Sun Sep 06 2026

Logo

મેક્સિકોમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરમાંથી બહાર દોડયા, સુનામીની ચેતવણી

Chiapas   2026-07-17 22:45:15
Author: Chandrakant Kanoja
મેક્સિકોમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરમાંથી બહાર દોડયા, સુનામીની ચેતવણી

ચિયાપાસ: ઉત્તર્ અમેરિકાના મેક્સિકોના ચિયાપાસના દરિયાકાંઠે 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપના લીધે લોકો ઘરમાંથી અને અન્ય સ્થળોએથી બહાર દોડી આવ્યા હતા. આ ઉપરાંત  સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય અમેરિકાના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  

લોકોમાં ભય ફેલાતા ઘરની બહાર દોડ્યા 

આ ભૂકંપના લીધે અલ સાલ્વાડોર અને ગ્વાટેમાલા જેવા પડોશી દેશો પણ  હચમચી ગયા હતા.તેમજ લોકોમાં ભય ફેલાતા ઘરની બહાર દોડ્યા હતા. 

7.3 ની તીવ્રતા સાથે બીજો મોટો ભૂકંપ નોંધાયો 

યુએસ જીઓલોજિકલ સર્વેના  જણાવ્યા અનુસાર, ભૂકંપ મેક્સકોના શહેર પ્યુઅર્ટો માડેરો નજીક માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. જેના કારણે આસપાસના વિસ્તારોમાં જોરદાર ધ્રુજારીની શક્યતા વધી ગઈ હતી. ત્યારબાદ 7.3 ની તીવ્રતા સાથે બીજો મોટો ભૂકંપ નોંધાયો હતો. 

સુનામીની ચેતવણી જાહેર કરી

ભૂકંપ બાદ  યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમે  આ પ્રદેશ માટે સુનામીની ચેતવણી જાહેર કરી હતી અને અસરગ્રસ્ત દરિયાકાંઠે દરિયાની સપાટીમાં ખતરનાક વધઘટની ચેતવણી આપી હતી.

મેક્સિકો અને ગ્વાટેમાલાના દરિયાકાંઠે દરિયાની સપાટી વધશે 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મેક્સિકો અને ગ્વાટેમાલાના દરિયાકાંઠે દરિયાની સપાટી 0.3 થી 1 મીટર સુધી વધી શકે છે. અધિકારીઓએ દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓને તાત્કાલિક સલામત સ્થળોએ જવાની સલાહ આપી છે.