ઝોમેટોના ફાઉન્ડર દીપિન્દર ગોયલે કંપનીના ગ્રુપ સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે. ઝોમેટોની પેરેન્ટ કંપની એટરનલ નેતૃત્વ પરિવર્તનના ભાગ રૂપે આ જાહેરાત કરવામાં આવી છે. આ અંગે શેરધારકોની મંજૂરી મળ્યા બાદ દીપિન્દર ગોયલે રાજીનામું આપ્યું છે. તેમજ તાત્કાલિક અસરથી અલબિન્દર ધીંડસાને એટરનલના નવા ગ્રુપ સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ અંગે દીપેન્દ્ર ગોયલે શેરધારકોને લખેલા તેમના પત્રમાં જણાવ્યું હતું કે, "આજે હું શેરધારકોની મંજૂરી બાદ ગ્રુપ સીઈઓ પદ છોડી રહ્યો છું અને વાઇસ ચેરમેન તરીકે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચાલુ રહીશ. અલબિંદર ધીંડસા (આલ્બી) એટરનલના નવા ગ્રુપ સીઈઓ હશે.
નિર્ણય ઇનોવેશનને સ્થાન આપવામાં માટે લેવામાં આવ્યો
ઝોમેટોમાં ગ્રુપ સીઈઓ પદ છોડવાનો દીપિન્દર ગોયલનો નિર્ણય ઇનોવેશનને સ્થાન આપવામાં માટે લેવામાં આવ્યો છે. જેના લીધે બિઝનેસમાં
વધુ જોખમ લેવાની ક્ષમતા વિક્સાવી શકાય. તેમજ આ નિર્ણય એટરનલ જેવી જાહેર કંપનીના માળખાની બહાર શ્રેષ્ઠ રીતે પૂર્ણ થાય છે. તેમનું માનવું છે કે એટરનલને એવા નેતૃત્વની જરૂર છે જે તેના મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરે અને શિસ્તબદ્ધ હોય.
જાણો અલ્બિંદર ધીંડસા કોણ છે ?
ઝોમેટોના ગ્રુપ સીઈઓ તરીકે દીપિન્દર ગોયલના સ્થાને આવેલા અલ્બિંદર ધીંડસા સંચાલન પ્રાથમિકતાઓ અને વ્યવસાયિક નિર્ણયો માટે જવાબદાર રહેશે. બ્લિંકિટને તેના સંપાદનથી બ્રેક-ઇવન સુધી લઈ જવામાં તેમનું નેતૃત્વ જોવા મળ્યું છે. ધીંડસાના નેતૃત્વમાં બ્લિંકિટ ટોચની પ્રાથમિકતા રહેશે.