Fri Jul 17 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:16 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-16 20:44:39
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-16 20:47:47

કોહલી સાથે 60 રનની ભાગીદારી પછી રોહિત આઉટ, કિશન પણ પાછો આવ્યો

કાર્ડિફમાં ઇંગ્લૅન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતે બૅટિંગ મળ્યા બાદ સારી શરૂઆત બાદ 44મા રને કૅપ્ટન શુભમન ગિલ (31 રન)ની વિકેટ ગુમાવી હતી, પણ ત્યાર બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બાજી સંભાળી લીધી હતી અને ટીમનો સ્કોર 100-પ્લસ પહોંચાડ્યો હતો. જોકે 104 રનના સ્કોર પર રોહિતે કોહલી સાથેની 60 રનની ભાગીદારી પછી વિકેટ ગુમાવી હતી. રોહિત ફક્ત 26 રન બનાવી શક્યો હતો અને વિલ જૅક્સના બૉલમાં વિકેટકીપર બટલરને કૅચ આપી બેઠો હતો. ત્યાર બાદ વિકેટકીપર ઇશાન કિશને એક જ રન બનાવ્યા બાદ બોલર સૅમ કરૅનને કૅચ આપી દીધો હતો, પણ પછી કોહલીએ શ્રેયસ ઐયર સાથે પણ સારી ભાગીદારી કરી હતી અને ચોગ્ગો ફટકારીને વન-ડે ફૉર્મેટમાં 78મી હાફ સેન્ચુરી પૂરી કરી હતી. 27મી ઓવરમાં ભારતનો સ્કોર 3/145 હતો.