મુંબઈઃ ફિલ્મમેકર નિતેશ તિવારની ફિલ્મ 'રામાયણ' આવનારા સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મની ટીમ પ્રમોશનમાં વ્યસ્ત થઈ ચૂકી છે. ખાસ કરીને રણબીર કપૂર ફિલ્મને દમદાર રીતે પ્રમોટ કરી રહ્યો છે. મુંબઈમાં ફિલ્મની પ્રોમો ઈવેન્ટમાં દુનિયાનો જાણીતો યુટ્યુબર મિસ્ટર બિસ્ટ પણ આ ઈવેન્ટનો મુખ્ય અતિથિ બન્યો હતો. જેમાં તેણે સ્ટેજ પરથી જય શ્રી રામનો નાદ લગાવ્યો હતો.
હનુમાનજીની પૂજા સાથે ઈવેન્ટનો પ્રારંભ
ફિલ્મ 'રામાયણ'માં સીતાનો રોલ પ્લે કરનારી સાઈ પલ્લવી તથા લક્ષ્મણ બનેલ રવિ દૂબેએ હનુમાનજીની પૂજા કરીને પ્રોમો ઈવેન્ટની શરૂઆત કરી હતી. આ ઈવેન્ટ દરમિયાન રણબીર કપૂરે પહેલા બે હાથ જોડીને શિવ ધનુષને પ્રણામ કર્યા અને પછી ધનુષ ઉપાડીને ઈવેન્ટની શરૂઆત કરી હતી. આ પછી પ્રાર્થના કરીને એ ધનુષ ફરી એ જ સ્થાને મૂકી દીધું હતું. જ્યારે રણબીરે ધનુષ ઊઠાવ્યું એ સમયે લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. થોડી જ ક્ષણમાં માહોલ ભક્તિમય બની ગયો હતો. સમગ્ર ટીમના ચહેરા પર એક અલગ ખુશી જોઈ શકાતી હતી. ખાસ કરીને સાય પલ્લવી અને રણબીર કપૂરના ચહેરા પર આ આનંદ સ્પષ્ટ દેખાતો હતો. દિવાળીના દિવસોમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે જ્યારે ફિલ્મનું ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે. સમગ્ર ઈવેન્ટમાં રાવણનું પાત્ર પ્લે કરી રહેલો યશ હાજર ન હતો. ફેન્સ તેની ચર્ચા કરી રહ્યા હતા. કારણ કે, ફેન્સને રાવણના પાત્રમાં યશની એન્ટ્રી ટચ કરી ગઈ છે.
યશ ક્યાં છે?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટો અને વીડિયોમાં ફેન્સ સવાલ કરી રહ્યા છે કે, યશ ક્યાં છે અને રાવણ ક્યાં છે? યશ આ ઈવેન્ટમાં કેમ ન આવ્યો એ અંગે ખાસ કોઈએ સ્પષ્ટતા કરી નથી. હોલિવૂડની ફીલ આવે એવા વિઝ્યુઅલ્સ સાથે આ ફિલ્મને તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીને એક્શનસીન અલગ અંદાજથી તૈયાર કરવામાં આવ્યા છે. સિનેમા ફીલ અપાવી દે એવી ફિલ્મમાં શું નવું છે એ ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખ્યાલ આવશે. આ ફિલ્મ 6 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ લોકોને પસંદ પડશે એવી આશા મેકર્સ વ્યક્ત કરી રહ્યા છે. રિલીઝ બાદ ક્લેક્શન અને બોક્સ ઓફિસ પરથી ખ્યાલ આવશે કે, ફિલ્મ લોકોને ગમી કે નહીં.