Mon Oct 05 2026

Logo

વિજય માલ્યાને મોટો ઝટકો? SBIએ કોર્ટમાં કહ્યું- હજુ ₹8,752 કરોડની વસૂલાત બાકી

2026-10-03 18:08:29
Author: Mumbai Samachar Team
વિજય માલ્યાને મોટો ઝટકો? SBIએ કોર્ટમાં કહ્યું- હજુ ₹8,752 કરોડની વસૂલાત બાકી

નવી દિલ્હીઃ SBIની અધ્યક્ષતામાં બેંક કોન્સોર્ટિયમે બોંબે હાઈકોર્ટને મોટી ચોખવટ કરી હતી. આ ચોખવટ વિજય માલ્યાને લઈને છે. વિજય માલ્યા પાસેથી 31 ઓગસ્ટ 2026 સુધી આશરે ₹8751.86 કરોડની રકમ હજુ પણ વસુલવાની બાકી છે. આ રકમ કાયદાકીય અને અન્ય ખર્ચાને જોડીને નક્કી કરવામાં આવી છે. બેંકના રિપોર્ટ અનુસાર ડેટ રિકવરી ઑફિસર અંતર્ગત અત્યાર સુધી ₹10270 કરોડની રકમ અસ્થાયી રૂપે રિકવર કરી લેવામાં આવી છે. 

કેટલી રકમની રિક્વરી થઈ?

આ સિવાય કેસ દાખલ થતા પહેલા ₹544.58 કરોડની રિક્વરી થઈ છે, જોકે બેંકનું એવું કહેવું છે કે, રિક્વરીની રકમને કોઈ અલગ રીતે જોવામાં આવતી નથી. જાન્યુઆરી 2026માં દાખલ કરવામાં આવેલી એક એફિડેવિટમાં આશરે ₹8153.63 કરોડની રકમ સામે આવી હતી. એ પછી વ્યાજ અને અન્ય લેણાની રકમ જોડતા 31 ઓગસ્ટ સુધી આ રકમ ₹8751.86 કરોડ સુધી પહોંચી છે, વિજય માલ્યાએ 2020માં બોંબે હાઈકોર્ટમાં પોતાનુ વલણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, કેટલાક ગુનાહિત કેસને ખતમ કરવા જોઈએ અને આ અંગે હું માગ કરું છું.

માલ્યાનો તર્ક એવો હતો કે, બેંક એમની પાસેથી લેણાપાત્ર થતી રકમની રિક્વરી કરી લીધી  છે. બેંક સાથેના વિવાદ પૂરા થઈ ગયા છે. હકીકત એવી પણ છે કે, બેંકે તાજેતરના એફિડેવિટ સામે આ મુદ્દાનો વિરોધ કર્યો હતો. બેંકે કોર્ટને જણાવ્યું હતું કે, આ કેસમાં અટેચ કરાયેલા કેટલાક શૅર પણ યથાવત છે. એનું કોઈ વેચાણ થયું નથી. 

બન્ને પાસા અલગ અલગ છે

બેંકની રિક્વરી પ્રક્રિયા હજુ સુધી પૂરી થઈ નથી. EDએ કોર્ટમાં એવી પણ સ્પષ્ટતા કરી કે, આશરે ₹14131.6 કરોડની સંપત્તિ SBI led કંસોર્ટિયમને પરત કરવામાં આવી છે. હાલમાં EDના રિપોર્ટ અનુસાર લેણાની રકમ અને મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા ગુનાના કેસ એમ બન્ને પાસાને અલગ અલગ રીતે જોવામાં આવે છે. માલ્યાએ અગાઉ દલીલ કરી હતી કે બેંકો તેમની મૂળ બાકી રકમ કરતાં વધુ વસૂલ કરી ચૂકી છે અને તેના આધારે તેમની સામેની ફોજદારી કાર્યવાહી બંધ થવી જોઈએ. બીજી તરફ, EDનું કહેવું છે કે બેંકની સિવિલ રિકવરી અને મની લોન્ડરિંગ સંબંધિત ફોજદારી કાર્યવાહી અલગ બાબતો છે.