દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
વૉશિંગ્ટન સુંદરને ઈજા, રવિવારે નહીં રમે
ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની પ્રથમ વન-ડેમાં અક્ષર પટેલ સાથેની જોડીમાં ભારતને શાનદાર વિજય અપાવનાર ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને પગમાં ઈજા થઈ છે જેને કારણે તે રવિવારની નિર્ણાયક મૅચમાં નહીં રમે. તેના સ્થાને કુલદીપ યાદવને રમાડવામાં આવશે એવી સંભાવના છે.

મેક્સિકોમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરમાંથી બહાર દોડયા, સુનામીની ચેતવણી
ઉત્તર્ અમેરિકાના મેક્સિકોના ચિયાપાસના દરિયાકાંઠે 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપના લીધે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. આ ઉપરાંત સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય અમેરિકાના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
સુપ્રીમ કોર્ટે રેલવેને ભાષા સુધારવા નિર્દેશ આપ્યો, સેકન્ડ ક્લાસ શબ્દ બદલવો પડશે
સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેને મુસાફરોની સુરક્ષા અને ઉપયોગમાં લેવામાં આવતા શબ્દોમાં સુધારો કરવાનો નિર્દેશ આપ્યો છે.કોર્ટે રેલવે દ્વારા અલગ અલગ દસ્તાવેજમાં ઉપયોગમાં લેવાતો સેકન્ડ કલાસ એટલે કે દ્રિતીય શ્રેણી શબ્દ પર વાંધો ઉઠાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે આ રીતે કોઇ પણ વ્યક્તિને સંબોધિત કરવી બંધારણની મૂળ ભાવનાથી વિપરીત છે.
વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર સર ગૅરી સોબર્સનું અવસાન
વેસ્ટ ઇન્ડિઝના મહાન ઑલરાઉન્ડર અને ક્રિકેટ જગતના ગે્રટેસ્ટ ખેલાડીઓમાં ગણાતા સર ગારફીલ્ડ સોબર્સનું તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. તેમણે બાર્બેડોઝમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા એવું તેમના પુત્ર ડેનિયલે જણાવ્યું હતું. સર ગૅરી સોબર્સ તરીકે ઓળખાતા આ દિગ્ગજ ક્રિકેટર 89 વર્ષના હતા. તેઓ 1954થી 1974 દરમ્યાન 93 ટેસ્ટ મૅચ રમ્યા હતા જેમાં તેમણે અણનમ 365 રનના હાઇએસ્ટ સ્કોર સહિત કુલ 26 સેન્ચુરીની મદદથી 57.78ની સરેરાશે કુલ 8,032 રન બનાવ્યા હતા. તેઓ ફક્ત એક વન-ડે 1973માં રમ્યા હતા.
ભોજશાળા સંકુલની બહાર નમાઝ પઢવા મુદ્દે વિવાદ, મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટ જશે
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ભોજશાળા સંકુલની બહાર નમાઝ પઢવાના નિર્ધારિત સ્થળ અંગે વિવાદ ઉભો થયો છે. જેમાં કોર્ટના આદેશ અનુસાર, વહીવટીતંત્ર દર શુક્રવારે મુસ્લિમ સમુદાયને નમાઝ પઢવા માટે ભોજશાળા સંકુલની નજીક જમીન પૂરી પાડવાનો છે. જોકે, વહીવટીતંત્રે આ હેતુ માટે બે કિલોમીટર દૂર જમીન ફાળવી છે. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે.
પીએમ મોદીએ 75 અમૃત ભારત સ્ટેશનને દેશને સમર્પિત કર્યા
પીએમ મોદીએ પંજાબથી અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં પીએમ મોદીએ પંજાબના જાલંધર કેન્ટ રેલ્વે સ્ટેશનથી રાષ્ટ્રને એક મોટી ભેટ આપી છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પીએમ મોદીએ દેશભરના 75 પુનઃવિકસિત રેલ્વે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.
ઉત્તરાખંડ બદ્રીનાથ મંદિર દાન ચોરી કેસમાં ભૂતપૂર્વ અધિકારીની ધરપકડ
રામ મંદિર દાન ચોરી કેસ બાદ પ્રકાશમાં આવેલા ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરના દાનની રકમની હેરાફેરી કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં પોલીસે સીસીટીવીના આધારે બદ્રીનાથ મંદિરના હાલમાં જ નિવૃત થયેલા ભૂતપૂર્વ અધિકારી રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી છે.
અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓની બસમાં ભીષણ આગ, 54 લોકોને બચાવાયા
જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ અકસ્માત નડ્યો હતો. જેમાં રામબન જિલ્લાઆના કરોલ નજીક અમરનાથ યાત્રાળુઓને લઈ જતી બસમાં ભીષણ આગ લાગી હતી.જોકે, સુરક્ષાદળોની મદદથી મોટી દુર્ઘટના ટળી હતી. તેમજ 54 લોકોને સુરક્ષિત રીતે બસની બહાર કાઢવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટની ગાઝિયાબાદ રેપ કેસમાં આકરી ટિપ્પણી, કહ્યું ડોકટરોએ માનવતાને શર્મશાર કરી
સુપ્રીમ કોર્ટે ગાઝિયાબાદ રેપ કેસમાં ચાર વર્ષની બાળકીની સારવાર ન કરનારા ડોકટરોની આકરી ટીકા કરી છે. તેમજ કહ્યું છે કે બાળકી ગરીબ હોવાથી સારવાર ન કરીને ડૉક્ટરોએ માનવતાને શર્મશાર કરી છે. જેના લીધે ડોકટરોએ પોતાના નામ આગળથી ડૉક્ટર શબ્દ દૂર કરી દેવો જોઇએ.
અમેરિકા ઇરાનના યુદ્ધમાં ભારતના ચાહબર પોર્ટને નુકસાનના અહેવાલ
અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધમાં ભારતના ચાહબર પોર્ટને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ પ્રકાશમાં આવ્યા છે. આ અંગે અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે ઈરાન પર વારંવારના હુમલાઓ બાદ એક ટાવર ધરાશાયી થતો દર્શાવતો ફોટો શેર કર્યો હતો.
સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર
સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ઓલપાડ બેઠક પર ભાજપ-ઉમેદવાર ધનસુખ પટેલની 15 મતોથી શાનદાર જીત થઈ છે. ધારાસભ્ય મુકેશ પટેવ દ્વારા વિજેતા ઉમેદવારનું ભવ્ય સ્વાગત કરાયું છે. સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પરિણામોથી સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
સાવલીના મંજુસરની લામડાપુરા કેનાલ પાસે યુવકનો રિવોલ્વરથી આત્મહત્યાનો પ્રયાસ
વડોદરાના સાવલીના મંજુસરની લામડાપુરા કેનાલ પાસે UPના 22 વર્ષીય યુવકે રિવોલ્વરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગોળી માર્યા બાદ હથિયાર કેનાલમાં ફેંકી દીધું હતું. ગોળી વાગ્યા બાદ લોહીલુહાણ હાલતમાં મળતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.