મુંબઈઃ સોનમ વાંગચુકની ભૂખ હડતાલને 19 દિવસ પૂરા થઈ ગયા છે. દિલ્હીના જંતરમંતર પર કોક્રોચ જનતા પાર્ટીના બેનર અંતર્ગત તેઓ અનશન કરી રહ્યા છે. NEETની પરીક્ષાનું પેપર લીક થયા બાદ લાખો વિદ્યાર્થીઓના સપના પર ઠંડું પાણી રેડાઈ ગયું હતું. આ ઘટનાને ગંભીરતાથી લઈને હવે સોનમ વાંગચુક કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા છે.
આ માગને લઈને તેઓ અનશન પર ઊતર્યા છે. એમની સતત અને સખત રીત બગડી રહેલી તબિયતને લઈ નેતાઓ તથા બોલિવૂડના જાણીતા સેલેબ્સે ચિંતા વ્યક્ત કરી રહી છે. તેઓ પોતાની ભૂખ હડતાલ પર કાયમ છે. આ મુદ્દે હવે આમીર ખાને પ્રતિક્રિયા આપી છે.
આમીર ખાને શું કહ્યું?
આમીર ખાને પોતાનું એક નિવેદન આપતા કહ્યું હતું કે, વર્ષ 2009માં આવેલી ફિલ્મ '3 ઈડિટ્સ'માં એમનું પાત્ર ફુસુંક વાંગડુ એ એક્ટિવીસ્ટ સોનમ વાંગચુકના પાત્ર પર આધારિત ન હતું. સોનમ વાંગચુક પોતે પણ આ વાત કહી ચૂક્યા છે. ઈંગ્લેન્ડમાં યોજાયેલી બ્રિટિશ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટની એક ઈવેન્ટમાં આમીર ખાન સામેલ થયો હતો. આ ઈવેન્ટમાં '3 ઈડિયટ્સ' અને સોનમ વાંગચુકને લઈ પ્રશ્ન કરવામાં આવ્યો હતો.
આના જવાબમાં આમીરે કહ્યું કે, આ એક ખોટી માન્યતા છે. મને ખ્યાલ છે મેં પણ ઓમીનો વિડિયો જોયો છે. જ્યારે ફિલ્મ બનાવી એ સમયે ન તો ડાયરેક્ટર રાજકુમાર હિરાણી અને ન તો રાઈટર અભિષેક જોશી સોનમ વાંગચુકને ઓળખતા હતા.
આ પછી તો સોનમ વાંગચુકે પણ સ્પષ્ટતા કરી હતી કે, આ પાત્ર મારા પર નથી બન્યું. ડાયરેક્ટરે પોતાની રીતે ડિઝાઈન કરેલું છે. અમે સૌ એની તબિયત અને હેલ્થને લઈને ચિંતા વ્યક્ત કરીએ છીએ. આશા રાખીએ છીએ કે બધું વ્યવસ્થિત સારૂ થઈ જાય. આશા રાખીએ કે સોનમ પોતાના ઉપવાસને ખતમ કરી દે.
3 ઈડિયટ્સમાં તે પાત્ર સોનમ વાંગચુકથી પ્રેરિત નહોતું. અમે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે અમે તેને ઓળખતા પણ નહોતાઃ આમીર ખાન#Sonamwangchukpic.twitter.com/5Sq7drFknu
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) July 17, 2026
ફિલ્મને લઈને સોનમની સ્પષ્ટતા
જ્યારે સોનમ કૌન બનેગા કરોડપતિમાં આવ્યા હતા એ સમયે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ ફિલ્મે મને પ્રેરિત કર્યો છે. આ વાતનો હું ઈન્કાર કરતો નથી. ઘણા લોકો કહી રહ્યા છે કે, આ ફિલ્મ મારા પર આધારિત છે પણ હું આ વાતથી સહમત નથી. આ ફિલ્મ બિલકુલ મારા પર આધારિત નથી. હું નથી ઈચ્છતો કે, દેશના લોકો કોઈ વાતને લઈ માત્ર મારા પર બની છે એવું માની બેસે અથવા ફિલ્મ મારી સાથે જોડાયેલી છે એ માની લે. ફિલ્મે ભલે મને પ્રભાવિત કર્યો પણ ફિલ્મ બિલકુલ મારા પર બની નથી.
મારાથી પ્રેરિત ફિલ્મ છે જ નહીં તો મને એનો કોઈ અફસોસ પણ નથી. આમીર ખાન પહેલા બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ પણ સોનમની ચિંતા કરીને પોતાની વાત કહી હતી. સોનાક્ષી સિન્હાએ કહ્યું હતું કે, હું કોઈ એન્ટી નેશનલ માણસ નથી. સોનાક્ષીએ કહ્યું કે, સોનમના મુદ્દે ઘણા લોકો મૌન બનીને બેઠા છે, પણ હું ચૂપ નહીં બેસું. સોનમ વાંગચુક વિશે આપણે સૌ જાણીએ છીએ.
બધા આ સત્ય જાણે છે
તેઓ જે અનશન કરી રહ્યા છે તે કોના માટે છે? એ બાળકો-વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જે એમને દેખાઈ રહ્યું છે કે, આ વિદ્યાર્થીઓનું ભાવિ બરબાદી તરફ જઈ રહ્યું છે. સોનમ એવા વિદ્યાર્થીઓ માટે લડત પર ઊતર્યા છે જે વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ તેઓ એક સિસ્ટમની સામે લડી રહ્યા છે જે યોગ્ય રીતે ચાલતી નથી.
તમે હું અને બીજા બધા આ સત્ય જાણે જ છે. તેઓ આપણે કોઈને વ્યક્તિગત રીતે ઓળખતા નથી પણ દેશના બાળકો માટે તે જે કરી રહ્યા છે તે આ છે. 19 દિવસથી તેમણે અન્નનો દાણો પેટમાં નાંખ્યો નથી. આ વિષય પર ઘણા લોકો મૌન ધારણ કરીને બેઠા છે. જે થવાનું હોય એ થશે પણ હું ચૂપ નહીં બેસું.આ લોકોએ પોતાના હક માટે અવાજ ઊઠાવ્યો છે પણ કોઈ કંઈ સાંભળતું કેમ નથી?