મોસ્કો: રશિયામાં ઉચ્ચ શિક્ષણ ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે અભ્યાસ અર્થે ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. તાજેતરમાં રશિયામાં થયેલા ડ્રોન એટેકમાં ઉફા સ્થિત બશ્કિર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીનો એક ભારતીય વિદ્યાર્થી ઘાયલ થયો છે.
રશિયામાં ડ્રોન હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીને થોડીક ઈજાઓ થઈ હતી અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, એમ મોસ્કોમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું. ભારતીય નાગરિકની ઓળખ ઉફામાં બશ્કિર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે થઈ હતી.
જોકે, ભારતીય મિશને વિદ્યાર્થીનું નામ અને અન્ય વિગતો શેર કરી ન હતી. દર વર્ષે હજારો ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે રશિયા જાય છે - જેમાંથી મોટાભાગના તબીબી અભ્યાસક્રમો કરવા માટે જાય છે.
દૂતાવાસ વિદ્યાર્થી અને સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને જરૂરી તમામ સહાય પૂરી પાડી રહ્યું છે," તેવું મિશને એક પોસ્ટમાં જણાવ્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા અંતરના ડ્રોન હુમલામાં તીવ્ર વધારા વચ્ચે આ ઘટના બની હતી.