મિતા બાવીસી
પથરી
*લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને ઊભા ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે.
*ગાયના દૂધની છાસમાં સિંધવ મીઠું નાખીને ઊભા ઊભા રોજ સવારે 21 દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ મળે છે.
* ગોખરનું ચૂર્ણ મધમાં ખાવાથી પથરી પીગળી જાય છે.
*ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો ઠંડા પાણી સાથે લેવાથી પથરીના ચુરો થઇ પેશાબ વાટે નીકળી જાય છે.
*નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.
*કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
*મૂળાના પાનનો રસ કાઢી, તેમાં સૂરોખાર નાખી, રોજ પીવાથી પથરી ઓગળી જાય છે.
*પાલખની ભાજીનો રસ પીવાથી પથરીઓ ઓગળી જાય છે.
*જૂનો ગોળ અને હળદર છાસમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
* કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
*કળથી 50 ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી, એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
*મૂળાનાં બી ચાર તોલા લઇ અર્ધો શેર પાણીમાં ઉકાળવા અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારીને તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.
*મેદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે.
*બડી દૂધ (દુધેલી) ના પાન પાંચ તોલા તથા મેદીનાં પાન પાંચ તોલા લઇ બન્નેને અલગ-અલગ વાટી રસ કાઢવો ને બન્ને રસ એક કાંસાના વાસણમાં નાખી દોઢ તોલો ગોળ ઉમેરી ઉકાળવું, રસ ઠંડો થયા પછી બે ભાગ કરી એક ભાગ સવારે અને એક ભાગ સાંજે ત્રણ દિવસ સુધી પીવો. પેશાબ લાલ આવે તો ગભરાવું નહીં. ત્રીજા દિવસે પથરી બારીક પાઉડર થઇ પેશાબ વાટે બહાર આવશે.
*કાંદાના 20 ગ્રામ રસમાં 50 ગ્રામ ખાંડેલી મિસરી ભેળવીને ખાવાથી પથરી તૂટી જઇને મૂત્ર દ્વારા નીકળી જાય છે.
બાળરોગ
*ખજૂરની એક પેશી ચોખાના ઓસામણ સાથે મેળવી, ખૂબ વાટી, તેમાં થોડું પાણી મેળવીને નાનાં બાળકોને બે-ત્રણ વખત આપવાથી નબળાં, કંતાઈ ગયેલાં બાળકો હૃષ્ટપુષ્ટ અને ભરાવદાર બને છે.
*એક ચમચી પાલકની ભાજીનો રસ મધમાં મેળવી રોજ પાવાથી સુકલકડી બાળકો શક્તિશાળી બને છે.
* પાકાં ટામેટાંનો તાજો રસ નાનાં બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નીરોગી અને બળવાન બને છે.
*બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઊંઘમાં પેશાબ કરતાં હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે.
* તુલસીનાં પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખીને રોજ પીવડાવવાથી બાળકના સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે અને બાળક જલદી ચાલતાં શીખે છે.
*કાંદો અને ગોળ રોજ ખવડાવવાથી બાળકની ઊંચાઈ વધે છે.
*ટામેટાનો એક ચમચી રસ દૂધ પીવડાવતાં પહેલાં પાવાથી, બાળકોને થતી દૂધની ઊલટી મટે છે.
*હળદર નાખી ગરમ કરેલા દૂધમાં સહેજ મીઠું ને ગોળ નાખીને પાવાથી બાળકોની શરદી, કફ અને સસણી મટે છે.
*લસણની એક કે બે કળી દૂધમાં પકાવી, ગાળી, દૂધ પાવાથી બાળકોની કાળી ઉધરસ (હડખી ઉધરસ) મટે છે.
*ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પાવાથી બાળકોની ઉધરસ અને શ્ર્વાસ મટે છે.
*નાગરવેલનાં પાનને દિવેલ ચોપડી, સહેજ ગરમ કરી, નાના બાળકની છાતી પર મૂકી, ગરમ કપડાથી હળવો શેક કરવાથી બાળકનો કફ છૂટો પડી જાય છે.
*લસણની કળીઓને કચડી, પોટલી બનાવી, બાળકના ગળામાં બાંધી રાખવાથી બાળકની કાળી ખાંસીલ (હુકિંગ કફ-હડખી ઉધરસ) મટે છે.
*બાળકની છાતી કફથી ભરાઈ ગઈ હોય તો તુલસીનાં પાનનો રસ મધમાં મેળવી બે-ત્રણ વાર પાવાથી તથા તુલસીના રસને ગરમ કરી છાતી, નાક તથા કપાળે લગાડવાથી શરદી અને કફમાં ખૂબ રાહત મળે છે.
*છાશમાં વાવડિંગનું ચૂર્ણ પાવાથી નાનાં બાળકોને કરમ મટે છે.
*મધમાં કાળીજીરીનું ચૂર્ણ ચટાડવાથી બાળકોના કરમ મટે છે.
*એક ચમચી કાંદાનો રસ પાવાથી અન્ન ખાતાં બાળકોના કરમ મરી જાય છે અને ફરી થતા નથી.
*બાળકોના પેટમાં કરમ થતા હોય તો કાચાં ગાજર ખાવાથી કરમ મટી જાય છે.
*ગ્લુકોઝ મેળવેલા પાણીમાં લીંબુ નીચોવી બબ્બે ચમચી દિવસમાં ચાર વખત પાવાથી બાળકના શરૂઆતના દાંત ખૂબ જ સરળતાથી આવે છે અને ઝાડા થતા નથી.
*બાળકોનાં પેઢાં પર નરમાશથી મધ અને સિંધવ મીઠું મેળવી ઘસવાથી બાળકને સહેલાઈથી દાંત આવે છે.
*દાંત આવે ત્યારે પાણી જેવા ઝાડા થતા હોય તો જાવંત્રીને તાવડી પર શેકી પાઉડર કરી મધ સાથે માતાના દૂધમાં આપવાથી ઝાડા મટે છે.
*દાંત આવે ત્યારે પાણી જેવા ઝાડા થતા હોય તો મકાઈના દોડામાંથી દાણા કાઢી લીધા પછીના મકાઈના દોડાને બાળી તેની ભૂકી પાણી કે છાશમાં પાવાથી ઝાડા બંધ થાય છે.
*દાંત આવે ત્યારે આંખ આવી હોય તો ફુલાવેલી ફટકડીને ગુલાબજળમાં મેળવી આંખમાં ટીપાં નાખવાં તથા ફટકડીના નવશેકા પાણીથી આંખ ધોવાથી આરામ મળે છે.
*બાળકોને ગાજરનો રસ પિવડાવવાથી દાંત નીકળવામાં સરળતા થાય છે અને દૂધ પણ સારી રીતે પચે છે.
*તુલસીનાં પાનનો રસ મધમાં મેળવીને પેઢા પર ઘસવાથી બાળકના દાંત તકલીફ વગર સરળતાથી આવે છે.
*બાળકોને દાંત આવે ત્યારે લીંડીપીપરનું ચૂર્ણ અથવા ફુલાવેલો ટંકણખાર મધમાં મેળવી પેઢા પર ઘસવાથી અને ટંકણખારનું ચૂર્ણ મધમાં ચટાડવાથી સરળતાથી પીડા વગર દાંત આવે છે.
*તાંદળજાનો રસ એક ચમચી ધાવણા બાળકને પાવાથી કબજિયાત મટે છે.
*એક શેર પાણીને ખૂબ ઉકાળી, તેમાં પાંચ તોલા કાંદાની છીણ નાખી, ઠંડું થયા બાદ ગાળી, તેમાંથી એક ચમચી પાણી લઈ તેમાં પાંચ ટીપાં મધ મેળવી પાવાથી બાળક ઘસઘસાટ ઊંઘે છે.
*સફેદ કાંદાને કચરીને સૂંઘાડવાથી બાળકોની આંચકી-તાણમાં ફાયદો થાય છે.
*બાળકોને ચૂંક આવતી હોય તો ડૂંટી પર હિંગ ચોપડવાથી વાછૂટ થઈ આરામ થાય છે.
*જાયફળ અને સૂંઠને ગાયના ઘીમાં ઘસીને તેનો ઘસરકો ચટાડવાથી બાળકને શરદીને લીધે થતા ઝાડા મટે છે.
*નાગરવેલનાં પાનના રસમાં મધ મેળવીને ચટાડવાથી વાછૂટ થઈ નાનાં બાળકોનો આફરો અને અપચો મટે છે.
*બાળકને પેટમાં દુખે ત્યારે તેના મૂત્રને પેટ ઉપર ચોપડવાથી લાભ થાય છે.
*નાના બાળકને છાશ પિવડાવવાથી દાંત નીકળવામાં તકલીફ થતી નથી.