Fri Sep 04 2026

Logo

ગ્રીન સિટી બનાવવા AMCએ 9 કરોડ ખર્ચી નાંખ્યા, જુદા-જુદા ઝોનમાં 44 લાખ છોડ વાવ્યાનો દાવો

2026-09-01 09:34:00
Author: Mumbai Samachar Team
ગ્રીન સિટી બનાવવા AMCએ 9 કરોડ ખર્ચી નાંખ્યા, જુદા-જુદા ઝોનમાં 44 લાખ છોડ વાવ્યાનો દાવો

અમદાવાદઃ અમદાવાદ શહેરને ગ્રીન સિટી બનાવવા માટે કોર્પોરેશને અધધધ કહી શકાય એવો ખર્ચો કરી નાંખ્યો છે. આ ખર્ચને સાર્થક ગણાવીને પદાધિકારીઓ આ કોર્પોરેશનના આ નિર્ણયને વધાવી રહ્યા છે. કોર્પોરેશનના બાગ-બગીચા દ્વારા ₹9.78ના 30 વોટર ટેન્કર ચુપચાપ ખરીદી લીધા છે. પદાધિકારીઓએ આ ટેન્કરને ફ્લેગઓફ પણ કર્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ શહેરમાં વૃક્ષારોપણના નામે 1.50 કરોડથી વધારે વૃક્ષોની વાવણી કરવામાં આવી છે. છોડની ખરીદી, માટી, મજુરી, જાણવણી તથા પાણી સહિતની બાબત માટે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

44 લાખથી વધારે વૃક્ષ રોપી દેવાયાનો દાવો
આશરે 70 દિવસના ગાળામાં 44 લાખથી વધારે વૃક્ષોની વાવતેર કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અધિકારીઓએ એ વાત પણ સ્વીકારી હતી કે, જે છોડની વાવણી કરવામાં આવે છે એમાંથી 60 છોડ બળી જાય છે. ખાસ વાત તો એ છે કે, મયેર, ડે.મેયર, સ્ટેડિંગ કમિટીના ચેરમેન કે અન્ય કોઈ પદાધિકારીઓ દ્વારા બાગ બગીચા દ્વારા કરવામાં આવતા ખર્ચની સામે કોઈ સવાલ કરાયા નથી. શહેરના જુદા જુદા વિસ્તારમાં છોડને પાણી દેવાના બહાને ₹32.41 લાખનું એક એવા 30 નવા વોટર ટેન્ક ખરીદી કુલ ₹9.92 કરોડની ખરીદી કરી છે. આના વાર્ષિક મેન્ટેનન્સ પાછળ પણ ₹2.98 કરોડ રૂપિયા વધારાના ચૂકવવામાં આવશે એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હવે સવાલ એ થાય છે કે, અમદાવાદ શહેરમાં બાગ બગીચા દ્વારા રોપવામાં આવતા છોડવાને લઈને ખાસ કોઈ ગ્રીન કવર વધ્યું નથી. 

ખરીદી ફ્લૉપ શૉ સાબિત થશે?
મશનીરની ફૌજ હોવા છતા નવા ટેન્કર લેવાની શી જરૂર પડી? આ ઉપરાંત વાર્ષિક મેન્ટેનન્સ પાછળ જે રકમ ફાળવવામાં આવી છે એ કેવી રીતે વપરાશે એનો કોઈ ફોડ પાડ્યો નથી. શહેરના જુદા જુદા ઝોનમાં રોપવામાં આવેલા છોડની સંખ્યા લાખોમાં છે પણ અનેક એવા ઝોનમાં મેન્ટેનન્સના નામે શૂન્ય છે. કોર્પોરેશનના બાગ બગીચા વિભાગ દ્વારા થતા બેફામ ખર્ચ સામે ખાસ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પણ સામાન્ય માણસને પણ સમજાય એવો પ્રશ્ન એ છે કે, આટલી મોટી રકમ ખર્ચી એની સામે કોઈ નક્કર પરિણામ ક્યારે આવશે. રકમ વધારીને રેવન્યૂ તો ઊભી કરવામાં આવી છે પણ આ ખરીદી પણ જાણે ફ્લોપ શૉ સાબિત ન થાય એવું દરેક નાગરિક ઈચ્છે છે.