Sun Sep 13 2026

Logo

ગોવિંદાનું નામ સાંભળતા જ ભડકી પત્ની સુનીતા! રિએક્શન આપતા કહ્યું કે, અરે યાર આ...

2026-07-17 18:02:00
Author: Darshana Visaria
ગોવિંદાનું નામ સાંભળતા જ ભડકી પત્ની સુનીતા! રિએક્શન આપતા કહ્યું કે, અરે યાર આ...

Govinda announces his comeback project titled "Roopa"


બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા વર્ષો બાદ ફિલ્મ 'રૂપા'થી હિન્દી સિનેમામાં કમબેક કરવા જઈ રહ્યા છે. સોમવારે મુંબઈમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આ ફિલ્મની જાહેરાત કરી હતી, જેના દ્વારા તેઓ અભિનેત્રી રાની સ્વર્ણકારને લોન્ચ કરી રહ્યા છે. ચાહકો આ કમબેક પર ગોવિંદાની પત્ની સુનીતા અહૂજાના રિએક્શનની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સુનીતાના લેટેસ્ટ નિવેદને સોશિયલ મીડિયા પર બધાને ચોંકાવી દીધા છે.

હાલમાં એક ખૂબ જ ચર્ચિત રિયાલિટી ટીવી શોમાંથી બહાર આવ્યા બાદ સુનીતા આહુજા શુક્રવારે મુંબઈમાં એક ઈવેન્ટમાં પહોંચી હતી. ત્યાં જ્યારે પેપરાજીએ તેમને ગોવિંદાની આગામી ફિલ્મ 'રૂપા' વિશે પૂછ્યું, ત્યારે તેમણે મોં બગાડતા કહ્યું હતું કે જુઓ, આ જગ્યા રૂપા-વૂપાની વાત કરવા માટેની નથી.

સુનીતાએ આગળ એવું પણ ઉમેર્યું હતું કે હવે તમે લોકો માત્ર મારા અને મારા દીકરા યશવર્ધનની ફિલ્મની વાત કરો, જે ટૂંક સમયમાં આવી રહી છે. એકતા કપૂર અમારી પ્રોડ્યુસર છે અને તેમણે ઘણો ખર્ચ કર્યો છે. બધી જગ્યાએ બસ યશવર્ધન અને સુનીતા, યશવર્ધન અને સુનીતા જ કરો, મારે બાકી કોઈના વિશે વાત નથી કરવી.

જ્યારે પત્રકારોએ સુનીતાને યાદ અપાવ્યું કે ગોવિંદાએ પોતે કહ્યું છે કે તેનો દીકરો તેના કરતાં પણ વધુ ટેલેન્ટેડ છે અને આગળ જશે, ત્યારે સુનીતાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે મારો દીકરો ટેલેન્ટેડ અને સંસ્કારી છે, મેં તેને મોટો કર્યો છે અને તે સો ટકા આગળ જશે, બસ તમે લોકો તમારો પ્રેમ જાળવી રાખજો.

અત્રે ઉલ્લેખનીય છે કે સુનીતા અહૂજાનું ગોવિંદાની ફિલ્મ પ્રત્યેનું આ વલણ જોઈને ફેન્સ હેરાન છે અને સુનીતાને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ અલગ-અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, સુનીતાની આંખોમાં સાફ ઈર્ષ્યા દેખાઈ રહી છે, જ્યારે બીજા યુઝરે લખ્યું હતું કે ગમે તે કહો પણ પિતા એ પિતા જ હોય છે. કેટલાક લોકોનું કહેવું છે કે સુનીતા દરેક જગ્યાએ ગોવિંદાનું અપમાન કરવાની એક પણ તક છોડતી નથી. સુનીતાના આ નિવેદનથી બોલીવૂડમાં નવી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે.