ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં શનિવારે સવારે એક મોટી પ્લેન દુર્ઘટના થઇ. આ દુર્ઘટનામાં સેનાના બે વરિષ્ઠ અધિકારીઓ સહિત 14 લોકોના મોત થયા. છે. કોંગોની સેનાએ શુક્રવારે આ ઘટનાની પુષ્ટિ કરી.
મૃત્યુ પામનારામાં સૈન્ય અદાલતના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ મુતાંબો કાટાલાયી તિએંદે અને સશસ્ત્ર દળોના ઓડિટર જનરલ લેફ્ટનન્ટ જનરલ બાકુમી લિકુલિયા સામેલ છે. આ ઉપરાંત પ્રતિનિધિમંડળના અન્ય સભ્ય અને પ્લેનમાં હાજર કેબિન ક્રૂના લોકોના પણ આ દુર્ઘટનામાં મોત થયા છે.
ટેકનિકલ ખરાબી બાદ થઇ દુર્ઘટના
કોંગોની સેનાના પ્રવકતા મેજર જનરલ એફોમી એકેંગેએ જણાવ્યું કે વિમાન દક્ષિણ-પશ્ચિમી કાંગોના કિકવિટ શહેરથી રાજધાની કિશાંસા પરત ફરી રહ્યું હતું. દરમ્યાન વિમાનમાં ટેકનીકલ ખરાબી આવી ગઇ.
સ્થાનીક અધિકારીઓનું કહેવું છે કે ટેકનિકલ સમસ્યા બાદ વિમાન કેંગે વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. વિમાનમાં સવાર તમામ લોકોના મોત થઇ ગયા. દુર્ઘટના બાદ રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું.
કોંગોની સેનાએ દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓનું કહેવું છે કે દુર્ઘટનાના કારણો અને સ્થિતિ જાણકારી મેળવવાામાં આવી રહી છે. અત્યારે એ સ્પષ્ટ નથી થયું કે ટેકનીકલ ખરાબી કયા કારણો સર થઇ. કોંગોના નાગરિક ઉડ્યન ઓથોરિટી બોર્ડના ચેરમેન ટ્રાઇફોન કિન-કિએ મુલુંબાએ કહ્યું કે દુર્ઘટનાના સાચા કારણોની જાણકારી તપાસ બાદ જ સામે આવશે.
બળવાખોર જૂથો સામે લડી રહ્યું છે કોંગો
આ દુર્ઘટના એવા સમયે થઇ છે જ્યારે કોંગોની સેના દેશના પૂર્વી ભાગમાં અનેક બળવાખોર જૂથો સામે લડાઇ કરી રહી છે. જેમાં રવાંડા સમર્થિત એમ 23 વિદ્રોહી સમૂહ પણ સામેલ છે. તાજેતરના મહિનાઓમાં વિદ્રોહી હુમલાઓમાં વધારો થયો છે. અનેક મહત્વના શહેરો પર બળવાખોરોએ કબજો જમાવી લીધો હતો. એવામાં સેનાના બે વરિષ્ઠ અધિકારીઓના મોત કોંગો માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે. હાલ અધિકારીની નજર દુર્ઘટનાની તપાસ પર છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે પ્લેન દુર્ઘટનાનું અસલી કારણ શું હતું.