ભોજન કરી રહેલા મુસાફરો પર ઉડ્યા કાચના ટુકડા વિડીયો વાયરલ
નાગપુર: નાગપુરથી મુંબઈ તરફ જઈ રહેલી દુરંતો એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. એક પથ્થર વાગવાથી ટ્રેનના ૩-ટાયર એસી કોચની બારીનો કાચ તૂટી ગયો હતો. પથ્થર કાચ તોડીને કોચની અંદર આવતા એક મુસાફરને સામાન્ય ઈજા થઈ હોવાના અહેવાલ છે. આ ઘટના બાદ ટ્રેનને વર્ધા ખાતે રોકવામાં આવી હતી. પીડિત મુસાફરોએ ભારતીય રેલવે—શું આપણે સુરક્ષિત છીએ? એવો સવાલ પૂછતો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેને અત્યાર સુધીમાં લગભગ દસ લાખ લોકો જોયો છે.
#Nagpur-#Mumbai #Duronto Express: Stones crack windows of 3 coaches#railway #stone pic.twitter.com/7XjHZGsSnv
— Chetna Raja (@ChetnaRaja) September 26, 2026
આ વિડીયોમાં એસી કોચમાં બેઠેલા પાંચ લોકોમાંથી એક વ્યક્તિ ફોન પર વાત કરી રહી છે, બીજો ભોજનનું પેકેટ ખોલી રહ્યો છે. અચાનક બારીનો કાચ તોડીને અંદર એક પથ્થર આવે છે. પથ્થર નીચે પડ્યો હોવા છતાં, કાચના ટુકડા મુસાફરોના ચહેરા પર વાગ્યા અને કેટલાક ટુકડા તેમના ભોજનમાં પણ પડ્યા. વિડીયો પોસ્ટ કરનાર મુસાફરે જણાવ્યું કે આ ઘટનામાં તેના ચાર મિત્રો ઈજાગ્રસ્ત થયા છે.
આ ઘટના નાગપુર-મુંબઈ મુસાફરી દરમિયાન 'દુરંતો એક્સપ્રેસ'માં બની હતી. પથ્થરમારાની ઘટના પછી, ટ્રેન આગલા સ્ટેશન પર ઉભી રહી હતી, ત્યારે પીડિતે રેલ્વે પોલીસને ઘટનાની જાણ કરી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને તેણે રેલ્વે વહીવટીતંત્ર પાસેથી સલામતી અને જવાબદારીની માંગ કરી હતી.