Tue Sep 01 2026

Logo

શિક્ષણ વ્યવસ્થા સુધારવા નીકળેલા દીપકેએ  શિક્ષકોને જ ધમકાવ્યા?

2026-08-22 22:10:36
Author: Mumbai Samachar Team
શિક્ષણ વ્યવસ્થા સુધારવા નીકળેલા દીપકેએ  શિક્ષકોને જ ધમકાવ્યા?

FPJ


અભિજીત દીપકે વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર: પરવાનગી વિના શાળામાં પ્રવેશીને , શાળામાં બહારના વિદ્યાર્થીઓ લાવી શિક્ષકોને ધમકાવવાનો આરોપ 

લાતૂર: મહારાષ્ટ્રના લાતુર જિલ્લાની પોલીસે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના સંયોજક અભિજીત દીપકે અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે. તેમના પર પરવાનગી વિના સરકારી શાળામાં પ્રવેશવાનો, સત્તાવાર કામમાં અવરોધ ઊભો કરવાનો અને શિક્ષકોને ધમકાવવાનો આરોપ છે.

જિલ્લા પરિષદ ઉર્દૂ શાળાના શિક્ષક સૈયદ શમશાદબાનો ખૈરાતાલી (૫૩) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે ઔસા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદ મુજબ, આ ઘટના મુંબઈથી ૫૦૦ કિલોમીટરથી વધુ દૂર ઔસા નજીક જાવલીમાં આવેલી જિલ્લા પરિષદ ઉર્દૂ શાળામાં બની હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, દિપકેએ તેમની મુલાકાત દરમિયાન બીજી શાળાના વિદ્યાર્થીઓને લાવીને વર્ગખંડોમાં બેસાડ્યા હતા અને શાળાની વિરુદ્ધ બોલવા ઉશ્કેર્યા હતા. અને તેનાથી શાળાની છબી ખોટી રીતે ખરડવાનો પ્રયાસ કર્યો હતો. 

અભિજીત દિપકે અને તેમના સાથીઓ પરવાનગી વિના શાળામાં પ્રવેશ્યા. આનાથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સત્તાવાર કાર્યમાં ખલેલ થયો હતો. સીજેપીના  નેતાએ સમગ્ર ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો.એટલેથી ન અટકતા તેમણે શિક્ષકોને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દીપકે લાતુર જિલ્લાની શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે જેથી તેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે ઉજાગર કરી શકે. આ મુલાકાત સીજેપીના હાલ ચાલી રહેલા 'સ્કૂલ ઠીક કરો' અભિયાનનો એક ભાગ હતી.