ન્યૂ ચંદીગઢ: એક તરફ જાપાનની એશિયન ગેમ્સમાં શ્રેયસ ઐયરની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે પાકિસ્તાનને પરાસ્ત કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો ત્યાં બીજી બાજુ ન્યૂ ચંડીગઢમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ભારતે બૅટિંગ લીધા પછી ખરાબ શરૂઆત કરી.
ભારત (India)એ માત્ર ચાર જ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે સિરીઝની પહેલી વન-ડેમાં 110 રન અને બીજી વન-ડેમાં અણનમ 223 રન બનાવનાર કેપ્ટન શુભમન ગિલ આજે ફક્ત એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
Class written all over it. ✨#RohitSharma puts that away beautifully for a boundary as #TeamIndia rebuilds the innings. 💪#INDvWI 3rd ODI | LIVE NOW 👉 https://t.co/Ezs0MCHZMR pic.twitter.com/lQzRPcpTdp
— Star Sports (@StarSportsIndia) October 3, 2026
સિરીઝની પ્રથમ વન-ડેમાં અણનમ 139 રન બનાવવા ઉપરાંત કેટલાક વિક્રમો રચનાર વિરાટ કોહલી આજે પોતાના પહેલા જ બૉલ પર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. બંનેની વિકેટ પેસ બોલર જેડન સીલ્ઝે લીધી હતી.
11 ઓવરમાં ભારતનો સ્કોર બે વિકેટે ફક્ત 28 રન હતો. રોહિત શર્મા 21 રન પર અને ઋતુરાજ ગાયકવાડ પાંચ રન પર રમી રહ્યો હતો.