Sat Sep 05 2026

Logo

વિમ્બલ્ડન ફાઈનલમાં હોલિવૂડ સ્ટાર સાથે જોવા મળી ઊર્વશી રૌતેલા, વીડિયો વાયરલ થતા યૂઝર્સે કરી ટ્રોલ

London   2026-07-17 19:43:19
Author: Mumbai Samachar Team
વિમ્બલ્ડન ફાઈનલમાં હોલિવૂડ સ્ટાર સાથે જોવા મળી ઊર્વશી રૌતેલા, વીડિયો વાયરલ થતા યૂઝર્સે કરી ટ્રોલ

Urvashi Rautela & Tom Hiddleston


લંડનઃ બોલિવૂડની જાણીતી અને વિવાદાસ્પદ એક્ટ્રેસ ઊર્વશી રૌતેલા થોડા દિવસો પહેલા વિમ્બલ્ડનની ફાઈનલ મેચ જોવા માટે પહોંચી હતી, જ્યાં તે હોલિવૂડની માર્વેલ ફિલ્મના એક્ટર ટોમ હિડલસ્ટન સાથે જોવા મળી હતી. આ મુલાકાતનો વિડિયો પણ એક્ટ્રેસે શૅર કર્યો છે. જેના પર ફેન્સ દિલ ખોલીને કમેન્ટ કરી રહ્યા છે. હકીકત તો એવી છે કે, તે વીડિયો પોસ્ટ કરતા યૂઝર્સે તેને ટ્રોલ કરી હતી. ઊર્વશી એકદમ લક્ઝરી લાઈફસ્ટાઈલથી જીવન જીવે છે. એના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ વાત કહી શકાય છે. દુનિયાની દરેક મોટી ઈવેન્ટમાં તેની હાજરી હોય છે. વિમ્બલ્ડનની ફાઈનલ મેચ જોવા માટે જ્યારે તે લંડન પહોંચી એ સમયે ત્યાં હોલિવૂડ સ્ટાર ટોમ હિડલસ્ટન પણ હાજર હતો.

એક્ટ્રેસે મસ્ત પોસ્ટ લખી
આ બન્ને કલાકારો વચ્ચે શું વાતચીત થઈ એ તો સ્પષ્ટ નથી. પણ એક મ્યુઝિક પ્લે કરીને એક્ટ્રેસે આ વિડિયો પોસ્ટ કર્યો છે. સોશિયલ મીડિયા પર લોકો એક્ટ્રેસની મજાક એટલા માટે કરી રહ્યા છે કારણ કે, હોલિવૂડ સ્ટારે એની સાથે વાતચીત કરવામાં કોઈ રસ દાખવ્યો નથી.તેમ છતાં તે પોતાની વાત ચાલુ રાખે છે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે, ટોમ એનાથી દૂર ભાગી રહ્યો છે. એક યુઝરે તો એવી કમેન્ટ કરી દીધી કે, ટોમ એની સાથે ચાલવામાં પણ અસહજ મહેસૂસ કરી રહ્યો છે. લંડનમાં પસાર કરેલી એક ઈવનિંગને લઈને એક્ટ્રેસે લખ્યું હતું કે, તે એક યાદગાર સાંજ હતી. જેને ભૂલી શકાય એમ નથી. 


વિમ્બલ્ડન 2026 ની ફાઇનલમાં જાનિક સિનર અને એલેક્ઝાન્ડર ઝ્વેરેવ વચ્ચે શાનદાર મેચ જોવા મળી છે. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ટેનિસ સ્ટેજ પર રમાયેલી આ મેચમાં ઉત્સાહ, ધૈર્ય અને અસાધારણ ગેમપ્લેનું ભવ્ય પ્રદર્શન હતું. આ શાનદાર વિજય બદલ જાનિક સિનરને હૃદયપૂર્વક અભિનંદન અને લાખો લોકોને પ્રેરણા આપવા બદલ બંને ખેલાડીઓને સલામ. અભિનેતા ટોમ હિડલસ્ટન સાથે આ સુંદર બપોર વિતાવવી એ પણ ખરેખર એક ખાસ અનુભવ હતો.

વીડિયો શેર થતા જોરદાર કમેન્ટ કરાઈ
ઊર્વશી રૌતેલાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ઓટીટી પરની વેબ સિરીઝ 'ઇન્સ્પેક્ટર અવિનાશ' સીઝન 2માં જોવા મળી હતી. એક્ટ્રેસ વિમ્બલ્ડન ફાઇનલમાં યલો આઉટફિટ પહેરીને પહોંચી હતી. ટેનિસ બોલ જેવું કંઈક પકડી રાખ્યું હતું, જ્યારે ટોમ બ્લુ ડેનિમ સૂટમાં ખૂબ જ બેસ્ટ લૂક આપતો જોવા મળ્યો હતો. બંને વાતચીતમાં વ્યસ્ત હતા અને એક્ટ્રેસ ખુશ જોવા મળી હતી. તે ટોમને કંઈક કહી રહી હતી, જે ધ્યાનથી સાંભળી રહ્યો હતો. આખરે, તેઓ છેલ્લે અલગ થઈ ગયા. જોકે આ ઘટના પર ભારે ટ્રોલનો સામનો એક્ટ્રેસે વીડિયો શૅર પર કરવો પડ્યો હતો. આ વીડિયો પર 11kથી વધારે લાઈક્સ આવી છે. પણ આ પોસ્ટ પર કમેન્ટ વાંચવાની લોકોને મજા પડી રહી છે.