપવામાં આવી છે.
મલેશિયામાં નોકરીની શોધમાં જતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, આપી ચેતવણી
મલેશિયાના ભારતીય હાઈ કમિશને ભારતીય નાગરિકોને એડવાઈઝરી જાહેર કરીને ચેતવણી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ રોજગારની શોધ માટે ૩૦ દિવસના વિઝા-મુક્ત સુવિધાનો ઉપયોગ ન કરે. આમ કરતા પકડાનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
દેશમાં મહિલા સુરક્ષા અંગે પ્રિયંકા ગાંધીએ ચિંતા વ્યક્ત કરી, નક્કર પગલાં લેવા માંગ
બિહાર અને દિલ્હીમાં તાજેતરમાં મહિલાઓ સાથેની છેડછાડની ઘટના બાદ કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ અને વાયનાડમાં બોલતા તેમણે કેન્દ્ર અને રાજય સરકારને મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા નક્કર પગલાં લેવાની માંગ કરી છે.
મોબાઈલ ગ્રાહકો માટે સારા સમાચાર, ટેલીકોમ કંપનીઓએ લોન્ચ કરવા પડશે ડેટા વગરના પ્લાન
દેશમાં મોબાઈલ ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં ટ્રાઇએ ટેલિકોમ ગ્રાહક સુરક્ષા નિયમો'માં 13મો સુધારો જાહેર કરીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે એરટેલ, જિયો, વોડાફોન આઈડિયા અને BSNL જેવી ટેલિકોમ કંપનીઓએ યુઝર્સ માટે માત્ર કોલિંગ ડેટા વગરના માસિક પ્લાન રજૂ કરવા પડશે.
ડ્રગ્સના દૂષણને ડામવા સામે રાજ્યો અને કેન્દ્ર એ મિલાવ્યા હાથ
કેન્દ્ર અને રાજ્યોની દિલ્હીમાં ડ્રગ્સ સામે સંયુક્ત લડાઈના ભાગરૂપે રાજ્યોના એન્ટિ-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) વડાઓની બે દિવસીય પરિષદ શરૂ થઈ છે, આ પરિષદમાં ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે.તમામ રાજ્યોના પ્રતિનિધિઓ ભાગ લઈને ડ્રગના દૂષણને કાયમી ધોરણે ડામવા માટે સહિયારા પ્રયાસને સમર્થન આપવામાં આવશે. જરૂરી પગલાંની સમીક્ષા કરશે, તેમજ ગૃહમંત્રી આ અવસરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની નવી વેબસાઇટ પણ લોન્ચ કરશે.
રાજ્યમાં 24 કલાકમાં 45માંથી 4 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ પડ્યો હતો. આણંદના બોરસદમાં સૌથી વધુ 2.09 ઇંચ વરસાદ વરસ્યો હતો. સોજીત્રામાં 1.26 ઇંચ, વડાલીમાં 1.22 ઇંચ તથા કપરાડામાં 1.22 ઇંચ વરસાદ નોંધાયો હતો.
