Fri Sep 04 2026

Logo

અમેરિકાએ ઇરાનના બંદર ખમીર અને બ્રિજો પર હુમલા કર્યા, સાત લોકોના મોત

Tehran   2026-07-17 19:59:22
Author: Chandrakant Kanoja
અમેરિકાએ ઇરાનના બંદર ખમીર અને બ્રિજો પર હુમલા કર્યા, સાત લોકોના મોત

તહેરાન: અમેરિકા ઇરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં  અમેરિકાએ ઇરાનના બંદર ખમીરને નિશાન બનાવ્યું છે. તેમજ હોર્મોઝગન પ્રાંતમાં પુલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં સાત લોકોના મૃત્યુના અહેવાલ આવ્યા છે. 

રોડ નેટવર્ક વચ્ચેનો સંપર્ક તોડવાનો

અમેરિકાનો હાઇવે અને રેલ્વે પુલો પરના હુમલાઓનો હેતુ ઈરાનના મુખ્ય બંદર, બંદર અબ્બાસ અને દેશના પ્રદેશો અને રાજધાની તહેરાન તરફ જતા રોડ નેટવર્ક વચ્ચેનો સંપર્ક તોડવાનો હતો. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં બંદર ખામીર સહિત અનેક પુલો તૂટેલા અથવા નાશ પામેલા જોવા મળે છે.

એક કન્ટ્રોલ ટાવર તોડી પાડવામાં આવ્યો

અમેરિકાએ હવે ઇરાન પર હવાઇ હુમલા તેજ કર્યા છે. જેમાં ઈરાનના અનેક આર્મી  બેઝ અને પુલો અને પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યા છે. જેમાં ઈરાનના ચાબહાર પોર્ટ પર  એક કન્ટ્રોલ ટાવર તોડી પાડવામાં આવ્યો છે. આ હુમલો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર તેની પકડ ઢીલી કરવા માટે દબાણ કરવા માટે કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું  છે.