Tue Sep 01 2026

Logo

સાતમ-આઠમના લોકમેળાની તૈયારીને આખરી ઓપ, ક્લાઉડ કંટ્રોલ માટે લેવાશે ખાસ ટેક્નોલોજીની મદદ

2026-08-19 22:39:47
Author: Mumbai Samachar Team
સાતમ-આઠમના લોકમેળાની તૈયારીને આખરી ઓપ, ક્લાઉડ કંટ્રોલ માટે લેવાશે ખાસ ટેક્નોલોજીની મદદ

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય એવા રાજકોટના લોકમેળાની તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાઈડ્સનું ફિટિંગ થઈ ગયું છે અને સ્ટોલ લાગી ચૂક્યા છે.રાઉન્ડ ધ ક્લોલ વેપારીઓ તથા રાઈડ્સના માલિકો કામને પૂરૂ કરી રહ્યા છે. જન્માષ્મીના પવિત્ર તહેવારને હવે ગણાતરીના દિવસો વર બાકી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મેળોયોજવા માટેની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. મેળાના પ્રથમ દિવસે એટલે કે તા. 2 સપ્ટેમ્બરના રોજ સવાર ભવ્ય ઉદઘાટન થશે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાસ-ગરબાની રમઝટ બોલશે. 
 
આઠમના દિવસે રહેશે સૌથી વધારે ભીડ
મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રી લોકમેળાની રિબિન કાપીને મેળો ખુલ્લો મૂકી શકે છે. આ ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક સાંસદો, ધારારાભ્યો, જિલ્લા કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.5 દિવસ યોજાનારા આ મેળામાં 15 લાખ લોકો ઉમટે તેવી શકયતા છે તેમાં પણ ખાસ કરી આઠમના દિવસે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો રાજકોટ આવશે અને મેળાની મોજ માણશે. આ ઉપરાંત આસપાસના ગ્રામ્ય પંથકમાંથી પણ લોકો મેળો શરૂ થતા આવી પહોંચશે. આ વખતે વિકેન્ડમાં સૌથી વધુ ક્રાઉડની શક્યતા છે. લાંકમેળાને લઈ ક્લેકટર તંત્ર અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે લોકમેળા કુલ 26 સહિત 49 વોચ ટાવર ઊભા કરવામાં આવશે. આ ટાવર પરથી મેળા પર બાજ નજર  રાખવામાં આવશે. કોઈપણ પ્રકારની સૂચના મળે તો ઝડપથી તે જગ્યાએ ટીમ પહોંચી જશે, ક્રાઉડ કંટ્રોલ માટે એઆઈનો ઉપયોગ કરાશે. 

એઆઈની મદદથી થશે ક્લાઉડ કંટ્રોલ
ડિઝાસ્ટર પોઈન્ટથી વાત કરીએ તો ડ્રોન અને આઈ મારફત ક્રાઉડ કંટ્રોલ કરવામાં આવશે. આ સાથે જ લોકમેળામાં જે જગ્યાએ સૌથી વધુ કાઉંડ એકઠું થાય છે તેવી પાંચ જગ્યાએ પાંચ ટાવર ઊભા કરવામાં આવશે. મેળાની સુરક્ષાને લઇ 1200 પોલીસ જવાનોને ખાસ ડ્યૂટી સોંપવામાં આવી છે. આ સિવાય 100 જેટલા ખાનગી સિક્યોરિટી સ્ટાફને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો છે. આકસ્મિક રીતે લાઈટ ગૂલ ન થાય એ માટે વીજ વિભાગની ટીમ પણ ખડેપગે રહેશે. આ ઉપરાંત ફાયર વિભાગની ટીમને પણ ખાસ પ્રકારની ડ્યૂટી સોંપી દેવામાં આવી છે. આ માટે એક ફાયર ફાયટર અને ટીમ મેળાના સ્થળે જ હાજર રહેશે. ખાસ કરીને કંટ્રોલ રૂમ અને પીજીવીસીએલના કંટ્રોલ રૂમમાં ખાસ પ્રકારની વ્યવસ્થા ઊભી કરીને જે તે કર્મચારીઓની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. મેળામાં ઉપસ્થિત રહેનારા અધિકારીઓને ખાસ વૉકી ટોકી આપવામાં આવ્યા છે. ખાસ તો એઆઈની મદદથી ક્લાઉડ કંટ્રોલ કરવામાં આવશે. 
.