Sat Jul 18 2026

Logo

ગ્રીસમાં મિસ્ટ્રી મેન સાથે જોવા મળી મલાઈકા અરોરા! તસવીરોએ વધારી અટકળો

2026-07-17 22:27:35
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડની ફીટગર્લ અને ગ્લેમરસ એક્ટ્રેસ મલાઈકા અરોરા ફરીવાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક લેટેસ્ટ પોસ્ટમાં તેના વેકેશનના ફોટો સામે આવ્યા છે. આ વેકેશમાં તેની સાથે મિસ્ટ્રીબોય કોણ છે એ અંગે ચર્ચા શરૂ થઈ છે. ગ્રીસમાં પોતાનું વેકેશન એન્જોય કરતી મલાઈકાએ એકથી એક ચડિયાતા ફોટો શૅર કર્યા છે. માત્ર ફોટો જ નહીં વિડિયો પોસ્ટ મૂકીને પણ ગ્રેસની અને પોતાની સુંદરતા બતાવી છે. ગ્રીન સી ફેસિંગ, સફેદ દિવાલ અને ટ્રેડિશનલ હાઉસની સાથે એક્ટ્રેસે સનસેટની મોમેન્ટ પણ એન્જોય કરી છે. મલાયકાનો વેકેશન મૂડ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. દરેક આઉટફિટમાં તે બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ દેખાઈ રહી છે. 

મિસ્ટ્રીબોય સાથે મસ્તી
સૌથી વધારે ચર્ચા એ તસવીરની થઈ રહી છે જેમાં તે કોઈ મિસ્ટ્રીબોયની સાથે દરિયામાં પોઝ આપતી દેખાઈ હતી. હવે ફેન્સ જાણવા માગે છે કે ગ્રીસ તેની સાથે દરિયામાં કોણ એન્જોય કરી રહ્યું છે. વેકેશન એન્જોય કરવા માટે ગ્રીસ ગયેલી મલાયકાએ એકથી એક બેસ્ટ લૂક સેટ કર્યો છે અને બેસ્ટ પોઝ આપ્યા છે.વાયબ્રન્ટ પિંક અને રેડ કલર તેના પર એકદમ બેસ્ટ ઉઠાવ આપી રહ્યો છે.નવરાશની પળમાં તે પાણીમાં છબછબિયા કરતી પણ જોવા મળી હતી. મોનોકીની લૂકમાં તેણે બેસ્ટ પોઝ આપ્યા છે. સફેદ દિવાલ અને ગ્રીન વિન્ડો સાથે એના આઉટફિટ એકદમ મસ્ત કોન્સ્ટાસ્ટ આપી રહ્યા છે. આ સિવાય પેસ્ટલ પિંક બિકિનીમાં એનું ટોન્ટ, ફિટ અને કટવાળું બોડી મસ્ત દેખાઈ રહ્યું છે. આ સિવાય સાંજના સમયે સનસેટ ટાઈમ પર ડીપ મરૂન કલરના હોલ્ટર નેક ડ્રેસમાં પણ એનો અંદાજ અનોખો દેખાયો છે.સનસેટ વખતે એના બેગ્રાઉન્ડમાં મસ્ત નેચરલ કલર્સ દેખાઈ રહ્યા છે. આ સમયે એનો કોન્ફિડન્સ તથા સ્ટાઈલ પણ બેસ્ટ લાગે છે. 

એકથી એક બેસ્ટ પોઝ આપ્યા
આમ તો મલાયકાની એકથી એક તસવીર લાજવાબ છે પણ ફેન્સનું ધ્યાન એક જ તસવીર પર ચોંટેલું છે. જેમાં મલાઈકાની બેક દેખાઈ રહી છે અને સાથે કોઈ વ્યક્તિ નજરે ચડે છે.હાથમાં ડ્રિંકનો ગ્લાસ અને હવામાં હાથ ઊંચા કરીને એન્જોય કર્યું હતું.આ તસવીરમાં એક્ટ્રેસ કે તે વ્યક્તિનો ચહેરો દેખાતો નથી.આ વ્યક્તિ કોણ છે એનો ખુલાસો પણ એક્ટ્રેસે કર્યો નથી. આ માટે સોશિયલ મીડિયા પર ફેન્સ સવાલ પૂછી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી છે કે, નવા બોયફ્રેન્ડ સાથે મલાઈકા મસ્ત લાગી રહી છે. હવે આ મિસ્ટ્રી બોય કોણ છે અને એક્ટ્રેસની એની સાથે શું રિલેશનશિપ છે એ અંગે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.પણ કેટલાક ફેન્સ તો એની એકથી એક ચડિયાતી તસવીર જોઈને કોમેન્ટ બોક્સને ફૂલ કરી રહ્યા છે. એક યુઝરે આશ્ચર્ય વાળું ઈમોજી શેર કરીને મિસ્ટ્રીબોય અંગે સવાલ કર્યા છે. અન્ય એક યુઝરે આંખના બદલે દિલ હોય એવું ઈમોજી પોસ્ટ કરીને પ્રશંસા કરી છે. 

ફેન્સને મોજ પડી ગઈ
આ સુંદર ફોટા શેર કરતાં, મલાઈકાએ કેપ્શનમાં લખ્યું, "ગ્રીક ઉનાળાનો એક સુંદર ભાગ, જે મેં Airbnb સાથે સ્ટાઇલ કર્યો છે."  #HolidayMood, #GreeceGetaway અને #SummerEscape જેવા હેશટેગ્સનો પણ ઉપયોગ કર્યો છે, જે દર્શાવે છે કે આ પોસ્ટ ટ્રાવેલ પ્લેટફોર્મ Airbnb સાથેના પ્રમોશનલ કોલાબ્રેશનો એક ભાગ હોઈ શકે છે. મલાઈકાએ પોસ્ટ શેર કરતાની સાથે જ, ચાહકોએ કોમેન્ટ સેક્શનમાં દિલ અને અગ્નિ ઈમોજીસનો વરસાદ કર્યો. ફેન્સે ટોન બોડી અને સ્ટાઇલની પ્રશંસા કરી.