ભારતીયો માટે માતા-પિતા અને દાદા-દાદીના PR વિઝાની નવી અરજીઓ પર લાગી બ્રેક
ટોરન્ટોઃ અમેરિકન સરકાર વિદેશી નાગરિકો માટે નિરંતર કડક નિયમો બનાવી રહ્યું છે ત્યારે હવે પડોશી દેશ કેનેડા પણ વધુ આક્રમક નિયમો બનાવી રહ્યું છે. કેનેડામાં રહેતા અભ્યાસ કરતા કે નોકરી કરતા ભારતીયો માટે કેનેડા સરકારે એક આંચકો આપતો નિર્ણય કર્યો છે. જેની અમલવારી આ વર્ષે જ થવાની છે. કેનેડામાં બીજા દેશમાંથી આવીને રહેતા નાગરિકોના વાલીઓ માટે ફેમિલી સ્પોન્સરશિપ પર કેનેડા સરકારે મોટો ફટકો માર્યો છે. સરાકરે પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ પ્રોગ્રામમાં (PGP) જે અરજી માટેની પ્રક્રિયા હતી એમાં બ્રેક મારી દીધી છે. એટલે કે, કેનેડામાં રહેતા અન્ય દેશના નાગરિકો પોતાના વાલીઓને કેનેડા બોલાવવા માટે સરકારને કોઈ પ્રકારની અરજી નહીં કરી શકે. માતા-પિતા, દાદા-દાદીને કેનેડા બોલાવી PR અપાવી દેવાની યોજના બનાવી રહેલા લોકોએ હવે સરકારના આગામી નિર્ણયની રાહ જોવી પડશે.
નવી અરજી નહીં સ્વીકારે
કેનેડાની સરકારે ઈમિગ્રેશનને લગતા કેટલાક નિયમ અંગે મોટો નિર્ણય લીધો છે. ઈમિગ્રેશનના નિયમમાં ફેરફાર કર્યો છે. પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ પ્રોગ્રામ અંતર્ગત આપવી પડતી અરજીને હાલમાં બંધ કરી દીધી છે. ઈમિગ્રેશન વિભાગે કહ્યું હતું કે, આગામી આદેશ ન થાય ત્યાં સુધી ઈન્ટરેસ્ટ ટુ સ્પોન્સર્સ ફોર્મનો જ સ્વીકાર કરવામાં આવશે. નવી અરજીઓ માટે કોઈ ચાન્સ હાલમાં નથી. નવી અરજી કરનારા કોઈ પ્રકારે પોતાના વાલીના પીઆર માટે અરજી કરી શકશે નહીં.
આ નિર્ણયથી કેનેડામાં રહેતા હજારો પરિવારને કેનેડા સરકારના આ નિર્ણયથી મોટો ફટકો લાગ્યો છે. હવે તેઓ પોતાના વાલી કે દાદા-દાદીને કેનેડામાં બોલાવીને PR માટે અરજી કરી શકશે નહીં.કેનેડા સરકારે આ પહેલા 15 જુલાઈએ આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, PGP અંતર્ગત નવી અરજીની પ્રક્રિયા પર હાલમાં બ્રેક મારવામાં આવી છે. ઈમિગ્રેશન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, હાલમાં પીઆઈ માટે કોઈ નવી અરજી પર પ્રોસેસ કરવામાં નહીં આવે. જે લોકોએ આ પહેલા PGP અંતર્ગત અરજી કરેલી છે એ અરજી જ હાલમાં પ્રોસેર થશે અને પીઆર માટે બોલાવાશે.
ભારતીયોને કેટલી અસર?
કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. ઘણા લાંબા સમયથી આ ભારતીયો પોતાના વાલીઓને પોતાની સાથે રહેવા માટે પ્રક્રિયાઓ કરી રહ્યા છે. ઘણા પરિવારો અને યુવાનો પીઆરની રાહ જોઈને બેઠા છે. નવી અરજીની પ્રક્રિયા બંધ થઈ જતા ભારતીયોને સીધી અસર થઈ છે. સરકારે આ પ્રક્રિયા બંધ કરી દેતા આ ભારતીયોએ અથવા પરિવારોએ હવે સુપર વિઝા અથવા બીજા કોઈ વિકલ્પ પર નિર્ભર રહેવું પડશે. કેનેડા સરકારે છેલ્લા કેટલાક સમયથી ઈમિગ્રેશનની સંખ્યા મર્યાદિત કરી દેતા, હાઉસિંગ કટિંગ તથા સાર્વજનિક સેવા પર વધી રહેલા દબાણને ધ્યાને રાખીને કેટલાક નિર્ણય કર્યા છે. સરકારના બદલાવ અંતર્ગત ઈમિગ્રેશનમાંથી લેવાયેલું આ પહેલું પગલું છે.
સુપર વિઝાનો ફક્ત વિકલ્પ
PGP પર બ્રેક એ આ જ પોલિસી અંતર્ગત લેવાયેલો નિર્ણય માનવામાં આવે છે. સુપર વિઝા અંતર્ગત કેનેડામાં રહેતા કોઈ વિદેશી નાગરિકના માતા-પિતા, દાદા-દાદી એક વખતમાં વધુમાં વધુ પાંચ વર્ષ સુધી કેનેડામાં રહી શકે છે. વિઝા વેલિડિટી દસ વર્ષ સુધીની હોઈ શકે છે. અરજી કરનારાઓએ જે તે વ્યક્તિનો આરોગ્ય વીમો લેવો જરૂરી બને છે. કેનેડામાં રહેતા સ્વજનો કે પીઆર માટે એપ્લાય કરનારની આર્થિક જવાબદારી ઊઠાવવાની હોય છે. PGP બંધ થતા કેનેડામાં રહેતા વિદેશી નાગરિકો પાસે સુપર વિઝાનો વિકલ્પ છે.
આ વર્ષે કેટલાને મળશે PR?
કેનેડામાં એક ફેમિલી રીયુનિયન અંતર્ગતનો આ કાર્યક્રમ છે જે કેનેડિયન નાગરિકો અને કાયમી રહેવાસીઓને તેમના માતાપિતા અને દાદા-દાદીને કેનેડા લાવવા અને તેમના માટે કાયમી સ્ટે પ્રોટેક્ટ કરવાની મંજૂરી આપે છે. જોકે આ કાર્યક્રમની માંગ સતત વધતી જતી હતી. કદાચ આ મુદ્દાને ધ્યાને રાખીને સરકારે આ નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે. પરિણામે, સરકારે પ્રક્રિયાનું સંચાલન કરવા માટે લોટરી સિસ્ટમ લાગુ કરી. જ્યારે સરકારે છેલ્લે 2020માં Interest to Sponsor Forms ફોર્મ મંગાવ્યા હતા, તેમાં આશરે 203,213 અરજીઓ મળી હતી. ત્યારથી દર વર્ષે તે પૂલમાંથી વ્યક્તિઓને રેન્ડમલી પસંદ કરવામાં આવે છે. તેમને ઔપચારિક અરજી સબમિટ કરવાની તક આપવામાં આવે છે.
50,000થી વધુ અરજી પર પ્રક્રિયા બાકી
ઈમિગ્રેશન વિભાગના રિપોર્ટ અનુસાર હાલમાં, આશરે 50,900 અરજીઓ પર પ્રક્રિયા બાકી છે. આમાંથી 40,400 અરજીઓ ક્વિબેકની બહાર સ્થાયી થવા માંગતા વ્યક્તિઓની છે, જ્યારે 10,500 અરજીઓ ક્વિબેકમાં રહેવાની યોજના ધરાવતા અરજદારોની છે. સરકાર જણાવે છે કે જૂની અરજીઓના બેકલોગને સાફ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.કેનેડા સરકારે આ વર્ષે 15000 લોકોને આ પોલિસી અંતર્ગત કાયમી રેસિડન્સી આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.