‘ગજવા એ મહારાષ્ટ્ર’નો છૂપો એજન્ડા હવે પાંખ પસારી રહ્યો છે!
હિંદુસ્તાનમાં આપણે હિંદુ છીએ અને મહારાષ્ટ્રમાં આપણે મરાઠી... ગુજરાતમાં તમે ગુજરાતી હોઈ શકો છો, પણ મહારાષ્ટ્રમાં ચાલો છોડી દ્યો, ગુજરાતમાં તમે ગુજરાતી છો પણ સંપૂર્ણ દેશમાં તમે હિંદુ છો. બંગાળમાં તમે બંગાળી છો, પણ હિંદુસ્તાનમાં તમે
હિંદુ છો. હિંદુત્વની આ ભૂમિકા સ્વીકાર્યા વિના તમે જીવી જ નહીં શકો અને આપણી સામે જે ઈસ્લામિક કટ્ટરવાદનું જોખમ છે એને ખાળી પણ નહીં શકો કે બચી પણ નહીં શકો...
કવર સ્ટોરી - નીલેશ દવે
हिंदुस्ताना मध्ये आम्ही हिंदु आहोत आणी महाराष्ट्रात आम्ही मराठी आहोत...
गुजरात मध्ये तुम्ही गुजराती असाल, पण महाराष्ट्रात... सोडुन ध्या..
गुजरात मध्ये तुम्ही गुजराती आहात आणी
संपूर्ण देशा मध्ये तुम्ही हिंदु आहात...
बंगाल मध्ये तुम्ही बंगाली असाल, पण हिंदुस्ताना मध्ये
तुम्ही हिंदु आहात... ही हिंदु भूमिका घेतल्या शिवाय
तुम्हाला जगता येणार नाही...
आणी येणारं हिरव सावट,
हिरव संकत तुम्हाला ते
परत ही करता येणार नाही.
હિન્દુ હૃદયસમ્રાટ સ્વ. બાળાસાહેબ ઠાકરેએ આશરે બેથી અઢી દાયકા પહેલાં મહારાષ્ટ્રની જનતાને ભરસભામાં આપેલી ચેતવણી અક્ષરશ: સાચી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે.
મહારાષ્ટ્રના રાજકીય ફલક પર હિન્દુઓ આપસમાં લડવામાં રચ્યા પચ્યાં છે અને એનો સીધો ફાયદો ‘એઆઈએમઆઈએમ’ (AIMIM)’ જેવી ધર્મનાં નામ પર બનેલ પાર્ટીને થઈ રહ્યો છે. તાજેતરમાં જ મુંબઈની નજીક આવેલ મુંબ્રામાં ‘એઆઈએમઆઈએમ’ (AIMIM)ની બેઠક પરથી વિજય મેળવનાર એક યુવાન મુસ્લિમ મહિલા ઉમેદવારના ભાષણને તમે સાંભળો તો ચોંકી જશો. એ મહિલા ઉમેદવાર સમગ્ર મુંબ્રાને લીલા રંગમાં રંગવાની વાત કરી રહી છે.
આ એ જ લીલા રંગની વાત છે જેની ચેતવણી બે દાયકા અગાઉ બાળાસાહેબે આપી હતી. મુંબઈના મેયરપદ માટે ભલે શિંદેસેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ખેંચતાણ થઈ હોય, પરંતુ કેટલાક લોકોને ગજવાએ મુંબઈનો છુપો એજન્ડા ધીમે ધીમે પોતાની બાંય પસારી રહ્યો છે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આ વખતની મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ગુજરાતી અને ઉત્તર ભારતીયો વિરુદ્ધનું સ્ટેન્ડ લીધું એનો સીધો ફાયદો પેલી AIMIMખને થયો છે અને એકલા મુંબઈમાં એ પક્ષને આઠ બેઠક આવી છે. (નોંધી લેજો રાજ ઠાકરેની મનસે કરતાં બે વધું) અને એ પણ કોઈ પણ યુતિ વિના કે કોઈ પણ વચનનામા, જાહેરનામા કે આશ્વાસન યા રેવડી વગર, આ આઠ ઉમેદવાર જીત્યા છે માત્ર અને માત્ર ધર્મના નામ પર જ જીત્યા છે. મુંબઈ અને મહારાષ્ટ્રની પ્રજાએ તેમ જ કેટલાક રાજકીય પક્ષોએ ખૂબ જ ચિંતન કરવા જેવી એ વાત છે.
સમગ્ર મહારાષ્ટ્રની 29 મહાનગર પાલિકાની અંદાજે 2869 બેઠકો પરથી લગભગ 400 જેટલા મુસ્લિમ ઉમેદવારોનો વિજય થયો છે, જેમાંથી એકલા AIMIMના લગભગ 200ના આંકડાની નજીક છે. આ તમામ વિજયી ઉમેદવાર સંપૂર્ણપણે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાંથી જીત્યા છે. બાકીના 200 પણ મોટા ભાગના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાંથી ખાસ કરીને કૉંગ્રેસ કે સમાજવાદી પક્ષની ઉમેદવારી પર જીત્યા છે. તેમને અનેક હિન્દુઓએ પણ મત આપ્યો છે. કૉંગ્રેસ કે સમાજવાદી પક્ષે તો પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે એટલે આ પક્ષો ભલે મુસ્લિમ તૃષ્ટીકરણની રાજનીતિ કરતા હોય, પરંતુ એમના પર ધર્માંધતાનો ટેગ લગાવી શકાય તેમ નથી, પરંતું AIMIM માત્ર અને માત્ર ધાર્મિક ઉન્માદ ફેલાવીને જ જીતી રહી છે. આ જીત ખૂબ જ જોખમી છે, ખાસ કરીને મહારાષ્ટ્ર અને મુંબઈ માટે.
AIMIM ના નેતાઓનાં ભાષણોમાં ખુલ્લેઆમ પોલીસને, પ્રશાસનને અને ક્યારેક ક્યારેક તો ભારતની સમગ્ર હિન્દુ જનતાને ગાળો દેવાય છે, પડકારો ફેંકાઈ રહ્યા છે. નવાઈની વાત એ છેકે ઉત્તર પ્રદેશમાં જે રીતે યોગીનું બુલડોઝર તોફાન ફેલાવનારા પર ફરી રહ્યું છે તેવું કંઈ મહારાષ્ટ્રમાં નથી થઈ રહ્યું. અહીં બસ બધા પક્ષો પોતપોતાની નગરપાલિકામાં પોતાના મેયર બેસાડવા ઉત્સુક છે.
અહીં કોઈ મુસ્લિમ નેતા કે ઉમેદવાર વિરુદ્ધની વાત નથી, ભારતમાં અનેક ઉચ્ચ કક્ષાના મુસ્લિમ નેતાઓ થયા છે. આપણા મુંબઈમાં જ અમીન પટેલ કે નસીમ ખાન જેવા મુસ્લિમ નેતા છે, જેમને સમાજના બધા વર્ગનો ટેકો છે, જેમની જીભે ક્યારેય મર્યાદા નથી ઓળંગી અને એમને તમામ હિન્દુ, મુસ્લિમ કે બીજા ધર્મના લોકોના મત અને માનમરતબો મળ્યાં છે. મૂળ સમસ્યા એ લોકોની છે, જેમની માનસિકતા જિહાદની છે, જે મુંબઈ પછી મહારાષ્ટ્ર અને પછી સમગ્ર ભારતને પોતાના બાપની જાગીર સમજે છે, જે શિવાજી, રાણા પ્રતાપ જેવાને છોડીને અકબર કે ઔરંગઝેબને પોતાના હીરો માને છે.
ભારતની મોટા ભાગની પ્રજા સહિષ્ણુ છે એટલે જ ભારતનો ફ્લોપ ખેલાડી યુસુફ પઠાન પશ્ર્ચિમ બંગાળના બેહરામપુર પરથી તૃણમૂલ કૉંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવે છે અને માત્ર ધર્મના આધારે હરાવે છે કોને તો કૉંગ્રેસના દિગ્ગજ નેતા, જે 2019થી 2024 સુધી ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસના લોકસભાના નેતા હતા. રાજકીય ફલક પરનો આ નવોદિત ખેલાડી કે જેને બંગાળ સાથે નહાવા નીચોવાનો સંબંધ નથી, ઠેઠ ગુજરાતના ગામથી બંગાળ સુધીની સફર તય કરીને એ ટીએમસી તરફથી ચૂંટણીમાં ઝંપલાવે છે અને કોઈ પણ અનુભવ કે બીજી કોઈ ગતાગમ વગર માત્ર ધર્મને નામે - આધારે જીતી જાય છે, તકલીફ ત્યાં છે. આ છે મૂળ સમસ્યા.
આની સામેનો દાખલો જુઓ તો મહારાષ્ટ્રની અકોલા અને વરસોવા જેવી હિન્દુ બહુમતી ધરાવતી બેઠકો પર થઈ કાઁગ્રેસ કે યુબીટીના મુસ્લિમ ઉમેદવાર જીતી શકે છે અને જીત્યા પણ છે. 2024માં અકોલા પશ્ર્ચિમની બેઠક પરથી કાઁગ્રેસના સાજિદ ખાને ભાજપના વિજય અગ્રવાલને હરાવ્યા હતા. જ્યારે મુંબઈની વરસોવા બેઠક પરથી યુબીટીની હારુન ખાને ભાજપના જ ડૉ. ભારતી લવેકરના હરાવ્યા હતા. આ બંને મુસ્લિમ હોવા છતાં હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાંથી જીત્યા, કેમકે હિન્દુઓ સહિષ્ણુ છે, પરંતુ આ જ અપેક્ષા હિન્દુઓ મુંબ્રા કે માલેગાંવની બેઠકો પરથી રાખી શકે ખરાં? આ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાંથી હિન્દુ ઉમેદવાર જીતી શકે ખરો? આનો જવાબ છે ચોખ્ખી ના...મોટા ભાગના ભારતીયો માટે સર્વોપરી છે સંવિધાન, આપણા દેશ ભારતનું સંવિધાન, કદાચ પવિત્ર ગ્રંથ ગણાતા ગીતા કરતાં પણ વધુ સર્વોપરી. આ વાત બીજાને લાગુ પડી શકે તેમ છે તો જવાબ છે ફરી એક વાર ના! ત્યાં સૌથી ઉપર છે તેમનો ધર્મ, સહુથી પહેલા પોતાના ધર્મને ટેકો પછી ભલે તે લાયક હોય કે ના હોય. ભારતનું સંવિધાન પણ કદાચ પછી જ આવે.
આનો તાજો જ દાખલો છે બાંગ્લાદેશ. જે દેશમાં હિન્દુઓની કત્લેઆમ થઈ હોય, વળી પાછો તે દેશ પણ માત્ર અને માત્ર ભારતીયોની મહેરબાનીને કારણે વિશ્વના નકશામાં આવ્યો હોય તે દેશના એક ખેલાડીને ભારત આઈપીએલ જેવી એક સામાન્ય સ્પર્ધામાં રમવા પર પ્રતિબંધ મૂકે અને એ દેશ પોતાનાથી 100 ગણા શક્તિશાળી ગણાતા દેશમાં રમાનારી વિશ્વ કપ જેવી મહત્ત્વની સ્પર્ધાનો બોયકોટ કરે એ કોમ માટે કોઈ પણ સંવિધાન કે શરતો કરતાં પોતાનો ધર્મ વધુ પસંદ છે એ આ વાતની સાબિતી છે. સામે પક્ષે આટલા દાયકાથી સતત ભારતને હેરાન કરવાનો એક પણ મોકો ન છોડતું, અનેક ભારતીયના લોહીથી જેના હાથ ખરડાયેલા છે તેવા નાલાયક દેશ પાકિસ્તાન સામેની એક મામૂલી મેચ પણ આપણે જતી ન કરી શક્યા?
ભારતે જો આગળ વધવું હશે તો ત્રાસવાદ પર કાબૂ મેળવી અને વિશ્વમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવું હશે તો બાળાસાહેબે કહેલી કેટલીક કડવી વાત યાદ રાખીને તેના પર અમલ કરવો પડશે... હા, પણ થોડોક ફેરફાર કરીને, જેમકે ભારતમાં તમે ભારતીય છો પણ ત્યાં સુધી જ જ્યારે સામેવાળો ભારતીય છે. જો સામેવાળો ભારતીયતા મીટાવીને ધર્મની લડાઈ પર આવતો હોય તો ગર્વથી કહો સૌપ્રથમ હું હિન્દુ છું. નહીં તો ‘ગજવા એ મુંબઈ -મહારાષ્ટ્ર-ભારત ’ માટે તૈયાર રહો.