ડૉ. હર્ષા છાડવા
વિશ્વ નાળિયેર દિવસ દર વર્ષે 2 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. નાળિયેરનું મહત્ત્વ ભારતમાં લગભગ દરેક ધાર્મિક વિધિ આર્થિક ઉપાર્જન અને તેના પોષણ મૂલ્યો માટે કોઇ અજાણ નથી. ભારતીય સંસ્કૃતિમાં નાળિયેરને ‘શ્રીફળ’ અને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. કારણકે તેના દરેક ભાગનો ઉપયોગ માનવ જીવનમાં થાય છે. વિશ્વ પણ આનું મહત્ત્વ સમજી રહ્યું છે. ઇન્ટરનેશનલ કોકોનટ કોમ્યુનિટી (આઇસીસી)ની સ્થાપનાની યાદમાં ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશનલ ઇકોનોમી અને સોશ્યલ કમિશન ફોર એશિયા અને ધ પેસિફિકના આશ્ર્ચય હેઠળ થઇ હતી.
નાળિયેર દિવસનો મુખ્ય હેતુ માત્ર નાળિયેરના ફળના મહત્ત્વ માટે નથી. નાળિયેરની આર્થિક અને સામાજિક મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવી, નાળિયેર ઉગાડતા ખેડૂતો અને તેમના પરિવારોના યોગદાનને માન્યતા આપવી. નાળિયેરમાંથી બનતી વિવિધ વસ્તુઓ અને તેના મૂલ્યવર્ધિત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું. નાળિયેર એ ‘ટ્રી ઓફ લાઇફ’ (જીવનવૃક્ષ) તરીકે ઓળખવામાં આવે છે.
ભારત વિશ્વના મહત્ત્વપૂર્ણ નાળિયેર ઉત્પાદક દેશોમાંનું એક છે. ભારતમાં કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ (સીડીબી) દ્વારા નાળિયેર ક્ષેત્રના વિકાસ ખેડૂતોને તાલીમ, નવી ટેકનોલોજી નિકાસ અને મહત્ત્વ માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે. નાળિયેર આધારિત ઉત્પાદનોના પ્રદર્શન યોજાય છે. ભારતમાં રાષ્ટ્રીય નાળિયેર દિવસ છવ્વીસ જૂનના ઉજવવામાં આવે છે.
નાળિયેર દિવસ ઉજવવાનું કારણ એ છે કે આજનો યુવાન ટેકનોલોજીને વધુ મહત્ત્વ આપે છે. ઓફિસમાં કે મોબાઇલથી કામકાજના કારણે આ મહેનતી કામકાજથી દૂર રહે છે. શરીરને ચલાવવા માટે મહેનત અને પોષણની વધુ જરૂર છે.
આ મહત્ત્વ સમજાવા અને આનાં પોષણ મૂલ્યો જણાવવા તેમ જ આર્થિક લાભોનું મહત્ત્વ સમજવા માટે આપણી સરકાર અને આંતરરાષ્ટ્રીય દેશો આ દિવસ ઉજવીને જાગૃતિ ફેલાવાનું કાર્ય કરી શકે છે.
ભારતના લગભગ બધાં જ રાજયોમાં નાળિયેરનો ઉપયોગ થાય છે. ભારતીય દરિયાઇ પટ્ટી ખૂબ જ મોટી છે. તેની સાથે જોડાયેલાં રાજયોમાં નાળિયેરનું વિશેષ મહત્ત્વ છે અને તેનો ઉપયોગ ખૂબ જ મોટા પાયે થાય છે.
નાળિયેર પાણી કુદરતી ઇલેકટ્રોલાઇટસથી ભરપૂર છે જે શરીરને ઊર્જા આપવાનું અને હાઇડ્રેટ રાખે છે તેલ અને તેની ગીરી (કોપરું) પાચનક્રિયાને મજબૂત કરે છે. તેલનો ઉપયોગ વાળના સૌંદર્ય માટે થાય છે. તેની શેલ કોલસા બનાવવા, જટાથી ઝાડુ, રસી બનાવવા વગેરે થાય છે.
તેલ-નાળિયેર તેલ ત્વચા અને વાળ માટે એક પ્રાકૃતિક અને ગુણકારી ઉપાય છે. ત્વચાનું સૂકાપણું દૂર કરે છે. તેમાં રહેલું લોરિક એસિડ અને એન્ટી ઇન્ફલમેટરી ગુણ ખંજવાળ અને બળતરાને શાંત કરે છે. આનું ટ્રાયગ્લીસરાઇડ શરીરને ઊર્જા આપે છે. દક્ષિણ ભારતીય લોકો આનું તેલ ખાવામાં ઉપયોગ વધુ કરે છે. તેલ પ્રોટીનની કમીથી બચાવે છે.
નાળિયેર તેલથી બનેલા સાબુ ત્વચાને સૂકાપણાથી બચાવે છે. હૃદયનાં સ્વાસ્થ્ય માટે નાળિયેરનું તેલ ઉપયોગી છે. નાળિયેર તેલથી બનતા ક્રીમ ત્વચાને મુલાયમ બનાવે છે. ખાવા માટે નાળિયેરનું તેલ કોલ્ડ - પ્રેસ્ડ હોય એ મહત્ત્વનું. લાંબી પ્રોસેસથી રિફાઇન્ડ તેલમાં પોષક તત્ત્વો હોતા નથી. જલદી બગડી જવાના કારણે તેનો ઉપયોગ સમય અનુસાર કરવો જોઇએ.
સૌથી મહત્ત્વનું નાળિયેર સ્પ્રાઉટ છે. (નાળિયેરની અંદર થતું ફળ) આ ઉચ્ચતમ ગુણો ધરાવે છે. અંદરના ભાગમાં હોય છે. રૂ જેવું પોચું સફેદ રંગનું હોય છે. સ્વાસ્થ્યના મૂલ્યો આના ખૂબ જ ઊંચાં છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે ઘણું મહત્ત્વનું કારણ આની અંદર ફાઇબર અને પોટેશિયમ મોટા પ્રમાણમાં છે. હૃદયને બધી જ બીમારીથી બચાવે છે.
બ્લ્ડ સુગર કંટ્રોલ કરવા માટે ડાયાબિટીસના રોગીને આનો ખૂબ મોટો લાભ થાય છે. શરીરની નબળાઇ દૂર કરે છે. ડાયાબિટીસવાળાના વજનમાં જલદી ઘટાડો (એટલે કે શરીરને ઘસાઇ) જતું અટકાવે છે.
ઇમ્યુનિટી ખૂબ જ નબળી થઇ ગઇ હોય ત્યારે આ ફળ ઊર્જા મોટા પ્રમાણમાં આપે છે અને શરીરને પોષિત કરે છે.
માનસિક રીતે નબળા વ્યક્તિ માટે નાળિયેરનું ફળ રામબાણ જેવું કામ કરે છે. અલ્ઝાઇમર થતું અટકાવે છે.
કેન્સરના રોગીઓ માટે આ વરદાન છે. કેન્સર સેલની ગ્રોથ અટકાવે છે. બેકટેરિયાનો ગ્રોથ અટકી જાય છે અને વજન ઘટતું કે હાડકાં નબળાં થતાં બચાવે છે, માનસિક ડરામણ અટકાવે છે.
નાળિયેર ફૂલનો પાઉડર પણ ઘણી જગ્યાએ ઉપલબ્ધ છે તેને નાળિયેરના દૂધમાં નાખીને લઇ શકાય છે. આને કોકોનેટ નેક્ટર નામથી ઓળખાય છે. નાળિયેર ફૂલ કલકત્તા કે બંગાળમાં ખૂબ જ મળે છે. તેમ જ દક્ષિણ ભારતમાં લારીઓ પર ખૂબ વેચાય છે. આને બનતા એટલે કે નાળિયેરનું સ્પ્રાઉટ આવતા લગભગ દોઢથી બે મહિના લાગે છે. આનો ઉપયોગ દરેકે કરવો જોઇએ.
માનસિક બીમારીમાં નાળિયેરનું દૂધ અને તેમાં તાડગોળાનો જયૂસ અને તાડીનો રસ નાખી લેવો જોઇએ. નાળિયેરનું દૂધ ખૂબ જ પોષ્ટિક છે. મહારાષ્ટ્રમાં બનતી સોલકઢી જેમાં નાળિયેરના દૂધમાં કોકમનો રસ નાખી બનાવાય છે. જે શરીરને ઊર્જા અને રોગ પ્રતિકારક શક્તિ આપે છે. નાળિયેરના દૂધથી બનતી વાનગીનું પણ લિસ્ટ બહુ મોટું છે.
નાળિયેરમાંથી બનતી સાકર જે કોકોન્ટ બ્લોસેમ સુગર તરીકે બજાર ખૂબ મળે છે. આ સાકરથી સુગર કે કોલેસ્ટ્રોલ વધતા નથી. આનો સ્વાદ ખૂબ જ મજેદાર છે. જાણકારીના અભાવને કારણે આનો વપરાશ થતો નથી.
નાળિયેરનો ગોળ જેને પામ જેગરી પણ કહેવાય છે. દક્ષિણ ભારતમાં આનો વપરાશ મોટે પાયે છે. સ્વાદ ખૂબ જ ઉચ્ચકક્ષાનો છે. થાઇલેન્ડ, મોરેશિયસ, બાંગ્લાદેશ, શ્રીલંકામાં આ ગોળ ખૂબ મોટે પાયે બને છે. બધે અલગ અલગ નામથી મળે છે. એક નામ તેનું ગુલા-મલાકા પણ છે.
નાળિયેરનું મહત્ત્વ બધા જાણે છે, ઉપયોગ પણ કરે છે. છતાં આ માહિતી તમને ખૂબ કામ લાગશે.