Tue Jan 27 2026

Logo

White Logo

બ્રેકિંગ ન્યૂઝ 20 Jan 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

1 week ago
Author: Mumbaisamachar Team
Video

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

1 week ago

દિલ્હી-એનસીઆરમાં ગ્રેપ 4ના પ્રતિબંધો હટાવવા, ગ્રેપ-૩ના પ્રતિબંધો લાગુ રહેશે

દિલ્હી-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણના પગલે લાગુ કરવામાં આવેલા ગ્રેપ 4ના પ્રતિબંધોને દુર કરવામાં આવ્યા છે. જેમાં હવે દિલ્હીમાં ગ્રેપ-3 ના પ્રતિબંધો લાગુ રહેશે. દિલ્હીમાં વાયુની ગુણવત્તામાં થયેલા સુધારા બાદ આ નિણર્ય લેવામાં આવ્યો છે. ગ્રેપ-4ના પ્રતિબંધો હટાવાતા હવે બાંધકામ પ્રવૃત્તિઓ, ટ્રકોના પ્રવેશ અને અન્ય સંબંધિત પ્રતિબંધો પરના નિયંત્રણો હળવા કરવામાં આવશે. જેનાથી લોકોને થોડા અંશે  રાહત મળશે.

1 week ago

રાજસ્થાનના ત્રણ સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતી , પાંચ આરોપીની ધરપકડ

રાજસ્થાનના ત્રણ સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતી પ્રકાશમાં આવી છે. જેના પગલે એસઓજીએ રાજસ્થાન કર્મચારી પસંદગી બોર્ડના ટેકનીકલ હેડ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

1 week ago

કચ્છની સરહદ ડેરીનું ટર્નઓવર 1,200 કરોડને પાર, પશુપાલકોની આવક વધી

ભૂજ : ગુજરાતના કચ્છમાં આવેલી  સરહદ ડેરીએ વર્ષ  2024–25 દરમિયાન રૂપિય  1,200 કરોડથી વધુનું  ટર્નઓવર કર્યું છે. જે વાર્ષિક 9.09 ટકાનો વધારો દર્શાવે છે. સરહદ ડેરી હરિયાણા, તેલંગાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં અમૂલના ડેરી પ્લાન્ટને ભેંસનું શુદ્ધ દૂધ પુરું પાડવામાં પણ અગ્રેસર છે. જેના લીધે પશુપાલકોની આવકમાં પણ વધારો થયો છે.

1 week ago

સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં વધુ બેની ધરપકડ

સુરેન્દ્રનગરના બહુ ચર્ચિત જમીન કૌભાંડ મામલે લેક્ટર કચેરીના વધુ બે કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.  ક્લાર્ક સંજય અને પટ્ટાવાળા નીતિનની આજે વહેલી સવારે ઈડીએ પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. આ મુદ્દે હવે મોટા ખુલાસા થઈ શકે છે.

1 week ago

ભાજપે શૂન્યથી શિખર સુધીની સફર ખેડીઃ પીએમ મોદીએ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીને આજે ચાર્જ સંભાળ્યો હતો. વડા પ્રધાન મોદીએ તેમની શુભકામના પાઠવી હતી. જે બાદ સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું - અટલજી, આડવાણીજી અને મુરલી મનોહર જોશીજીના નેતૃત્વમાં ભાજપે શૂન્યથી શિખર સુધીની સફર ખેડી છે. આ સદીમાં એમ. વેંકૈયા નાયડુ અને નીતિન ગડકરી જેવા નેતાઓની સાથે સાથે અમારા અનેક વરિષ્ઠ સહયોગીઓએ સંગઠનનો વિસ્તાર કર્યો હતો. રાજનાથ સિંહના નેતૃત્વમાં ભાજપે પ્રથમ વખત પોતાના દમ પર પૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી હતા. ત્યારબાદ અમિત શાહના નેતૃત્વમાં ભાજપે અનેક રાજ્યોમાં સરકારો બનાવી અને કેન્દ્રમાં સતત બીજી વખત સત્તામાં આવી. હતી ત્યારપછી જે.પી. નડ્ડાના નેતૃત્વમાં ભાજપ પંચાયતથી લઈને સંસદ સુધી દરેક સ્તરે મજબૂત બની છે.

1 week ago

શાહીબાગ અંડરબ્રિજ 6 દિવસ માટે બંધ

અમદાવાદમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે ટ્રાફિક પોલિસ દ્વારા તા. ૨૩ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે, જેના કારણે શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.

1 week ago

વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત-II ટ્રેનોના ટિકિટ કેન્સલેશનના નિયમોમાં ફેરફાર

ભારતીય રેલવે દ્વારા વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત-II એક્સપ્રેસ ટ્રેનો માટે ટિકિટ કેન્સલેશનના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ, જો તમે ટ્રેન ઉપડવાના 72 કલાકથી વધુ સમય પહેલા ટિકિટ કેન્સલ કરાવો છો, તો ભાડામાંથી 25 ટકા રકમ કાપીને રિફન્ડ આપવામાં આવશે. જો ટિકિટ ટ્રેન ઉપડવાના 8 થી 72 કલાકની વચ્ચે કેન્સલ કરવામાં આવશે, તો 50 ટકા જેટલી માતબર રકમની કપાત કરવામાં આવશે. જો ટ્રેન ઉપડવાના 8 કલાકથી ઓછો સમય બાકી હશે અને ટિકિટ કેન્સલ કરાવાશે, તો મુસાફરને એક પણ રૂપિયો રિફન્ડ મળશે નહીં.

1 week ago

સુરતમાં યુવકે તાપીમાં ઝંપલાવ્યું

 સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં પડતું મૂક્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી.  આજે સવારે 7.30 કલાક આસપાસ આ ઘટના બની હતી. ઘટનાનો કોલ મળ્યા બાદ ફાયર વિભાગે બોટ લઈને તાપી નદીમાં સઘન શોધખોળ કરતા બે કલાક બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

1 week ago

પ્રયાગરાજ મેળા ઓથોરિટી દ્વારા સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ

પ્રયાગરાજ મેળા ઓથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ મોકલી છે. વહીવટીતંત્રે અવિમુક્તેશ્વરાનંદને પૂછ્યું છે કે તેઓ શંકરાચાર્ય હોવાનો દાવો કેવી રીતે કરી રહ્યા છે. ઓથોરિટીએ આ બાબતે અવિમુક્તેશ્વરાનંદ પાસેથી 24 કલાકની અંદર જવાબ માંગ્યો છે.

1 week ago

અમદાવાદમાં ITનું સર્ચ ઓપરેશન

અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શહેરના કામેશ્વર અને દીપ બિલ્ડર ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં એક સાથે 33 જગ્યા પર તપાસ શરૂ થઈ છે. દીપ ગ્રુપના દિનેશ પટેલ અને અન્ય ભાર્ગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. કામેશ્વર ગ્રુપના પ્રહલાદ પટેલ અને દીપેન પટેલને ત્યાં પણ તપાસ શરૂ થઈ છે.

1 week ago

અમદાવાદના વટવા તળાવમાં ડિમોલિશન

અમદાવાદના વટવા તળાવમાં મેગા ડિમોલિશન શરૂ થયું છે. 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવશે. વર્ષ 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. અહીં કુલ 4 તબક્કામાં કામગીરી થશે. જેમાં હાલમાં નૈયા મયંક સીઝનેબલ સ્ટોર પાસે દબાણો હટાવાની શરૂઆત કરવામાં આવી છે.

1 week ago

કર્ણાટકના ડીજીપી રામચંદ્ર રાવને કરાયા સસ્પેન્ડ

કર્ણાટકના ડીજીપી અને વરિષ્ઠ આઈપીએસ અધિકારી રામચંદ્ર રાવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર તેમનો કથિત વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. રામચંદ્ર રાવ કર્ણાટકમાં ડીજીપી (સિવિલ રાઈટ્સ એન્ફોર્સમેન્ટ) ના પદ પર તૈનાત હતા