Sat Jul 18 2026

Logo

'OMG 2'ને લઈને પરેશ રાવલનો મોટો દાવો!ઓરિજિનલ સ્ક્રિપ્ટ પર ટકી રહ્યા હોત તો વિવાદ ન થાત

2026-07-17 22:51:15
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ફિલ્મ 'હેરાફેરી'ની સિક્વલ ફિલ્મ બનાવવા મુદ્દે મેકર્સ તૈયાર હતા પણ અક્ષય કુમાર અને પરેશ રાવલ વચ્ચે ખાટા થયેલા સંબંધને લઈને ફિલ્મ ટલ્લે ચડી હતી. હવે ફરીવાર પરેશ રાવલ ચર્ચામાં છે. પરેશ રાવલે દાવા સાથે કહ્યું હતું કે, OMG-2નો આઈડિયા મારો હતો, એની સ્ટોરી કંઈક અલગ હતી પણ અક્ષય કુમારે સ્ક્રિપ્ટ લઈ લીધી પછી કોઈ પ્રકારની ક્રેડિટ પણ ન આપી. પરેશ રાવલે એવું પણ કહ્યું કે,જો મેકર્સ એ ઓરિજિલ સ્ટોરી પર ટકી રહ્યા હોત તો મોટાભાગના જે વિવાદ થયા એનાથી બચી શક્યા હોત.ઓરિજિલ સ્ટોરી પુત્ર અને પિતાના સંબંધો પર આધારિત હતી. જેમાં કોઈ દેવીય શક્તિની દખલઅંદાજી ન હતી. 

આઈડિયા મારો હતો
ફિલ્મની ઓરિજિલ સ્ટોરી પાછળનો આઈડિયા મારો હતો. પછી OMG-2 બની હતી. આ આઈડિયા પહેલા ફિલ્મ ડાયરેક્ટર અમિત રાય સાથે શૅર કરવામાં આવ્યો હતો.પછી એની સાથે મળીને સ્ક્રિનપ્લે પણ તૈયાર થયેલા હતા. પણ અક્ષય કુમાર આ પ્રોજેક્ટ સાથે જોડાયો પછી સ્ટોરીએ એક અલગ દિશા પકડી લીધી. પરેશ રાવલનું માનીએ તો સ્ટોરીમાં ભગવાનનો રોલ ક્યાંય હતો જ નહીં. પરશે રાવલે ઉમેર્યું કે, મેં 'રોગ ટ સંગમ'ના ડાયરેક્ટર અમિત રાયનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે, તેઓ કોઈ ફિલ્મ બનાવવા માટે તૈયાર છે? અથવા કોઈ ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા છે? હું એના વખાણ કરૂ છું.પછી મેં કહ્યું કે, મારી પાસે એક આઈડિયા છે જેના પર ફિલ્મ બની શકે છે. ચાલો સાથે બેસીને એને લખીએ. મેં એમને કહ્યું કે, હું લેખક તો નથી પણ આઈડિયા આપી શકું છું. પણ દિશામાં મદદ કરી શકીશ કે, આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ. કારણ કે, સ્ક્રિનપ્લેની કેટલીક સમજ છે મને. આ ઓરિજિનલ સ્ટોરી એવા છોકરા પર આધારિત હતી જે હસ્તમૈથુન કરતા પકડાય છે. પછી એનો વિડિયો વાયરલ થઈ જાય છે.એ પછી એનું જીવવું મુશ્કેલ થઈ જાય છે. 

સ્ટોરી કંઈક આવી હતી
આ છોકરાના પિતા ખજુરાહોના મંદિરમાં ગાઈડ હોય છે. અમિતે આને મહાકાલ મંદિરમાં પાર્ટ ટાઈમ પૂજારી બનાવવાનો વિચાર કર્યો.સજેસ્ટ પણ કર્યું. પછી અને સાથે મળીને સ્ક્રિપ્ટ તૈયાર કરી. એ પછી સેક્સોલોજીસ્ટ ડૉ. પ્રકાશ કોઠારીને પણ આમા સામેલ કર્યા. અમારી ઘણી બધી મિટિંગ પણ થઈ. કારણ કે, આ તૈયાર કરવા પાછળનો અમારો હેતું સેક્સ એજ્યુકેશનની સાથે થોડું મનોરંજન કરવાનો પણ હતો. અશ્લીલતા પીરસવાનો અમારો હેતું હતો જ નહીં. આ પ્રક્રિયામાં હું સંપૂર્ણ રીતે સામેલ હતો. પછી આ સ્ક્રિપ્ટ ફિલ્મમેકર અનુરાગ કશ્યમ અને કરણ જોહર ધર્મા પ્રોડ્કશનના સોમેન મિશ્રાને સંભળાવવામાં આવી, સોમેને સ્પષ્ટ કહી દીધું હતું કે, આ નહીં ચાલે. સ્ટોરીમાં ભગવાનની જરૂર જ નથી. ઓરિજિનલ કોન્સેપ્ટ ફાઈનલ ફિલ્મ કરતા ઘણો અલગ હતો. અમારો મુખ્ય આઈડિયા એવો હતો કે, પિતાને રસ્તો બતાવનાર કોઈ બાઈકર ન હોય ન ભગવાન હોય. 

ધર્મા પ્રોડક્શનમાં ફિલ્મ સ્ક્રિપ્ટ પહોંચી
પહેલી ફિલ્મમાં ભગવાન એટલા માટે આવ્યા હતા કારણ કે, અમે ભગવાનની સામે કેસ કર્યો હતો.આ ફિલ્મમાં પિતા પોતાના દીકરાને ન્યાય અપાવવા જે લડત લડે છે એવું હતું. આ ફિલ્મમાં કોઈ દેવી અવતારની જરૂર જ ન હતી.અમને એક એવું પાત્ર જોઈતું હતું જેવું મુકદ્દર કા સિકંદરમાં કાદર ખાનનું હતું. મેં અક્ષયનો સંપર્ક કર્યો ન હતો. કારણ લોકોને લાગતું હતું કે, આ OMG-2 છે. પણ એવું કોઈ પ્લાનિંગ હતું જ નહીં. એ પછી અમારી બેઠક વિપુલ શાહ સાથે થઈ હતી. એને અક્ષય વિશે પૂછ્યું.મેં કહ્યું મારે એની સાથે જ ફિલ્મ બનાવવી હોય તો હું ડાયરેક્ટ જ એનો સંપર્ક કરી લેત. OMGમાં હું અને અક્ષય પાર્ટનર હતા. મારે કોઈ વચ્ચેના વ્યક્તિની જરૂર જ ન હતી.પછી થોડા દિવસ બાદ અમિતનો કોલ આવ્યો કે, અક્ષય આ ફિલ્મ કરવા માગે છે. ડખો એવો હતો કે, અમિતે સ્ક્રિપ્ટ પર OMG-2 લખી નાખ્યું હતું. કારણ કે જોનર એક જેવો જ હતો. અમારી એક મિટિંગમાં અશ્વિન વર્દે પણ હતા. પછી એને નક્કી કર્યું હતું કે, તેઓ અક્ષય સાથે કામ કરવા માગે છે. પછી મેં અમિતને કહ્યું કે, હું આ વિષય પર આગળ વધારવા માગતો નથી.અમિતે કહ્યું કે, તેઓ હવે આના પર ફિલ્મ બનાવવા માગે છે પછી અમિત પાસેથી સ્ક્રિપ્ટ લઈ લેવામાં આવી. મેં કહ્યું હું એની સાથે ઝઘડો નહીં કરી શકું એ મારો ખૂબ સારો મિત્ર છે. એને મારી શુભકામનાઓ.